Somwar Vrat: આજે છે મહાદેવને પ્રિય સોમવાર, આ લોકો માટે છે લાભકારી આજના દિવસનું વ્રત
Monday Remedies: સોમવારે ભગવાન ભોલેનાથની પૂજા કરવાની સાથે જો તમે સફેદ, લીલા, પીળા વસ્ત્રો પહેરો છો તો તમારો આત્મવિશ્વાસ વધે છે.
![Somwar Vrat: આજે છે મહાદેવને પ્રિય સોમવાર, આ લોકો માટે છે લાભકારી આજના દિવસનું વ્રત Somwar Vrat: Today is Monday dear to Mahadev, this is a beneficial day's fast for people Somwar Vrat: આજે છે મહાદેવને પ્રિય સોમવાર, આ લોકો માટે છે લાભકારી આજના દિવસનું વ્રત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/06/63bfd6e0412bc8da4bb6ea87c694d07c166773474996276_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Somwar Vrat: સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન ભોળાનાથ ભક્તો પર સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી અને તેનાથી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. પુરાણો અનુસાર શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ ચડાવવાથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને જીવનની તમામ બાધાઓ દૂર થઈ જાય છે. સોમવારનો દિવસ ભગવાન શિવ અને ચંદ્રદેવ સાથે સંબંધિત છે. સુખ-સમૃદ્ધિ, માનસિક શાંતિ, સ્વાસ્થ્ય અને પ્રસન્નતા માટે સોમવારે વ્રત કરવું જોઈએ.
આવો જાણીએ કોના માટે સોમવારે વ્રત રાખવું ફાયદાકારક રહેશે.
- જે લોકો ઉગ્ર સ્વભાવ ધરાવતા હોય તેમણે સોમવારે વ્રત અવશ્ય રાખવું. આના કારણે આક્રમકતામાં ઘટાડો થાય છે અને તેમનો સ્વભાવ ખુશખુશાલ બને છે.
- જો તમે સતત માનસિક સમસ્યાઓ અથવા તણાવનો સામનો કરી રહ્યા છો, તો તેનું કારણ ચંદ્ર દોષ હોઈ શકે છે. એટલા માટે આવી સ્થિતિમાં તમારે સોમવારે વ્રત રાખવું જોઈએ અને ચંદ્રદેવની પૂજા પણ કરવી જોઈએ.
- કર્ક રાશિવાળા લોકોએ પણ સોમવારે વ્રત રાખવું જોઈએ. કારણ કે કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગ્રહ છે. એટલા માટે તમારી રાશિ કર્ક છે, તો તમારે પણ સોમવારનું વ્રત અવશ્ય રાખવું.
- જો તમારી કુંડળીમાં ચંદ્ર શનિ સાથે હોય તો વિષ યોગ બને છે. આ સ્થિતિમાં તમારે જ્યોતિષ દ્વારા જણાવેલા ઉપાય કરવા જોઈએ અને સોમવારે વ્રત પણ રાખવું જોઈએ.
- જન્મ પત્રિકાના છઠ્ઠા, સાતમા કે આઠમા ભાવમાં ચંદ્ર હોય તો પણ સોમવારે ઉપવાસ ફળદાયી સાબિત થાય છે. આવી સ્થિતિમાં સોમવારે વ્રત રાખો.
- સારા વરની ઈચ્છા રાખવા માટે અવિવાહિત છોકરીઓ સોમવારે વ્રત રાખી શકે છે. સોમવારે વ્રત રાખવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી સારા વરની પ્રાપ્તિ થાય છે અને દાંપત્ય જીવન પણ સુખી બને છે.
કષ્ટોમાંથી મુક્તિ મેળવવા માટે સોમવારે કરો આ ઉપાયો
- સોમવારે ભગવાન ભોલેનાથની પૂજા કરવાની સાથે જો તમે સફેદ, લીલા, પીળા વસ્ત્રો પહેરો છો તો તમારો આત્મવિશ્વાસ વધે છે.
- સવારે સ્નાન કર્યા પછી ભગવાન ભોલેનાથને ગંગાજળ ચઢાવવું, જળ અર્પિત કરવું અને અક્ષત અર્પણ કરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
- બિલીપત્ર અને ધતુરા ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય છે. સોમવારે મંદિરમાં જઈને બિલીપત્ર અને ધતુરા અર્પણ કરવાથી તમારો વેપાર વધશે, નોકરીમાં પ્રમોશન થશે, શિક્ષણ સંબંધિત સમસ્યા હલ થશે.
- અથાક પ્રયત્નો કર્યા પછી પણ જો તમે આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો સોમવારે મંદિરમાં જઈને 108 વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઇચ્છિત પરિણામ આપે છે.
- જોપિતૃ દોષમાંથી મુક્તિ મળી ન રહી હોવાની શંકા હોય તો સોમવારે ચોખા સાથે કાળા તલ મિક્સ કરીને દાન કરો. તેનાથી પિતૃ દોષ દૂર થશે અને તમારા કષ્ટ દૂર થશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)