Nirjala Ekadashi 2024 Date: ક્યારે છે નિર્જળા એકાદશી વ્રત 18 કે 19 જૂને? પંચાગ અનુસાર જાણો સાચી તારીખ
Nirjala Ekadashi 2024 Date: વર્ષ 2024 માં નિર્જળા એકાદશીનું વ્રત ક્યારે કરવામાં આવશે, જાણો આ વ્રત રાખવાની ચોક્કસ તારીખ. આ ઉપરાંત જાણી લો આ વ્રત તમામ એકાદશીઓમાં શા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Nirjala Ekadashi 2024 Date: જ્યેષ્ઠ માસ (Jyeshtha Month 2024)ના શુક્લ પક્ષમાં આવતી એકાદશી (Ekadashi 2024)ને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ મહત્વ છે. એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે. જ્યેષ્ઠ માસમાં આવતી નિર્જળા એકાદશીનું વ્રત તમામ એકાદશી ઉપવાસમાં સૌથી કઠિન માનવામાં આવે છે. આ વ્રત પાણી પીધા વિના જ રાખવાનું છે.
તમામ એકાદશીમાં નિર્જળા એકાદશી 2024 મહત્વપૂર્ણ છે
તમામ એકાદશીઓમાં નિર્જળા એકાદશીના ઉપવાસનું મહત્વ છે. એક નિર્જલા એકાદશી પર આ વ્રત કરવાથી આખા વર્ષમાં આવતી એકાદશી સમાન ફળ મળે છે.
નિર્જળાએકાદશીના વ્રતના કડક નિયમોને કારણે તમામ એકાદશી ઉપવાસમાં નિર્જલા એકાદશીનું વ્રત સૌથી કઠિન માનવામાં આવે છે.
જો તમે વર્ષમાં આવતી 24 એકાદશીઓનું વ્રત ન રાખી શકતા હોવ તો જ્યેષ્ઠ મહિનામાં આવતી નિર્જળા એકાદશી (Nirjala Ekadashi 2024) ના ઉપવાસ કરવાથી તમને અન્ય તમામ એકાદશીઓની જેમ સમાન લાભ મળે છે.
આ વ્રતમાં દાન-પુણ્યનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે. આ એકાદશી પર ઘડાનું દાન અવશ્ય કરવું.
નિર્જળા એકાદશી વ્રત 2024 તિથિ (Nirjala Ekadashi 2024 Vrat Tithi)
- એકાદશી તિથિની શરુઆત 17 જૂન, 2024ના રોજ સવારે 04:43 કલાકથી
- જ્યારે એકાદશી તિથિની સમાપ્તિ 18 જૂન, 2024ના રોજ સવારે 06.24 કલાકે થશે.
- ઉદયા તિથિના કારણે 18 જૂન, મંગળવારે નિર્જળા એકાદશીનું વ્રત કરવામાં આવશે.
- 19 જૂન, 2024 બુધવારના રોજ નિર્જળા એકાદશી વ્રતના પારણા કરવામાં આવશે.
નિર્જળા એકાદશી વ્રતનું મહત્વ (Nirjala Ekadashi Vrat Importance)
કથા અનુસાર, પાંડવ ભાઈઓમાંના એક ભીમે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી પર પાણી પીધા વિના આ વ્રત રાખ્યું હતું. જેના પરિણામે ભીમને મોક્ષ અને લાંબુ આયુષ્યનું વરદાન પ્રાપ્ત થયું.
નિર્જળા એકાદશીએ આ રીતે પ્રાપ્ત કરો વિષ્ણુની કૃપા
નિર્જળા એકાદશીના દિવસે વહેલા ઉઠીને દૈનિક કાર્ય બાદ વિષ્ણુની પૂજા કરો અને વિષ્ણુસહસ્ત્રના પાઠ કરવાથી સઘળી સમસ્યા દૂર થાય છે. તેમજ મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે
જો તમે નિર્જળા એકાદશીનો ઉપવાસ કરતા હોવ તો વ્રતના એક દિવસ પહેલા એટલે કે દશમીના દિવસથી તમારા ભોજન પર વિશેષ ધ્યાન આપો. આ દિવસે કોઈપણ પ્રકારનો તામસિક, માંસાહારી ખોરાક ન લેવો. આ સિવાય આલ્કોહોલ અને તમામ પ્રકારના ડ્રગ્સથી દૂર રહો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.