શોધખોળ કરો

Shatabdi Mahotsav: અમદાવાદમાં પ્રમુખસ્વામી નગર સુધી જવા કઈ કઈ જગ્યાએથી મળશે બસ ? જાણો કેટલું છે ભાડું

Swami Maharaj Shatabdi Mahotsav: BAPSના આ કાર્યક્રમ માટે ઘણા યુવાનો તેમની નોકરી છોડીને અહીં પહોંચ્યા છે. ઉદ્ઘાટન સમારોહમાં PM મોદી, CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહેશે.

Shatabdi Mahotsav Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5:30 કલાકે અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ અમદાવાદમાં બનેલા પ્રમુખ સ્વામી નગરમાં યોજાશે. આ કાર્યક્રમની છેલ્લા એક વર્ષથી તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી સંત સ્વામી મહારાજની સ્મૃતિમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 80,000 સ્વયંસેવકો આ ભવ્ય કાર્યક્રમની વ્યવસ્થા સંભાળશે. BAPS (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા)ના આ મોટા કાર્યક્રમ માટે ઘણા યુવાનો તેમની નોકરી છોડીને અહીં પહોંચ્યા છે. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહેશે.

60 લાખ લોકો ભાગ લેશે

સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા BAPS દ્વારા આ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે અમદાવાદના રીંગરોડ પર છેલ્લા એક મહિનામાં વિશાળ નગરનું નિર્માણ થયું છે. તેનું નામ સ્વામી નગર રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લગભગ 60 લાખ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો ગુજરાત પહોંચી રહ્યા છે. શતાબ્દી મહોત્સવમાં 21 દેશોના VIP પણ ભાગ લેશે.

અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર ઓગણજ નજીક પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે. હરિભક્તો અને લોકો સરળતાથી પ્રમુખસ્વામીનગર સુધી પહોંચી શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો ઓગણજ પ્રમુખસ્વામીનગર સુધી પહોંચી શકે એના માટે બોપલના વકીલ સાહેબ બ્રિજથી AMTSમાં લોકો જઈ શકે તેના માટે સ્પેશિયલ 20થી વધુ બસો મુકવામાં આવશે. માત્ર 10 રૂપિયા જેટલું નજીવું ભાડું તેના માટે રાખવામાં આવ્યું છે. શહેરના વિવિધ સ્થળોએથી પ્રમુખસ્વામીનગર સુધી લોકોને લાવવા લઇ જવા નજીવા ભાડાથી બસો લેવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને જે પણ હરિભક્તો દ્વારા બસો માંગવામાં આવશે તેમ ફાળવવામાં આવશે. અમદાવાદમાંથી પ્રમુખસ્વામીનગર આ લોકોને અને સ્વયંસેવકોને આવવા જવા માટે આશરે 250 જેટલી બસો ફાળવવામાં આવી છે.

જેમાં સવારે 5.30થી 8 વાગ્યા સુધી તથા રાત્રે 8થી રાત્રીના 11 વાગ્યા સુધી જુદી જુદી જગ્યાઓ ઉપર શિવાન્તા, અવધ હાઈલેન્ડ, ગણેશ એલીગ્નસ, બેરી ક્રિસ્ટલ, વિવાન્તા, શ્રી રાધા માધવ (ભાડજ), સિલવર સ્પ્રિંગ, કેપટાઉન (બોપલ), શાયોના સર્વોપરી (PR), વત્તાન્તા, શાયોના આગમન, આદિત્ય ઓરાઈના (મહિલા), પ્રમુખની કેતન (ચાણકયપુરી/ગોતા), વશિકા શાયપ્રમ, ડાયમંડ સ્કાય, સચીહાઈટસ (અડાલજ) કુલ 21717 સ્વયંસેવકોને પ્રતિ દિવસ 15 બસો દ્વારા પીકઅપ એન્ડ ડ્રોપીંગની સુવિધા આપવામાં આવી છે. સવારે 11.30થી વેન્યુ, શાંતીનીકેત, સાયસીટી, સુરતી હાઈટસ, આતીપ્સ-100 (વૈષ્ણવદેવી) કુલ 7067 સ્વંયસેવકોને પ્રતિ દિવસ 32 બસો દ્વારા પીકઅપ સુવિધા આપવામાં આવી છે. પ્રમુખસ્વામીનગરની અંદર કિ.મી.ના પેરીફેરીના 20000 સ્વયંમ સેવકોને લાવવા-મુકવા માટે 20 બસો આખા દિવસ મુકવામાં આવી છે.

કઈ કઈ જગ્યાએથી મળશે બસ

શહેરના જુદા-જુદા રેલ્વે સ્ટેશનો જેવા કે, કાલુપુર, સાબરમતી, મણિનગર તેમજ જુદા-જુદા બસ સ્ટેશનો જેવા કે, ગીતામંદિર, રાણીપ, કૃષ્ણનગર, ઝાંસીની રાણી થીપ્રમુખ સ્વામીનગર ખાતે આવવા-જવા માટે જરૂરીયાત મુજબ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આવેલી સ્વામિનારાયણ સંસ્થાઓમાંથી દર્શનાથીઓને પ્રમુખસ્વામીનગર ખાતે આવવાજવા માટે પ્રતિ બસ દીઠ 4000ના દરથી બસો ફાળવવામાં આવશે. શહેરના લાલદરવાજા, વાડજ, વાસણા, સારંગપુર, કાલુપુર વગેરે જગ્યાઓ પરથી ઉપડતી રૂટોની બસોમાં આવનાર દર્શનાથીઓ માટે બોપલ વકીલ સાહેબબ્રિજથી પ્રમુખસ્વામીનગર સુધી પ્રતિ વ્યક્તિ 10 રૂપિયાની કિંમતથી આવવા-જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar News: પોરબંદરના ફટાણા ગામમાં ચકચારી ઘટના, પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કર્યાની આશંકાBhavnagar Ragging Case: ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ! જુનિયરનું અપહરણ કરી આખી રાત માર્યા!Surat News: સુરતના અમરોલીમાં સામૂહિક આત્મહત્યાથી ચકચારPM Modi Full Speech In Navsari : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, મહિલાઓને આપી મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન કોણ? આ ગુજરાતી ખેલાડી સહિત બે નામ રેસમાં સૌથી આગળ
રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન કોણ? આ ગુજરાતી ખેલાડી સહિત બે નામ રેસમાં સૌથી આગળ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Embed widget