Shanivaar upay:શનિવારે કરો આ કામ, શનિદેવ સાથે હનુમાનજીની પણ કૃપા રહેશે
શનિવારનો દિવસ ભગવાન શનિને સમર્પિત છે. આ દિવસે ન્યાયના દેવતા શનિદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો શનિદેવને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરે છે.
શનિવારનો દિવસ ભગવાન શનિને સમર્પિત છે. આ દિવસે ન્યાયના દેવતા શનિદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો શનિદેવને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરે છે. એવું કહેવાય છે કે, જેના પર શનિદેવ પ્રસન્ન થાય છે, તેના કોઈપણ કામમાં ક્યારેય વિધ્ન આવતું નથી. શનિવારે હનુમાનજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિવારે કોઈ ખાસ પૂજા કરવાથી શનિદેવ તેમજ પવનપુત્ર હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે.
આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ શનિ મંદિરમાં જઈ શનિદેવની પૂજા કરવી જોઈએ અને તાંબાના વાસણમાં ચંદન મૂકીને જળ અર્પણ કરવું જોઈએ.
પવનપુત્ર હનુમાનજીને શનિવારે ગોળ, ચણા અને કેળા અર્પણ કરવા જોઈએ. સાથે જ હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવા જોઈએ. એવું કહેવાય છે કે, આમ કરવાથી ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.
શનિવારના દિવસે શનિ મંદિરમાં જઈને શનિદેવને આકડાના ફૂલ ચઢાવવા જોઈએ. આ ફૂલ શનિદેવને ખુબ જ પ્રિય છે. ફૂલ અર્પણ કરવાથી શનિની સાડાસાતી અને ઢૈયામાંથી મુક્તિ મળે છે.
લાંબા સમયથી કોઈ કામ કરી રહ્યા છો અને તેમાં વારંવાર કોઈ અડચણો આવી રહી છે તો તમારે દર શનિવારે સાંજે હનુમાન મંદિરે જઈને બજરંગબલીને ચમેલીના તેલ અને સિંદૂરનો અભિષેક કરવો જોઈએ.
શનિવારે સાંજે કોઈ તળાવ અથવા એવી જગ્યાએ જ્યાં માછલી હોય ત્યાં અનાજ મુકો. કીડીઓને પણ લોટ ખવડાવો. કહેવાય છે કે આ ઉપાયથી શનિદેવની સાથે ભગવાન હનુમાનજી પણ પ્રસન્ન થાય છે. અને નસીબ ખુલે છે. આનો ફાયદો એ થશે કે જો તમારા પર કોઈ દેવું છે અથવા નોકરીને લગતી કોઈ સમસ્યા છે, તો તે જલ્દી જ દૂર થઈ જશે.
તમારે શનિવારે શનિદેવને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ. પરંતુ તેની સાથે હનુમાનજીની મૂર્તિની સામે તેલનો દીવો પ્રગટાવો. એટલું જ નહીં, આ દિવસે કાળી વસ્તુઓનું દાન કરવું પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કાળા તલ, ચણા અને કાળા કપડાનું દાન કરી શકાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.