(Source: ECI/ABP News/ABP Majha)
Shravan 2024: શ્રાવણ મહિનામાં આ વસ્તુઓથી કરો શિવલિંગ પર અભિષેક, સાડાસાતીથી મળશે છૂટકારો
Shravan 2024: શ્રાવણ મહિનો ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. જ્યોતિષ અનુસાર, મહાદેવની પૂજા કરવાથી શનિદેવની સાડાસાતીની અસર દૂર થાય છે
Shravan 2024: હિંદુ ધર્મમાં દર મહિને કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા માટે સમર્પિત હોય છે. તેવી જ રીતે શ્રાવણ મહિનો દેવાના દેવ મહાદેવ ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. થોડા જ દિવસોમાં શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા અને મોક્ષ પ્રદાતા પણ કહેવામાં આવે છે. હાલમાં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે. શનિદેવ 29 માર્ચ 2025 સુધી આ રાશિમાં રહેશે. આ દિવસે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ અનુસાર, મહાદેવની પૂજા કરવાથી શનિદેવની સાડાસાતીની અસર દૂર થાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ સાડાસાતીથી પીડિત છો તો તમે શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવને આ વસ્તુઓથી અભિષેક કરી શકો છો.
સાડાસાતી 2024 માટેના ઉપાયો
કર્મોના ફળ આપનાર શનિ દેવ ભગવાન શિવના ઉપાસક છે શનિ દેવ પણ મહાદેવની પૂજા કરે છે. ભગવાન શિવના વરદાનને કારણે જ શનિદેવને ન્યાય કરવાનો અધિકાર મળ્યો હતો. આ રીતે ભગવાન શિવની પૂજા કરવાથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે સ્નાન અને ધ્યાન પછી ગંગા જળમાં કાળા તલ નાખીને ભગવાન શિવનો અભિષેક કરો. અભિષેક કરતી વખતે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
શનિના સાડાસાતીથી છૂટકારો મેળવવા માટે શ્રાવણ મહિનામાં દરરોજ સ્નાન અને ધ્યાન કર્યા પછી ગંગા જળમાં બેલપત્ર નાખી શિવ મંદિરમાં શિવલિંગનો અભિષેક કરો. આ સમયે પૂજાના અંતે શિવ પંચાક્ષરી મંત્રનો જાપ કરો. પૂજાના અંતમાં સાડાસાતીથી છૂટકારા માટે પ્રાર્થના કરો. જો તમે શનિદેવને પ્રસન્ન કરવા માંગતા હોવ તો શ્રાવણ મહિનાના સોમવારે ગંગાજળમાં અડદની આખી દાળ નાખીને ભગવાન શિવનો અભિષેક કરો. આ ઉપાય અપનાવાથી તમને સાડાસાતીથી પણ છૂટકારો મળી શકે છે.
જો તમે ધન લાભ ઇચ્છો છો અથવા આર્થિક સંકટ દૂર કરવા માંગો છો તો શ્રાવણ મહિનામાં દરરોજ શેરડીના રસથી મહાદેવનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે. જો તમે સંકટમોચન હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો તો શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવને મધનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિ પર શનિદેવની કૃપા વરસે છે અને શનિદેવની કૃપાથી સાડાસાતીનો પ્રભાવ દૂર થાય છે.