શોધખોળ કરો

Pitru Paksha :શ્રાદ્ધપક્ષ આ તારીખથી થાય છે શરૂ, 16 દિવસ ભૂલથી ન કરશો આ કામ, પિત્તૃદેવ થશે નારાજ

Pitru Paksha Niyam: પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થાય છે અને 2ઓક્ટોબરે સમાપ્ત થાય છે. આ દિવસોમાં અમુક વસ્તુઓ કરવા વર્જિત છે.

Pitru Paksha Niyam: પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થાય છે અને 2ઓક્ટોબરે સમાપ્ત થાય છે. આ દિવસોમાં અમુક વસ્તુઓ કરવાની મનાઈ છે. કહેવાય છે કે આ કામ કરવાથી પિતૃઓ નારાજ થાય છે.

હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું ઘણું મહત્વ છે. પિતૃ પક્ષમાં, પૂર્વજોને સંપૂર્ણ ભક્તિ સાથે યાદ કરવામાં આવે છે અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડ દાન, શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. તેનાથી પ્રસન્ન થઈને પૂર્વજો તેમના વંશજોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

પિતૃ પક્ષ દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાથી શરૂ થાય છે જે 15 દિવસ સુધી ચાલે છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ કાગડાના રૂપમાં પૃથ્વી પર આવે છે. આ વર્ષે પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2 ઓક્ટોબરે સમાપ્ત થશે. આ દિવસોમાં અમુક વસ્તુઓ કરવાની મનાઈ છે. કહેવાય છે કે આ કામ કરવાથી પિતૃઓ નારાજ  થાય છે. આવો જાણીએ પિતૃ પક્ષ દરમિયાન ક્યા કામ ન કરવા જોઈએ.

  પિતૃ પક્ષમાં આ 5 કામ ન કરવા જોઈએ

  • પિતૃ પક્ષ દરમિયાન સમગ્ર 15 દિવસ સુધી ઘરમાં સાત્વિક વાતાવરણ હોવું જોઈએ. આ સમય દરમિયાન ઘરમાં માંસાહારી ખોરાક ન બનાવવો જોઈએ. જો શક્ય હોય તો આ દિવસોમાં લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ.
  • પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરનાર વ્યક્તિએ 15 દિવસ સુધી પોતાના વાળ અને નખ ન કાપવા જોઈએ. આ સાથે આ લોકોએ બ્રહ્મચર્યનું પણ પાલન કરવું જોઈએ.
  • એવું માનવામાં આવે છે કે, પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો પક્ષીઓના રૂપમાં પૃથ્વી પર આવે છે. તેથી તેમને હેરાન ન કરવા જોઈએ. આમ કરવાથી પિતૃ નારાજ થાય છે, તેના બદલે પિતૃપક્ષમાં પશુ-પક્ષીઓની સેવા કરવી જોઈએ.
  • પિતૃ પક્ષ દરમિયાન માત્ર માંસાહારી જ નહીં પરંતુ કેટલીક શાકાહારી વસ્તુઓ પણ ખાવી વર્જિત માનવામાં આવે છે. આ દિવસોમાં ગોળ, કાકડી, ચણા, જીરું અને સરસવના શાક ન ખાવું વર્જિત  છે.
  • પિતૃ પક્ષ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. પિતૃ પક્ષમાં લગ્ન, મુંડન, સગાઈ અને ગૃહપ્રવેશ જેવા માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન શોકનું વાતાવરણ હોય છે, તેથી આ દિવસોમાં કોઈપણ શુભ કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Monkeypox:  દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Monkeypox: દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Vinesh Phogat: જે વિનેશ ફોગાટને મળી હતી કરોડોની ઓફર, તેનું કોંગ્રેસમાં જોડાવાનું સાચું કારણ હવે આવ્યું સામે
Vinesh Phogat: જે વિનેશ ફોગાટને મળી હતી કરોડોની ઓફર, તેનું કોંગ્રેસમાં જોડાવાનું સાચું કારણ હવે આવ્યું સામે
Advertisement
ABP Premium

વિડિઓઝ

BJP Membership Drive | હવે મહેસાણામાં ભાજપ સદસ્યતા અભિયાનનો વિવાદ, હોસ્પિટલના સ્ટાફ સામે લાગ્યો આરોપNavsari Rain | ગણદેવી અને બિલીમોરા તાલુકામાં ભારે વરસાદ, જુઓ અહેવાલOne Nation, One Election | વન નેશન, વન ઇલેક્શનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલSabarkantha Accident|  ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને મારી ટક્કર, માતા-પુત્રનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Monkeypox:  દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Monkeypox: દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Vinesh Phogat: જે વિનેશ ફોગાટને મળી હતી કરોડોની ઓફર, તેનું કોંગ્રેસમાં જોડાવાનું સાચું કારણ હવે આવ્યું સામે
Vinesh Phogat: જે વિનેશ ફોગાટને મળી હતી કરોડોની ઓફર, તેનું કોંગ્રેસમાં જોડાવાનું સાચું કારણ હવે આવ્યું સામે
Blood Group:  વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું નવું બ્લડ ગ્રુપ, જાણો ભવિષ્યમાં તેનાથી શું ફાયદા થશે
Blood Group: વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું નવું બ્લડ ગ્રુપ, જાણો ભવિષ્યમાં તેનાથી શું ફાયદા થશે
One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે
One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે
Indus Waters Treaty: હવે બહુ થયું! ભારતે લીધો મોટો નિર્ણય, જાણો કયા મામલે પાકિસ્તાનને ફટકરી નોટિસ
Indus Waters Treaty: હવે બહુ થયું! ભારતે લીધો મોટો નિર્ણય, જાણો કયા મામલે પાકિસ્તાનને ફટકરી નોટિસ
Anil Ambani Stocks: અનિલ અંબાણીની આ કંપનીઓ દેવા મુક્ત થતા જ શેર બન્યા રોકેટ, રોકાણકારો થઈ ગયા માલામાલ
Anil Ambani Stocks: અનિલ અંબાણીની આ કંપનીઓ દેવા મુક્ત થતા જ શેર બન્યા રોકેટ, રોકાણકારો થઈ ગયા માલામાલ
Embed widget