શોધખોળ કરો

Vastu Tips: સૂર્યાંસ્ત બાદ ભૂલથી પણ ન કરો આ 5 કામ, આર્થિક સુખથી રહી જશો વંચિત

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સૂર્યાસ્ત પછી તમારે કેટલીક પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ, કારણ કે આનાથી નાણાકીય મુશ્કેલીઓ આવી શકે છે અને તમારું નસીબ પણ ખરાબ થઈ શકે છે. ચાલો આ કાર્યોનું વિગતવાર વિશ્લેષણ કરીએ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સૂર્યાસ્ત પછી પૈસાની લેવડ-દેવડ ન કરો, લક્ષ્મી નારાજ થાય છે.
  • સૂર્યાસ્ત પછી ઝાડૂ-પોતું ન કરો, સકારાત્મક ઊર્જા દૂર થાય છે.
  • સૂર્યાસ્ત પછી દૂધ, મીઠું, ડુંગળી જેવી વસ્તુઓનું દાન ટાળો.
  • સૂર્યાસ્ત સમયે ઊંઘવું ટાળો, ભાગ્ય અને માનસિક શાંતિને અસર થાય છે.

Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં જીવનને સુખમય બનાવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવાની વાત કહેવામાં આવી છે. એ જ રીતે વાસ્તુ શાસ્ત્રમાં એ પણ જણાવાયું છે કે સૂર્યાસ્ત પછી કયા કામો કરવાથી બચવું જોઈએ. જો તમે આ કામો સૂર્યાસ્ત પછી કરો છો, તો માતા લક્ષ્મી તમારી પર નારાજ થઈ શકે છે અને ઘરમાં દુઃખ-દરિદ્રતા આવી શકે છે. ચાલો જાણીએ આ કામો વિશે.

પૈસાની લેવડ દેવડ ન કરો 
વાસ્તુ અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય પણ પૈસાની  લેવડ-દેવડ ન કરવી જોઇએ, જો તમે આવું કરો છો તો માતા લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે અને જીવનમાં આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે. આવું કરવાથી કર્જનું ભારણ પણ વધી શકે છે.

ઝાડૂ-પોતા ન કરો

ઘરને સ્વચ્છ રાખવું સારી બાબત છે, પરંતુ સૂર્યાસ્ત પછી ઝાડૂ-પોતા કરવાથી બચવું જોઈએ. વાસ્તુ અનુસાર આવું કરવાથી ઘરની સકારાત્મક ઊર્જા અને માતા લક્ષ્મી બંને ઘરથી દૂર થઈ જાય છે. જો કોઈ કારણસર સૂર્યાસ્ત પછી ઝાડૂ-પોચો કરવો પડે તો કચરો ઘરની બહાર ન ફેંકવો જોઈએ. આ કચરો બીજા દિવસે બહાર કાઢવો.

આ વસ્તુઓનું દાન ન કરો

સૂર્યાસ્ત પછી કેટલીક વસ્તુઓનું દાન કરવાથી બચવું જોઈએ. તેમાં દૂધ, દહીં, મીઠું અને ડુંગળી-લસણનો સમાવેશ થાય છે. વાસ્તુ અનુસાર આ વસ્તુઓનું દાન કરવાથી ચંદ્ર અને શુક્ર ગ્રહ નબળા બને છે અને જીવનમાંથી સુખ-શાંતિ દૂર થઈ જાય છે. સાથે જ આ વાસ્તુ દોષનું કારણ પણ બની શકે છે.

આ પણ વાંચો: જૂનમાં ગુરુ, શુક્ર અને મંગળમાં મોટું પરિવર્તન, આ રાશિની ચમકશે કિસ્મત, શરૂ થશે અચ્છે દિન

સૂવાથી બચો
સૂર્યાસ્ત દરમિયાન અથવા તરત પછી ઊંઘવું પણ શુભ માનવામાં આવતું નથી. આ સમયે જે વ્યક્તિ ઊંઘે છે, તેનું ભાગ્ય નારાજ થઈ શકે છે. સાંજના સમયે સૂવાથી માનસિક તણાવ પણ વધે છે અને માતા લક્ષ્મી પણ નારાજ થાય છે.

પૂજાસ્થળે જરૂર દીવો પ્રગટાવો

જો તમારા ઘરમાં મંદિર અથવા પૂજાસ્થળ હોય તો સૂર્યાસ્ત પછી ત્યાં જરૂર દીવો પ્રગટાવવો જોઈએ. જો દીવો પ્રગટાવી ન શકો તો મંદિર આવેલા રૂમની લાઇટ ચાલુ રાખવી જોઈએ. જો આવું ન કરો તો જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Frequently Asked Questions

સૂર્યાસ્ત પછી કયા કાર્યો કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે?

સૂર્યાસ્ત પછી પૈસાની લેવડ-દેવડ કરવી, ઝાડૂ-પોતા કરવું, દૂધ, દહીં, મીઠું, ડુંગળી-લસણ જેવી વસ્તુઓનું દાન કરવું અને સૂર્યાસ્ત સમયે સૂવું એવા કાર્યો છે જેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.

સૂર્યાસ્ત પછી પૈસાની લેવડ-દેવડ શા માટે ન કરવી જોઈએ?

વાસ્તુ અનુસાર, સૂર્યાસ્ત પછી પૈસાની લેવડ-દેવડ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે, જેના કારણે જીવનમાં આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે અને કર્જનું ભારણ વધી શકે છે.

સૂર્યાસ્ત પછી ઝાડૂ-પોતા કરવાથી શું નકારાત્મક અસર થાય છે?

વાસ્તુ શાસ્ત્ર મુજબ, સૂર્યાસ્ત પછી ઝાડૂ-પોતા કરવાથી ઘરની સકારાત્મક ઊર્જા અને માતા લક્ષ્મી બંને ઘરથી દૂર થઈ જાય છે. જો આવું કરવું જ પડે, તો કચરો ઘરની બહાર ન ફેંકવો જોઈએ.

સૂર્યાસ્ત પછી કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ?

સૂર્યાસ્ત પછી દૂધ, દહીં, મીઠું અને ડુંગળી-લસણ જેવી વસ્તુઓનું દાન કરવું ન જોઈએ. આનાથી ચંદ્ર અને શુક્ર ગ્રહ નબળા પડે છે અને જીવનમાંથી સુખ-શાંતિ દૂર થઈ શકે છે.

પૂજાસ્થળે સૂર્યાસ્ત પછી શું કરવું જોઈએ?

જો ઘરમાં પૂજાસ્થળ હોય, તો સૂર્યાસ્ત પછી ત્યાં દીવો પ્રગટાવવો જોઈએ. જો દીવો પ્રગટાવવો શક્ય ન હોય, તો પૂજાસ્થળ વાળા રૂમની લાઇટ ચાલુ રાખવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઓગસ્ટ 2026માં 4 મોટા ગ્રહ પરિવર્તન: બનશે શુભ યોગ, જાણો કઇ રાશિ માટે શરૂ થશે શુભ સમય
ઓગસ્ટ 2026માં 4 મોટા ગ્રહ પરિવર્તન: બનશે શુભ યોગ, જાણો કઇ રાશિ માટે શરૂ થશે શુભ સમય
Today's Horoscope: તુલા સહિત આ રાશિને બંપર ધનલાભ, જાણો મેષથી મીન રાશિનું રાશિફળ
Today's Horoscope: તુલા સહિત આ રાશિને બંપર ધનલાભ, જાણો મેષથી મીન રાશિનું રાશિફળ
મંગળ ગોચર 2026: 2 ઓગસ્ટે મંગળનો મિથુન રાશિમાં પ્રવેશ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ચમકશે
મંગળ ગોચર 2026: 2 ઓગસ્ટે મંગળનો મિથુન રાશિમાં પ્રવેશ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ચમકશે
27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
North Gujarat Rain : હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું દે ધનાધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધા, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધા, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી
પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Embed widget