કરોડપતિ બનવા માટે તમારે SIP માં બસ આટલી રકમનું કરવું પડશે રોકાણ, જાણો કેલક્યુલેશન
ઘણા રોકાણકારો પોતાના માટે ધ્યેય નક્કી કર્યા પછી SIP દ્વારા રોકાણ કરવાનું પસંદ કરે છે. જો તમે લાંબા સમય સુધી નાની રકમનું રોકાણ પણ કરવા માંગતા હોય તો તમે SIP કરી શકો છો.

SIP Investmen Tips: ભારતીય રોકાણકારો વધુને વધુ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) ને એક સક્ષમ રોકાણ વિકલ્પ તરીકે વિચારી રહ્યા છે. ઘણા રોકાણકારો પોતાના માટે ધ્યેય નક્કી કર્યા પછી SIP દ્વારા રોકાણ કરવાનું પસંદ કરે છે. જો તમે લાંબા સમય સુધી નાની રકમનું રોકાણ પણ કરવા માંગતા હોય તો તમે SIP કરી શકો છો. SIP માં તમે લાંબા સમય સુધી રોકાણ કરી ખૂબ જ મોટુ ફંડ બનાવી શકો છો.
જોકે, SIP રોકાણો શેરબજાર પર આધાર રાખે છે અને તેથી, વળતરમાં વધઘટ થઈ શકે છે. જો તમે SIP દ્વારા કરોડો રૂપિયાનું ભંડોળ બનાવવા માંગતા હોય તો અમે તમને ગણતરીઓ દ્વારા માર્ગદર્શન આપીશું.
એક કરોડ રૂપિયાના ભંડોળ માટે SIP રોકાણ
જો તમે દર મહિને રૂ. 12,000 ની SIP શરૂ કરો છો અને આ રોકાણ લગભગ 19 વર્ષ સુધી ચાલુ રાખો છો તો તમારું કુલ રોકાણ રૂપિયા 27,36,000 થશે. જો તમે અંદાજિત SIP વળતર 12% મેળવો છો તો તમારી પાસે નોંધપાત્ર ભંડોળ હશે.
આ લાંબા ગાળાના રોકાણની ચાવી ચક્રવૃદ્ધિ છે. જો બધી બજાર પરિસ્થિતિઓ અનુકૂળ રહે છે તો 19 વર્ષ પછી તમારી પાસે ₹1,05,03,905 કરોડનું ભંડોળ હશે. આ કુલ વળતરમાંથી તમને આશરે ₹77,67,905 લાખ વ્યાજ મળશે.
SIP નો સૌથી મોટો ફાયદો એ છે કે તમે નાની રકમથી પણ રોકાણ શરૂ કરી શકો છો, જે સમય જતાં ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિને કારણે એક મોટી સંપત્તિમાં પરિવર્તિત થાય છે.
SIP શું છે ?
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) નો ઉપયોગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે થાય છે. આ પદ્ધતિમાં નિયમિત અંતરાલે અને ચોક્કસ સમયગાળા માટે નાની રકમનું રોકાણ કરવાનો સમાવેશ થાય છે. આ પદ્ધતિ વ્યક્તિઓને લાંબા સમય સુધી મોટી ભંડોળ બનાવવાની મંજૂરી આપે છે. જો કે, SIP રોકાણો બજારના જોખમોને આધીન છે.
Disclaimer: આ લેખ માત્ર માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com ક્યારેય અહીં રોકાણ કરવાની ભલામણ કરતું નથી.)



















