શોધખોળ કરો

Pitru Paksha Niyam: પિત્તૃપક્ષમાં ભૂલથી પણ ન કરો આ કામ, પૂર્વજના આશિષથી થઇ જશો દૂર

પિતૃ પક્ષ દરમિયાન સમગ્ર 15 દિવસ સુધી ઘરમાં સાત્વિક વાતાવરણ હોવું જોઈએ. આ સમય દરમિયાન ઘરમાં માંસાહારી ખોરાક ન બનાવવો જોઈએ. જો શક્ય હોય તો આ દિવસોમાં લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ.

Pitru Paksha Niyam: પિતૃ પક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થયો અને 2 ઓક્ટોબરે પૂર્ણ થશે, આ દિવસો પિતૃને સમર્પિત છે.આ દિવસોમાં અમુક વસ્તુઓ કરવાની મનાઈ છે. કહેવાય છે કે આ કામ કરવાથી પિતૃઓ નારાજ થાય છે.

હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું ઘણું મહત્વ છે. પિતૃ પક્ષમાં, પૂર્વજોને સંપૂર્ણ ભક્તિ સાથે યાદ કરવામાં આવે છે અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડ દાન, શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. તેનાથી પ્રસન્ન થઈને પૂર્વજો તેમના વંશજોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

પિતૃ પક્ષ દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાથી શરૂ થાય છે જે 15 દિવસ સુધી ચાલે છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ કાગડાના રૂપમાં પૃથ્વી પર આવે છે. આ વર્ષે પિતૃ પક્ષ  18 સપ્ટેમ્બરથી શરૂ થશે અને  2 ઓક્ટોબર  થશે. આ દિવસોમાં અમુક વસ્તુઓ કરવાની મનાઈ છે. કહેવાય છે કે આ કામ કરવાથી પિતૃઓ ગુસ્સે થાય છે. આવો જાણીએ પિતૃ પક્ષ દરમિયાન ક્યા કામ ન કરવા જોઈએ.

પિતૃ પક્ષમાં આ 5 કામ ન કરવા જોઈએ

  • પિતૃ પક્ષ દરમિયાન સમગ્ર 15 દિવસ સુધી ઘરમાં સાત્વિક વાતાવરણ હોવું જોઈએ. આ સમય દરમિયાન ઘરમાં માંસાહારી ખોરાક ન બનાવવો જોઈએ. જો શક્ય હોય તો આ દિવસોમાં લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ.
  • પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરનાર વ્યક્તિએ 15 દિવસ સુધી પોતાના વાળ અને નખ ન કાપવા જોઈએ. આ સાથે આ લોકોએ બ્રહ્મચર્યનું પણ પાલન કરવું જોઈએ.
  • એવું માનવામાં આવે છે કે, પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો પક્ષીઓના રૂપમાં પૃથ્વી પર આવે છે. તેથી તેમને હેરાન ન કરવા જોઈએ. આમ કરવાથી પિતૃ નારાજ થાય છે, તેના બદલે પિતૃપક્ષમાં પશુ-પક્ષીઓની સેવા કરવી જોઈએ.
  • પિતૃ પક્ષ દરમિયાન માત્ર માંસાહારી જ નહીં પરંતુ કેટલીક શાકાહારી વસ્તુઓ પણ ખાવી વર્જિત માનવામાં આવે છે. આ દિવસોમાં ગોળ, કાકડી, ચણા, જીરું અને સરસવના શાક ન ખાવું વર્જિક  છે.
  • પિતૃ પક્ષ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. પિતૃ પક્ષમાં લગ્ન, મુંડન, સગાઈ અને ગૃહપ્રવેશ જેવા માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન શોકનું વાતાવરણ હોય છે, તેથી આ દિવસોમાં કોઈપણ શુભ કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ
શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ
Horoscope Today : આજે આ રાશિના જાતકોનું બદલાશે નસીબ, અટકેલા પૈસા અને મોટી સફળતા મળવાના છે યોગ
Horoscope Today : આજે આ રાશિના જાતકોનું બદલાશે નસીબ, અટકેલા પૈસા અને મોટી સફળતા મળવાના છે યોગ

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget