શોધખોળ કરો

મહેનત છતાં પૈસા ટકતા નથી? તિજોરીમાં રાખી જુઓ આ વસ્તુ, બદલાઈ જશે ઘરનું ભાગ્ય!

Vastu tips for money: પવિત્ર હવનની રાખને સાચી રીતે તિજોરીમાં મૂકવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નકામા ખર્ચાઓથી બચી શકાય છે; જાણો તેને રાખવાની સાચી રીત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઘરમાં પૈસા ટકતા ન હોય તો હવનની રાખ ઉપાય કારગત.
  • હવનની રાખ પવિત્રતા અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક.
  • તિજોરીમાં રાખ રાખવાથી નકારાત્મકતા દૂર, આવકમાં સ્થિરતા.
  • રાખને લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખવાથી લક્ષ્મી કૃપા.

Vastu tips for money: આજના સમયમાં ઘણા લોકોની એ ફરિયાદ હોય છે કે રાત-દિવસ સખત મહેનત કરવા છતાં તેમના ઘરમાં પૈસા ટકતા નથી. મહિનાની શરૂઆતમાં બધું બરાબર લાગે છે, પણ ધીમે ધીમે નકામા ખર્ચાઓ વધવા લાગે છે અને બચત સાવ તળિયે જતી રહે છે. મોટાભાગના લોકો આને માત્ર પોતાનું ખરાબ નસીબ માની લે છે, પરંતુ વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓ મુજબ ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ આ માટે જવાબદાર હોઈ શકે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં 'હવનની રાખ' નો એક ખૂબ જ સચોટ અને સરળ ઉપાય જણાવવામાં આવ્યો છે, જે તમારા ઘરનું આખું વાતાવરણ બદલીને સુખ-સમૃદ્ધિ લાવી શકે છે.

હવનની રાખને આટલી ખાસ કેમ માનવામાં આવે છે?

આપણી સનાતન પરંપરામાં હવનને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. સદીઓથી કોઈપણ સારા કામ, પૂજા કે પ્રસંગે હવન કરવાની પ્રથા ચાલી આવી છે. હવન માત્ર પૂજાનો એક ભાગ નથી, પણ ઘરના વાતાવરણને શુદ્ધ કરવાનું એક આધ્યાત્મિક માધ્યમ છે. હવન વખતે બોલાતા મંત્રો અને અગ્નિમાં અપાતી આહુતિઓથી એક જબરદસ્ત સકારાત્મક ઉર્જા પેદા થાય છે. આ જ કારણથી હવન પૂરો થયા પછી વધેલી રાખને કોઈ સામાન્ય રાખ નથી માનવામાં આવતી, પણ તેને શુભતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે.

તિજોરીમાં હવનની રાખ કેમ રાખવી જોઈએ?

વાસ્તુશાસ્ત્ર મુજબ, તમે જ્યાં તમારા પૈસા કે કિંમતી વસ્તુઓ રાખો છો, ત્યાં સકારાત્મક ઉર્જા હોવી સૌથી વધુ જરૂરી છે. એટલા માટે જ ઘણા જાણકારો હવનની પવિત્ર રાખને તિજોરી, કેશ બોક્સ (ગલ્લા) કે કબાટમાં રાખવાની સલાહ આપે છે. આ રાખ મંત્રો અને અગ્નિની ઉર્જાથી ભરેલી હોય છે, જે પૈસા રાખવાની જગ્યાએથી નકારાત્મકતા દૂર કરે છે અને આવકમાં સ્થિરતા લાવે છે. ધાર્મિક માન્યતા એવી પણ છે કે આવી પવિત્ર વસ્તુઓ માતા લક્ષ્મીને આકર્ષે છે, જેનાથી ઘરમાં બરકત આવે છે અને બિનજરૂરી ખર્ચાઓ ધીમે ધીમે કંટ્રોલમાં આવી જાય છે.

આ પણ વાંચોઃ ગુરુ ગોચર 2026: 2 જૂને કર્ક રાશિમાં ગુરુનો પ્રવેશ, આ 4 રાશિઓનો શરૂ થશે સુવર્ણ કાળ! મળશે ડબલ લાભ!

રાખને સાચવીને તિજોરીમાં મૂકવાની સાચી રીત કઈ છે?

તિજોરીમાં રાખ મૂકતા પહેલા અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે:

સૌથી પહેલા એ ખાતરી કરી લો કે હવનની રાખ એકદમ ઠંડી થઈ ગઈ હોય.

ત્યારબાદ આ રાખને કોઈ સાફ કપડા કે ચાળણીથી ગાળી લો, જેથી તેમાંથી કચરો કે લાકડાના મોટા ટુકડા નીકળી જાય.

હવે આ સાફ કરેલી રાખને એકદમ સ્વચ્છ લાલ કપડામાં બાંધીને એક નાની પોટલી બનાવી લો. (લાલ રંગ માતા લક્ષ્મી અને શુભતાનું પ્રતીક મનાય છે).

તમે ઇચ્છો તો ધાર્મિક માન્યતા મુજબ આ રાખની સાથે એક ચાંદીનો સિક્કો અથવા પીળી કોડી પણ મૂકી શકો છો.

છેલ્લે, આ પોટલીને તમારી તિજોરી, ગલ્લા કે જ્યાં તમે અગત્યના દસ્તાવેજો અને પૈસા રાખતા હોવ ત્યાં મૂકી દો.

આ પણ વાંચોઃ સૂર્ય ગોચર 2026: ગંગા દશેરા પર સૂર્ય બદલશે નક્ષત્ર; આ ૪ રાશિઓનું ચમકશે ભાગ્ય, જુઓ લિસ્ટ

આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો:

રાખવાળી પોટલીને હંમેશા સાફ અને પવિત્ર જગ્યાએ જ રાખો.

ગંદા કે એંઠા હાથે આ રાખને ભૂલથી પણ અડકશો નહીં.

તિજોરીને હંમેશા એકદમ સાફ અને વ્યવસ્થિત રાખો, તેમાં કોઈ નકામી કે તૂટેલી વસ્તુઓ ન ભેગી કરો.

આ પવિત્ર રાખને ક્યારેય પગ પાસે કે ઘરની કોઈ અશુદ્ધ જગ્યાએ ન મૂકવી.

(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર સામાન્ય ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે. કોઈપણ ઉપાયનો અમલ કરતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.)

Frequently Asked Questions

ઘરમાં પૈસા ન ટકતા હોય તો શું કરવું જોઈએ?

ઘરમાં પૈસા ન ટકતા હોય તો વાસ્તુ મુજબ હવનની રાખનો ઉપયોગ કરી શકાય છે. આ રાખ સકારાત્મક ઉર્જા લાવે છે અને નકારાત્મકતા દૂર કરે છે.

હવનની રાખ શા માટે પવિત્ર માનવામાં આવે છે?

હવનને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. હવન દરમિયાન મંત્રો અને આહુતિઓથી ઉત્પન્ન થતી સકારાત્મક ઉર્જાને કારણે તેની રાખ શુભતાનું પ્રતીક બને છે.

તિજોરીમાં હવનની રાખ કેમ રાખવી જોઈએ?

તિજોરીમાં હવનની રાખ રાખવાથી તે જગ્યાએ સકારાત્મક ઉર્જા આવે છે, નકારાત્મકતા દૂર થાય છે અને આવકમાં સ્થિરતા આવે છે. તે માતા લક્ષ્મીને પણ આકર્ષે છે.

તિજોરીમાં રાખ મૂકવાની સાચી રીત કઈ છે?

ઠંડી થયેલી, ગાળેલી રાખને લાલ કપડામાં બાંધી પોટલી બનાવો. આ પોટલીને તિજોરીમાં, પૈસા રાખવાની જગ્યાએ મૂકો.

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Diwali 2026: 8 કે 9 નવેમ્બરે ક્યારે મનાવશે દિવાળી? જાણો તારીખ અને લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત
Diwali 2026: 8 કે 9 નવેમ્બરે ક્યારે મનાવશે દિવાળી? જાણો તારીખ અને લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત
Navratri 2026 : નવરાત્રિ દરમિયાન ઘટસ્થાપન બાદ આ નિયમ અનુસરવા જરૂર, જાણો વિધિ વિધાન
Navratri 2026 : નવરાત્રિ દરમિયાન ઘટસ્થાપન બાદ આ નિયમ અનુસરવા જરૂરી, જાણો વિધિ વિધાન
નવરાત્રિમાં કરેલી આ ભૂલ વાસ્તુ દોષને નોતરશે, આર્થિક સુખ સમૃદ્ધિ માટે નોરતામાં આ નિયમને અનુસરો
નવરાત્રિમાં કરેલી આ ભૂલ વાસ્તુ દોષને નોતરશે, આર્થિક સુખ સમૃદ્ધિ માટે નોરતામાં આ નિયમને અનુસરો

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Embed widget