(Source: ECI/ABP News/ABP Majha)
Shravan Somvar 2022: ક્યારે છે શ્રાવણનો પહેલો સોમવાર, પવિત્ર શ્રાવણ માસમાં ભોલેનાથને અર્પણ કરો આ 5 અનાજ
Shravan 2022- પવિત્ર શ્રાવણ માસ એવો છે કે જેમાં ભગવાન શિવને અનેક પ્રકારના અનાજ અર્પણ કરવાનું મહત્વ અને છે. તે
Shravan 2022: ભગવાન ભોળાનાથનો પ્રિય મહિનો શ્રાવણ, 29 જુલાઈ, 2022થી શરૂ થઈ રહ્યો છે. શ્રાવણનો પહેલો સોમવાર 1 ઓગસ્ટે આવશે. આ સમગ્ર મહિનામાં ભગવાન મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જળ ચઢાવવાથી પણ મહાદેવ પ્રસન્ન થાય છે. પરંતુ પવિત્ર શ્રાવણ માસ એવો છે કે જેમાં ભગવાન શિવને અનેક પ્રકારના અનાજ અર્પણ કરવાનું મહત્વ અને છે. તેનાથી ભગવાન ભોલેનાથ પોતાના ભક્તોના કષ્ટોનો નાશ કરે છે અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.
અક્ષત (ચોખા)
શ્રાવણ મહિનામાં શિવલિંગ પર અક્ષત અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવને મુઠ્ઠીભર ચોખા અર્પણ કરવાથી જાતકો લક્ષ્મી મળે છે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો તે પણ જલ્દી પાછા મળી જશે. મહાદેવને અર્પણ કરાતાં ચોખા તૂટેલા ન હોય તેનું ધ્યાન રાખવું.
કાળા તલ
એવું માનવામાં આવે છે કે જે લોકો ભોલેનાથને કાળા તલ ચઢાવે છે, તેમના જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહે છે. આકસ્મિક પરેશાનીઓમાંથી પણ રાહત મળે છે.
તુવેર દાળ
આખા શ્રાવણ મહિના દરમિયાન શિવને તુવેરની દાળ અર્પણ કરો.આનાથી ભક્તોના જીવનમાં ધન-ઐશ્વર્ય અને સુખ-સમૃદ્ધિમાં વધારો થશે.આ ઉપરાંત દુ:ખથી પણ મુક્તિ મળે છે.
મગ
જો તમારા વિશેષ કાર્યમાં વિધન આવતાં હોય તો ભોલેનાથને મુઠ્ઠીભર મૂગ અર્પણ કરો. આમ કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને ઈચ્છિત ફળ આપે છે. જો તમે આખા મહિના સુધી આ ઉપાય ન કરી શકતા હોવ તો શ્રાવણના સોમવારે આ ઉપાય કરી શકો છો.
જવ-ઘઉં
શિવલિંગ પર જવ અર્પણ કરવાથી સાંસારિક સુખ મળે છે.જ્યારે ઘઉં અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિનું સુખ મળે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.