Vastu Tips: ઘરનું આ રીતે કરો ઇન્ટીરિયર, દૂર થશે આર્થિક પરેશાની, વાસ્તુના નિયમ જાણી લો
Vastu Tips: ભૌતિક સુખ સુવિધા દરેક વ્યક્તિના જીવનમો મહત્વનો મુદ્દો છે. કેટલાક લોકોને આ વૈભવ માટે સંઘર્ષ કરવો પડે છે તો કેટલાકને સરળતાથી મળી જાય છે. વાસ્તુના નિયમોને અનુસરીને ધન વૈભવની આશિષ મેળવી શકાય છે.
Vastu Tips: ભૌતિક સુખ સુવિધા દરેક વ્યક્તિના જીવનમો મહત્વનો મુદ્દો છે. કેટલાક લોકોને આ વૈભવ માટે સંઘર્ષ કરવો પડે છે તો કેટલાકને સરળતાથી મળી જાય છે. વાસ્તુના નિયમોને અનુસરીને ધન વૈભવની આશિષ મેળવી શકાય છે.
પૈસા આપણી જિંદગીનો સૌથી મહત્વનો હિસ્સો છે. જેને મેળવવા માટે દરેક વ્યક્તિ સંઘર્ષ કરતી જોવા મળે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો યોગ્ય સ્થાને યોગ્ય વસ્તુ મૂકવામાં આવે, દિશાના નિયમો જાળવવામાં આવે તો ધન વૈભવના આશિષ મેળવી શકાય છે.
ઉત્તર પૂર્વી દિશામાં રાખો કુબેર યંત્ર
વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન કુબેર ધનના દેવતા છે. ઉત્તર પૂર્વ દિશા કુબેરની છે. જો આ દિશામા જૂતા ચપ્પલ, કે અન્ય ભારે ભરખમ સામાન રાખવામાં આવે તો તે કુબેરની કૃપાને અવરોધે છે. ઘરની ઉતર દિશામાં દર્પણ અથવા કુબેર યંત્ર લગાવવાથી ધનપ્રાપ્તિના નવા અવસર ખુલે છે.
દક્ષિણી પશ્ચિમ દિશામાં લોકર રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર આર્થિક સ્થિરતા માટે ઘરના પશ્ચિમ દક્ષિણ દિશામાં ધન રાખવું શુભ ગણાય છે. ઘન સિવાય આભૂષણ, સોના ચાંદી વગેરે કિંમતી વસ્તુઓ દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખી શકાય. વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિશામાં રાખેલી વસ્તુઓની વૃદ્ધિ થાય છે. જેથી સોના-ચાંદીના આભૂષણ અને રોકડ રકમ આ દિશામાં રાખવાનું વિધાન છે.
ઘરને અવ્યવસ્થિત ન રાખો
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની પોઝિટિવ નેગેટિવ વસ્તુનો પ્રભાવ સંબંઘ અને સ્વાસ્થ્ય અને આર્થિક બાબતો પર પણ પડે છે. આ માટે જરૂરી છે કે, ઘર અવ્યવસ્થિત ન હોય. આ સિવાય ઘરના દરવાજા અને બારીઓ પણ સ્વચ્છ રાખવા અને સ્ટોરરૂમમાં સ્વચ્છ રાખવો. આવું કરવાથી પણ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ધનધાન્યની વૃદ્ધિ થાય છે.
મુખ્ય દરવાજો અને વાસ્તુ
વાસ્તુ મુજબ ઘરનું મુખ્ય દ્રાર સકાત્મક ઊર્જા અને સમૃદ્ધિનું સ્વાગત કરતું હોવું જોઇએ. સુનિશ્ચિત કરો કે મુખ્ય દરવાજામાં કોઇ તિરાડ ન હોય અને મુખ્ય દ્વાર આકર્ષક હોય. ઘરનું મુખ્ય દ્રાર દક્ષિણ દિશામાં ન હોવું જોઇએ.