Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
રાજકોટની ભાગોળે ત્રંબા નજીકના અણિયારા ગામની સીમમાં તુવેરની આડમાં ગાંજાના વાવેતરનો આજીડેમ પોલીસે પર્દાફાશ કર્યો. શનિવારના મોડી રાત્રીના આજીડેમ પોલીસને માહિતી મળતા દરોડો પાડ્યો હતો અને 1 કરોડ 11 લાખની કિંમતનો સૂકો અને ભીનો ગાંજો ઝડપી પાડ્યો હતો. શનિવારના આજીડેમ પોલીસને માહિતી મળી હતી કે અણિયારા ગામની વાડીમાં 14 વીઘા જમીનમાં ગાંજાનું વાવેતર કરાયું છે. જેને લઈને પોલીસે દરોડો પાડ્યો. આ સમયે વાડીમાં હાજર કામદાર હના ગાબુની પોલીસે 64 ગાંજાના નાના છોડ અને 60 કિલો ગાંજો જપ્ત કરાયો. જ્યારે વાડી માલિક નાથા સિંધવની શોધખોળ શરૂ કરી છે. પોલીસે વાડી માલિક સહિતના સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



















