Mahakumbh 2025: મહામંડલેશ્વર બન્યા બાદ મમતા કુલકર્ણીનો કોણ ઉઠાવશે ખર્ચ, જાણી લો
Mamta Kulkarni Expenses: મમતા કુલકર્ણી બૉલીવૂડ અભિનેત્રી તરીકે પ્રખ્યાત રહી છે. તેઓ કિન્નર અખાડામાં જોડાયા અને મહામંડલેશ્વરનું પદ ગ્રહણ કર્યું

Mamta Kulkarni Expenses: પ્રયાગરાજના મહાકુંભમાં બૉલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણી કિન્નર અખાડાના મહામંડલેશ્વર બની છે. કિન્નર અખાડા એ ભારતમાં કિન્નર- ટ્રાન્સજેન્ડર સમુદાયની ધાર્મિક સ્થિતિ અને સામાજિક સુરક્ષા સાથે સંબંધિત મહત્વપૂર્ણ સંસ્થાઓમાંની એક છે. આ સમુદાય પોતાના ધાર્મિક અને સામાજિક અધિકારો માટે લડતો રહ્યો છે અને મહાકુંભ જેવા કાર્યક્રમોમાં પણ તેની મુખ્ય ભૂમિકા જોવા મળે છે. પરંતુ, સવાલ એ ઊભો થાય છે કે બૉલીવૂડ અભિનેત્રીમાંથી મહામંડલેશ્વરનું પદ સંભાળનાર મમતા કુલકર્ણીનો ખર્ચ કોણ ઉઠાવશે. જાણો અહીં મમતા કુલકર્ણીનો ખર્ચ કોણ ઉઠાવશે...
મમતા કુલકર્ણી અને કિન્નર અખાડાની પ્રમખતા
મમતા કુલકર્ણી બૉલીવૂડ અભિનેત્રી તરીકે પ્રખ્યાત રહી છે. તેઓ કિન્નર અખાડામાં જોડાયા અને મહામંડલેશ્વરનું પદ ગ્રહણ કર્યું. તેમના આ પગલાથી ટ્રાન્સજેન્ડર સમુદાયમાં આદર અને ઓળખને એક નવું પરિમાણ મળ્યું. મમતાએ ટ્રાન્સજેન્ડર સમુદાયના અધિકારોનું રક્ષણ કરવા અને સમાજમાં સમાનતા તરફ આગળ વધવા માટે પહેલ કરી. આ સાથે તેમણે સમાજ માટેના વિવિધ ધાર્મિક કાર્યોમાં પણ સક્રિયપણે ભાગ લીધો, જે અખાડા માટે મહત્વપૂર્ણ હતા.
કિન્નર અખાડાની સંપિતની માહિતી
કિન્નર અખાડાની સંપત્તિ મુખ્યત્વે તેમના ધાર્મિક કાર્યક્રમો, આશ્રમો, દાન અને પ્રસાદ સાથે સંબંધિત છે. જોકે, કિન્નર અખાડો મુખ્ય અખાડાઓની તુલનામાં મિલકતની દ્રષ્ટિએ નાનો છે. તેમ છતાં, તેની પાસે કેટલીક નોંધપાત્ર સંપત્તિઓ છે, જે તેના દૈનિક કાર્યો ચલાવવા માટે પૂરતી છે.
જમીન અને રોકડ: -
કિન્નર અખાડા ભારતમાં વિવિધ સ્થળોએ જમીન અને ધાર્મિક આશ્રમોના રૂપમાં મિલકત ધરાવે છે. એક અંદાજ મુજબ, કિન્નર અખાડા પાસે ૫-૭ કરોડ રૂપિયાની સંપત્તિ હોઈ શકે છે, જેમાં પ્રાઇમ જમીન, આશ્રમો અને ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે.
દાન અને ભેટો: -
કિન્નર અખાડાને દર વર્ષે ૫૦ લાખ રૂપિયાથી ૧ કરોડ રૂપિયા સુધીનું દાન અને ભેટો મળે છે, જેનો ઉપયોગ તેમના ધાર્મિક કાર્યો અને કાર્યક્રમના ખર્ચ માટે થાય છે. ખાસ પૂજા અને કાર્યક્રમો દરમિયાન આ રકમ વધુ વધે છે. મહાકુંભ અને અન્ય ધાર્મિક મેળાઓ જેવા ખાસ પ્રસંગોએ તેમની આવક વધે છે, જે 2-3 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.
આશ્રમો અને ધાર્મિક કેન્દ્રો: -
કિન્નર અખાડાના આશ્રમો અને ધાર્મિક કેન્દ્રોની જાળવણી અને સંચાલનનો ખર્ચ 20 લાખથી 30 લાખ રૂપિયા થાય છે. આ કેન્દ્રોમાંથી તેઓ આવક પણ મેળવે છે, પરંતુ ખર્ચનો મોટો ભાગ અનુદાન અને દાન દ્વારા પૂર્ણ થાય છે.
મહામંડલેશ્વર બન્યા બાદ મમતા કુલકર્ણીની જવાબદારી અને ખર્ચ
મહામંડલેશ્વર બન્યા પછી મમતા કુલકર્ણી જેવી વ્યક્તિની જવાબદારી વધી જાય છે અને આ સ્થિતિમાં અખાડાને તેમના ધાર્મિક અને સામાજિક કાર્ય માટે વધારાનો ખર્ચ ઉઠાવવો પડે છે. આમાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે ધાર્મિક કાર્યક્રમો, સામાજિક કલ્યાણ કાર્યક્રમો, રહેઠાણ અને તબીબી સુવિધાઓનો ખર્ચ શામેલ છે. એવો પણ અંદાજ છે કે આવા કામો માટે વાર્ષિક 1 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે.
કિન્નર અખાડા ઉઠાવશે મમતા કુલકર્ણીનો ખર્ચ
મમતા કુલકર્ણીનો ખર્ચ મુખ્યત્વે ટ્રાન્સજેન્ડર સમુદાય દ્વારા આપવામાં આવેલા દાન, ભેટ અને યોગદાન દ્વારા ઉઠાવવામાં આવશે. કિન્નર અખાડાને દર વર્ષે દાન અને પ્રસાદ મળે છે, જેમાંથી તેમની ધાર્મિક પ્રવૃત્તિઓ અને મહામંડલેશ્વરનો ખર્ચ પૂર્ણ થાય છે. આ યોગદાન કિન્નર સમાજના સભ્યો, અનુયાયીઓ અને સમર્થકો તરફથી આવે છે.
આ પણ વાંચો



















