Rakshabandhan 2021: રક્ષાબંધન પર રાખડી અને કપડાં જ નહીં, મીઠાઈ પણ રાશિ મુજબ કરો પસંદ
Rakshabandhan: આ દિવસે મીઠાઈની મીઠાશ ન માત્ર મોં મીઠું કરે છે પરંતુ ભાઈ-બહેનના સંબંધમાં પણ મીઠાશ ઉમેરે છે. . આ સ્થિતિમાં ભાઈ માટે તેની રાશિ અનુરૂપ મીઠાઈ અને બહેન માટે ગિફ્ટ પસંદ કરવી આસાન છે.
Rakshabandhan 2021: આપણે ભારતીયો દરેક નાના મોટા અવસરે મોં મીઠું કરીએ છીએ પણ રક્ષાબંધનમાં તેનું મહત્વ વધી જાય છે. આ દિવસે મીઠાઈની મીઠાશ ન માત્ર મોં મીઠું કરે છે પરંતુ ભાઈ-બહેનના સંબંધમાં પણ મીઠાશ ઉમેરે છે. આ સ્થિતિમાં ભાઈ માટે તેની રાશિ અનુરૂપ મીઠાઈ અને બહેન માટે ગિફ્ટ પસંદ કરવી આસાન છે.
મેષઃ આ રાશિના જાતકો જમવામાં રુચિ દાખવે છે. મોં મીઠું કરાવવા લાલા રંગની મીઠાઈ સારી રહેશે. માલપુઆ સારો વિકલ્પ છે.
વૃષભઃ જો તમારો ભાઈ વૃષભ રાશિનો હોય તો સફેદ દૂધની બરફીથી મોં મીઠું કરાવી શકો છે. વૉષભ રાશિની બહેનો માટે ચોકલેટ ગિફ્ટ સારી રહેશે.
મિથુનઃ આ રાથિના જાતકોને રસ મલાઈથી મોં મીઠું કરાવશો તો સારું રહેશે. ભાઈ માટે બેસનની મૂઠાઈ પણ પસંદ કરી શકો છો, બહેનને ગિફ્ટમાં પુસ્તક પણ આપી શકો છો.
કર્કઃ આ રાશિના લોકો દિલથી કોમળ હોય છે. તેમને સ્પેશલાઇઝ્ડ ચીજો ગમે છે. બહેન ભાઈને મોતીચુરના લાડુ, રબડી ખવડાવી મોં મીઠું કરાવી શકે છે. આ રાશિના જાતકોને હસ્તશિલ્પ પસંદ આવશે.
સિંહઃ આ રાશિના ભાઈઓને ગુલાબ જાંબુથી મોં મીઠું કરાવવું જોઈએ. બહેનોને ગિફ્ટમાં આભુષણ, કોસ્મેટિક અને ગ્રૂમિંગ કિટ ભેટમાં આપી શકાય છે.
તુલાઃ આ રાશિના જાતકોને બહેન કાજુ કતરી કે ઘરે બનાવેલી મીઠાઈ ખવરાવી શકે છે. બહેનને સૌંદર્ય સાથે જોડાયેલી ચીજો ગિફ્ટમાં આપી શકે છે.
કન્યાઃ આ રાશિના જાતકો વ્યવસ્થિત હોય છે. લીલા રંગની મીઠાઈ કે ઘરે બનાવેલી સ્પેશિયલ મીઠાઈ ખવરાવીને મોં મીઠું કરાવી શકો છે. બહેનોને પુસ્તક, કપડા વગરે ભેટમાં આપી શકો છો,
ધનઃ આ રાશિના જાતકો માટે પીળો રંગ શુભ છે. તેથી લાડુ, રાજભોગની પસંદગી કરી શકો છે. બહેનોનો કલાત્મક વસ્તુઓ ભેટ આપી શકો છો.
વૃશ્ચિકઃ બહેનો ભાઈને બદામ ખવરાવી શકે છે અથવા ગોળમાંથી બનેલી મીઠાઈથી મોં મીઠું કરાવી શકે છે. બ્રાંડેડ પરફ્યૂમ, ચશ્મા આપી શકાય છે.
મકરઃ મકર રાશિના જાતકો મહત્વાકાંક્ષી હોવાથી તેમના સ્વભાવને અનુરૂપ ડ્રાઇફૂટથી મોં મીઠું કરાવી શકાય થછે. બહેનને ગિફ્ટમાં મોબાઈલ આપી શકો છો.
કુંભઃ કાલા જાંબુ કે ડ્રાઈ ફ્રૂટ્સથી બહેન ભાઈનું મોં મીઠું કરાવી શકે છે. ભાઈ બહેનને ગેજેટ ગિફ્ટમાં આપી શકે છે.
મીનઃ આ રાશિના જાતકો સંવેદનશીલ અને દયાળુ હોય છે. તેથી કાજુ કતરી કે રસ મલાઈ શ્રેષ્ઠ રહેશે. ગિફ્ટમાં બહેનને સૌંદર્ય પ્રસાધન આપી શકાય છે.