Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કર્યુ છે મોટુ અનુમાન.. આગામી 48 કલાક રાજ્યના વિવિધ જિલ્લામાં ભારે વરસાદી ઝાપટા વરસશે.. તો એક સાથે પાંચ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતા 30 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ વરસવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે.. રાજ્યના તમામ ઝોનમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.. કોઈ કોઈ જિલ્લામાં તો ત્રણથી 20 ઈંચ સુધીનો વરસાદ વરસે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે.. દક્ષિણ ગુજરાતમાં અતિભારે, તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે.. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 8 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે.. જેને લઈને 5 ઓગસ્ટથી 14 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે..
















