10 વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, ખરીદી માટે છે શુભ અવસર
ભારતમાં લોકો જન્માષ્ટમી અને રામનવમીની આતુરતાથી રાહ જોતા હોય છે. જો કે આ વર્ષ રામનવમીનો તહેવાર ખાસ રહેવાનો છે. આ અંગે જ્યોતિષાચાર્યોનું કહેવું છે કે, આ વર્ષે ગ્રહ અને નક્ષત્રોનો શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે
ભારતમાં લોકો જન્માષ્ટમી અને રામનવમીની આતુરતાથી રાહ જોતા હોય છે. જો કે આ વર્ષ રામનવમીનો તહેવાર ખાસ રહેવાનો છે. આ અંગે જ્યોતિષાચાર્યોનું કહેવું છે કે, આ વર્ષે ગ્રહ અને નક્ષત્રોનો શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે, જેમા પ્રોપર્ટી,વાહન અને નવી વસ્તુઓ ખરીદવાથી ગુડલક આવશે. આ ઉપરાંત આ વર્ષે નવરાત્રિ પર દિવસો વધુ કે ઓછા ન હોવાથી પણ માતાની કૃપા ભક્તો પર રહેશે.
રામનવમી પર આ વર્ષે રવિ પુષ્ય યોગ બની રહ્યો છે જે પૂરા 24 કલાક સુધી રહેવાનો છે. પુષ્ય નક્ષત્ર રવિવાર, 10 એપ્રિલે સૂર્યોદય સાથે શરૂ થશે જે આગલા દિવસે સૂર્યોદય સુધી રહશે. આ વર્ષે કુલ ચાર રવિ પુષ્ય હશે. પરંતુ 24 કલાકનો ગાળો માત્ર રામનવમીવાળા રનિ પુષ્ય યોગનો હશે. ખરીદી કરવા માટે તેને અબુઝ મૂહુર્ત પણ માનવામાં આવે છે.
આ અંગે જ્યોતિષાચાર્યોનું કહેવુ છે કે, આ પહેલા આવો શુભ સયોગ 1 એપ્રિલ 2012માં બન્યો હતો અને હવે 6 એપ્રિલ 2025માં બનશે. જ્યોતિષના જાણકારો એવું પણ કહે છે કે, ચૈત્ર નવરાત્રિની પ્રતિપ્રદા,આઠમ અને નોમની તિથિ કોઈ નવા કામની શરુઆત કે ખરીદી-વેચાણ માટે બહુ શુભ માનવામાં આવે છે. આ તિથિઓ પર કરવામાં આવેલા શુભ કાર્યનો લાભ લોકોને લાંબા સમય સુધી પ્રાપ્ત થાય છે.
છેલ્લા બે દિવસ શુભ સંયોગ
રામનવમી ઉપરાંત શનિવાર 9 એપ્રિલ આઠમના દિવસે પુનર્વસુ નક્ષત્રથી છત્ર યોગ બની રહ્યો છે. પ્રોપર્ટીમાં રોકાણ હોય કે મકાન-દુકાન બનાવવાની વાત હોય, દરેક મામલે આ યોગને શુભ માનવામાં આવે છે. રામનવમી પર 10 એપ્રિલના રોજ સર્વાર્થસિદ્ધિ,રવિ પુષ્ય અને રવિયોગ હોવાથી દરેક પ્રકારના શુભ કાર્યા માટે આ દિવસે શુભ મૂહુર્ત રહેશે. નોંધનિય છે કે સમગ્ર દેશમાં રામનવમીની ધામધૂમ સાથે ઉજવણી થાય છે. આ અવસરે ઘણી જગ્યાએ ભગવાન રામની શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે.