Diwali 2024: દિવાળીના દિવસે રાશિ અનુસાર આ ચીજનું કરો દાન, ધનલક્ષ્મીના મળશે આશિષ
દિવાળી હિન્દુઓનો સૌથી પ્રમુખ તહેવારમાંથી એક છે. જે કારતક અમાસના દિવસે મનાવાય છે. સમગ્ર ભારતમાં આ તહેવારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં જો તમે દિવાળીના આ શુભ અવસર પર તમારી રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન કરો છો તો તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ સભર થઇ જશે.
Diwali 2024: વર્ષ 2024 માં, દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર, ગુરુવારે ઉજવવામાં આવશે. આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે તમારી રાશિ પ્રમાણે દિવાળી પર આ વસ્તુઓનું દાન કરશો તો તમને દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થશે. સાથે જ લક્ષ્મી પૂજા સમયે પણ રાશિ પ્રમાણેના રંગ વસ્ત્રો ધારણ કરીને પૂજા કરશો તો અચૂક ફળદાયી નિવડશે.
મેષ
મેષ રાશિના જાતકોએ દિવાળીના અવસર પર ગરીબ અથવા જરૂરિયાતમંદ લોકોને ખાંડનું દાન કરવું જોઈએ. તમે લાલ રંગના વસ્ત્રો પહેરીને દેવી લક્ષ્મીની પૂજા કરી શકો છો.
વૃષભ
વૃષભ રાશિના જાતકોએ પ્રકાશના પર્વ પર મગનું દાન કરવું જોઈએ. ઉપરાંત, તમે દિવાળીની પૂજા દરમિયાન સફેદ રંગના કપડાં પહેરી શકો છો, જેનાથી લાભ થશે.
મિથુન
મિથુન રાશિના લોકોએ દિવાળી પર ગોળનું દાન કરવું જોઈએ. આ સાથે તમે આછા કે ક્રીમ રંગના કપડાં પહેરીને દેવી લક્ષ્મીની પૂજા કરો..
કર્ક
આ રાશિના લોકોએ દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે પીરોજી રંગના કપડાં પહેરવા જોઈએ. આ દિવસે તમે મંદિરમાં અથવા જરૂરિયાતમંદ લોકોને ચોખા દાન કરી શકો છો.
સિંહ
આ રાશિના લોકોએ દિવાળીના ખાસ અવસર પર કપડાંનું દાન કરવું જોઈએ. તેની સાથે શુભ ફળ મેળવવા માટે તમે દિવાળીની પૂજા દરમિયાન સફેદ વસ્ત્રો પહેરી શકો છો.
કન્યા
દિવાળીના ખાસ અવસર પર કન્યા રાશિના લોકોએ બ્રાહ્મણોને મીઠાઈ ખવડાવવી જોઈએ અને દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી દક્ષિણા આપવી જોઈએ. આ દિવસે તમે લક્ષ્મી પૂજા દરમિયાન ગ્રે રંગના કપડા પહેરી શકો છો.
તુલા
તુલા રાશિના લોકો માટે દિવાળીના અવસર પર પુસ્તકનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેમજ જો તમે ગુલાબી વસ્ત્રો પહેરીને દેવી લક્ષ્મીની પૂજા કરો છો તો તેનાથી તમને આશીર્વાદ મળી શકે છે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકોએ દિવાળીના ખાસ અવસર પર ચણાની દાળ અને ગોળનું દાન કરવું જોઈએ. આ દિવસે તમે મરૂન રંગના કપડા પહેરી શકો છો.
ધન
ધન રાશિના લોકો માટે દિવાળી પર લોખંડની બનેલી વસ્તુઓનું દાન કરવું વધુ સારું માનવામાં આવે છે. તેમજ આ રાશિના લોકોએ બ્રાઉન કપડા પહેરવા જોઈએ.
મકર
મકર રાશિના લોકોએ દિવાળી પર આખા ધાણાનું દાન કરવું જોઈએ. આ દિવસે તમે બ્રાહ્મણોને ભોજન પણ આપી શકો છો. તમે વાદળી વસ્ત્રો પહેરીને દેવી લક્ષ્મીની પૂજા કરી શકો છો.
કુંભ
કુંભ રાશિના લોકો દિવાળીના દિવસે દેવી દુર્ગાના મંદિરમાં જઈને તેમને માલાલ ગુલાબ અર્પણ કરી શકે છે. આ કરવાથી તમે લાભ મેળવી શકો છો. દેવી લક્ષ્મીની પૂજા સમયે લાલ રંગના વસ્ત્રો પહેરો.
મીન
દિવાળી પર મીન રાશિના લોકોએ ગરીબ અને જરૂરિયાતમંદોને ધાબળાનું દાન કરવું જોઈએ. તમે આ દિવસે સફેદ રંગના વસ્ત્રો પહેરીને દેવી લક્ષ્મીની પૂજા કરી શકો છો.