(Source: ECI/ABP News/ABP Majha)
Solar Eclipse 2022 Live : સૂર્યગ્રહણ પૂરું, હવે 8 નવેમ્બરે થશે ચંદ્રગ્રહણ
Solar Eclipse: સૂર્યગ્ર હણનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. વર્ષ 2022નું અંતિમ સૂર્યગ્રહણ આજે થશે.પંચાંગ અનુસાર આ સૂર્ય ગ્રહણ તુલા રાશિમાં થશે.
LIVE
Background
Solar Eclipse: સૂર્યગ્ર હણનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. વર્ષ 2022નું છેલ્લું સૂર્ય ગ્રહણ 25 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે, જે આંશિક સૂર્ય ગ્રહણ હશે. પંચાંગ અનુસાર આ સૂર્ય ગ્રહણ તુલા રાશિમાં થશે. ગ્રહણ દરમિયાન મંદિરો બંધ હોય છે પરંતુ આ દરમિયાન રાજ્યમાં ગ્રહણ કાળ દરમિયાન એક માત્ર શામળાજી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે.
ગ્રહણ કાળ દરમિયાન મંદિર કેમ ખુલ્લું રહેશે ?
ભક્તો ભગવાન સન્મુખ બેસી મંત્ર જાપ કરી શકે તે માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે. ગ્રહણ દરમિયાન ભગવાન સન્મુખ બેસી મંત્ર જાપનું વિશેષ મહત્વ છે. ગ્રહણ દરમિયાન મંત્ર જાપનું 100 ગણું ફળ મળતું હોવાની માન્યતા છે. ગ્રહણ સાંજે 4.35 કલાકે શરૂ થશે અને મોક્ષ 6.26 કલાકે થશે. ગ્રહણનો કુલ સમય 1 કલાક અને 54 મિનિટ રહેશે.
સૂર્યગ્રહણ દરમિયાન ન કરો આ કામ
- સૂર્યગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી, કારણ કે સૂર્યગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા વધે છે. આવી સ્થિતિમાં શુભ કાર્યનું પરિણામ શુભ નથી મળતું.
- સૂર્યગ્રહણ દરમિયાન સોયમાં દોરો ન પરોવવો જોઈએ.
- સૂર્યગ્રહણ દરમિયાન વ્યક્તિએ ન તો રાંધવું જોઈએ અને ન ખાવું જોઈએ.
- સૂર્યગ્રહણ દરમિયાન કોઈપણ વસ્તુ કાપવી અને છોલવી ન જોઈએ.
- સૂર્યગ્રહણ દરમિયાન, ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ, છરી, કાતર અથવા કોઈપણ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને આ વસ્તુઓ હાથમાં પણ ન લેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે નહીંતર બાળકમાં શારીરિક ખામીઓ ઊભી થઈ શકે છે.
- ગ્રહણ દરમિયાન મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.
આ લોકો ન જુઓ સૂર્ય ગ્રહણ
પંચાંગ અનુસાર 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ તુલા અને સ્વાતિ નક્ષત્રમાં થશે. આ કારણે સ્વાતિ નક્ષત્રમાં જન્મેલા લોકોએ આ સૂર્યગ્રહણ ન જોવું જોઈએ. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આવા લોકો પર સૂર્યનો પ્રભાવ ઘણો વધારે હોય છે.
ગર્ભવતી મહિલાઓએ સૂર્ય ગ્રહણ દરમિયાન ન કરવું જોઈએ આ કામ
- સગર્ભા સ્ત્રીઓએ સુતક કાળથી લઈને ગ્રહણ કાળ સુધી કોઈપણ તીક્ષ્ણ વસ્તુ જેવી કે છરી, કાતર વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ.
- ગ્રહણ દરમિયાન સગર્ભા સ્ત્રીઓએ સિલાઈ ન કરવી જોઈએ.
- સૂર્યગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળવું જોઈએ. તમારા પેટના વિસ્તાર પર ગેરુ લગાવો. એવું માનવામાં આવે છે કે આમ ન કરવાથી ગર્ભસ્થ બાળકને નુકસાન થાય છે.
- સગર્ભા સ્ત્રીઓએ સૂર્યગ્રહણ દરમિયાન શાકભાજી ન કાપવી જોઈએ અથવા અન્ય કોઈ ઉપકરણનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બાળકમાં શારીરિક ખોડ આવે છે.
સૂર્યગ્રહણ પૂરું
વર્ષ 2022નું અંતિમ સૂર્યગ્રહણ પૂરું થઈ ગયું છે. હવે 8 નવેમ્બરે ચંદ્ર ગ્રહણ થશે.
ગ્રહણ પૂર્ણ થયા પછી કરો આ કામ
- ગ્રહણ પૂર્ણ થયા બાદ ગંગામાં સ્નાન કરવું જોઈએ.
- ગ્રહણ પછી દાન કરો.
- ગ્રહણ પછી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ.
- ગ્રહણ પછી પૂજા કરવી જોઈએ. પૂજા સ્થાન પર ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ
દિલ્હીમાં સૂર્યગ્રહણીની તસવીર
#PartialSolarEclipse seen in the sky of Delhi
— ANI (@ANI) October 25, 2022
(Pic Source: Arjan Bedi) pic.twitter.com/Q8dDA7eyFq
બેંગ્લુરુમાં જોવા મળ્યું આંશિક સૂર્યગ્રહણ
#PartialSolarEclipse as seen in Bengaluru, Karnataka. pic.twitter.com/q9Wo5zZo1Q
— ANI (@ANI) October 25, 2022
કોલકાતામાં સૂર્યાસ્ત જોવા મળ્યો હતો
પશ્ચિમ બંગાળ: આંશિક સૂર્યગ્રહણ ચાલી રહ્યું છે, જે ઉત્તરપૂર્વના કેટલાક ભાગો સિવાય ભારતના મોટાભાગના ભાગોમાં દેખાય છે. વીડિયો કોલકાતાનો છે જ્યાં સુંદર સૂર્યાસ્ત જોવા મળ્યો હતો
#WATCH पश्चिम बंगाल: आंशिक सूर्य ग्रहण चल रहा है, जो पूर्वोत्तर के कुछ हिस्सों को छोड़कर भारत के अधिकांश हिस्सों में दिखा। वीडियो कोलकाता का है जहां खूबसूरत सूर्यास्त देखा गया।#SuryaGrahan pic.twitter.com/yHGN0dkhEL
— ANI_HindiNews (@AHindinews) October 25, 2022
જમ્મુ અને ચંદીગઢમાં અદભૂત નજારો
જમ્મુ અને ચંદીગઢમાં સૂર્યગ્રહણને લઈ અદભૂત નજારો જોવા મળ્યો છે.
The astronomical wonder of a partial solar eclipse witnessed in Jammu (pic 1) and Chandigarh (pic 2) https://t.co/LZvMRPrOyR pic.twitter.com/4jNfdJJhHt
— ANI (@ANI) October 25, 2022