Raksha Bandhan 2024: આજે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત
Raksha Bandhan 2024: હિંદુ પરંપરામાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Raksha Bandhan 2024: હિંદુ પરંપરામાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં રક્ષાબંધનના દિવસે ગુરુઓ તેમના શિષ્યોને રક્ષા સૂત્ર બાંધતા હતા. દેવતાઓ અને દાનવો વચ્ચેના યુદ્ધ દરમિયાન ઈન્દ્રાણીએ ઈન્દ્રને રક્ષા સૂત્ર બાંધ્યું હતું. પરંતુ હવે તે ભાઈ-બહેનના સ્નેહનું પ્રતિક બની ગયું છે.
રક્ષાબંધન પર ભદ્રા ક્યારે રહેશે?
રક્ષાબંધન પર ભદ્રાનો પ્રારંભ સમય સવારમાં પાંચ વાગ્યાથી 53 મિનિટ પર છે ત્યારબાદ તે બપોરે 1 વાગ્યાથી 32 મિનિટ સુધી રહેશે. આ વખતે સવારથી બપોરે 1.32 વાગ્યા સુધી રાખડી બાંધી શકાશે નહીં. એવું માનવામાં આવે છે કે રાખડી હંમેશા ભદ્રા વગરના શુભ મુહૂર્તમાં બાંધવી જોઈએ. તેથી ભદ્રા કાળમાં ક્યારેય પણ રાખડી ન બાંધો કે કોઈ પણ શુભ કાર્ય ન કરો.
રાખડી બાંધવાનો શુભ સમય
આ વર્ષે 19મી ઓગસ્ટ 2024ના રોજ રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 2:07 થી 08:20 સુધીનો રહેશે. પ્રદોષ કાળમાં સાંજે 06.57 થી 09.10 સુધી રાખડી બાંધવી શુભ રહેશે.
ઘણા વર્ષો પછી રક્ષાબંધન પર લક્ષ્મી નારાયણ યોગ, શોભન યોગ, શ્રવણ નક્ષત્ર અને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. આવી સ્થિતિમાં રક્ષાબંધનનો તહેવાર ભાગ્યશાળી સાબિત થશે. રક્ષાબંધનના દિવસે ઘરમાં સત્યનારાયણની કથાનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં દેવી લક્ષ્મી આવે છે.
પૌરાણિક કથા અનુસાર, લંકાપતિ રાવણને તેમની બહેને ભદ્રા કાળમાં રાખડી બાંધી હતી અને તે જ વર્ષે ભગવાન રામના હાથે રાવણનો વધ થયો હતો. આ કારણથી ભદ્રા કાળમાં ક્યારેય રાખડી બાંધવામાં આવતી નથી. તેનાથી ભાઈના જીવન પર ખરાબ અસર પડે છે.
રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે સવારે સૌપ્રથમ સ્નાન કરીને સ્વચ્છ અથવા નવા વસ્ત્રો પહેરવા જોઈએ. ત્યારબાદ પૂજા રૂમમાં ભગવાનની પૂજા કરો. આ પછી શુભ સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધો.સૌ પ્રથમ બહેન તેના ભાઈના કપાળ પર તિલક લગાવે છે, પછી તેના કાંડા પર રાખડી બાંધે છે અને પછી ભાઈને મીઠાઈ ખવડાવે છે. આ પછી, ભાઈઓ તેમની બહેનોને શુકન તરીકે પૈસા અથવા ભેટ આપે છે.