(Source: ECI/ABP News/ABP Majha)
Astrology: આ રાશિના લોકોને પ્રેમમાં સફળતા મેળવવા કરવો પડે છે સંઘર્ષ, શું તમારુ નામ છે લિસ્ટમા?
રાશિઓ માનવીઓની સફળતા અને નિષ્ફળતાના સંકેતો આપે છે. પ્રેમની બાબતમાં ઘણી વખત સફળતા મળતી નથી
Astrology, Zodiac Sign: રાશિઓ માનવીઓની સફળતા અને નિષ્ફળતાના સંકેતો આપે છે. પ્રેમની બાબતમાં ઘણી વખત સફળતા મળતી નથી. કહેવાય છે કે સાચો પ્રેમ નસીબદારને જ મળે છે. સાચો પ્રેમ મેળવવા સંઘર્ષ કરવો પડે છે.
તુલા રાશિ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિ પ્રમાણે તુલા રાશિને પાંચમી રાશિ માનવામાં આવે છે. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. શુક્રને આનંદ, પ્રેમ, રોમાન્સ વગેરેનો કારક પણ માનવામાં આવે છે. તુલા રાશિને અગ્નિ તત્વની નિશાની માનવામાં આવે છે. આ રાશિ શનિને પણ પ્રિય છે. શનિના પ્રભાવને કારણે તુલા રાશિના લોકોને નિયમો અને અનુશાસન વધુ પ્રિય હોય છે. શનિના કારણે ક્યારેક અવરોધોનો સામનો કરવો પડે છે. કારણ કે મહેનત કર્યા પછી જ શનિ ફળ આપે છે. તેથી આ રાશિના લોકોએ હિંમત ન હારવી જોઈએ.
મકર - મકર રાશિના સ્વામી શનિદેવ છે. જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, શનિને પોતાના કાર્યોના આધારે શુભ અને અશુભ ફળ આપવાનો અધિકાર છે. મકર રાશિના લોકોને પ્રેમના મામલામાં સંઘર્ષ કરવો પડશે. જ્યારે શનિ અશુભ હોય છે, ત્યારે તે મકર રાશિના લોકોને પ્રેમમાં નિષ્ફળતા પણ આપે છે. મકર રાશિના લોકોએ શનિદેવને શાંત કરવા માટે શનિદેવની પૂજા કરવી જોઈએ અને ખોટી સંગતથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.
કુંભ - રાશિ પ્રમાણે તમામ રાશિઓમાં કુંભ રાશિનું સ્થાન 11મું માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના સ્વામી શનિદેવ સ્વયં છે. જ્યોતિષમાં શનિની પ્રકૃતિ ક્રૂર હોવાનું કહેવાય છે. શનિને તમામ ગ્રહોનો ન્યાયાધીશ કહેવામાં આવે છે. તે કળિયુગના મેજિસ્ટ્રેટ પણ છે. જ્યારે કુંભ રાશિ માટે શનિ અશુભ હોય છે ત્યારે પ્રેમ મેળવવા માટે અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. ઘણો સંઘર્ષ કરવો પડે છે.