Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat Police Bharati News: આજે વહેલી સવારથી જ પ્રેક્ટિલ પરીક્ષા આપવા માટે હજારોની સંખ્યામાં ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો હતો
Gujarat Police Bharati News: ગુજરાતમાં પોલીસ ભરતી માટે આજથી મહાકુંભ શરૂ થઇ ગયો છે, આજે વહેલી સવારથી જ પ્રેક્ટિલ પરીક્ષા આપવા માટે હજારોની સંખ્યામાં ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો હતો. રાજ્યમાં લીસ ભરતી માટે 10 લાખ ઉમેદવારોની આજે શારીરિક કસોટી યોજાઇ રહી છે. 12,472 જગ્યાઓની ભરતી માટે લાખોની સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ખાસ વાત છે કે, અલગ-અલગ કેન્દ્રો પર સવારથી જ ઉમેદવારો પહોંચી ગયા હતા, અને દોડની રેસમાં લાગ્યા હતા.
આજથી શરૂ થયેલી પરીક્ષા આપવા માટે ઉમેદવારો વહેલી સવારે કડકડતી ઠંડીમાં જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા અને ખાખી માટે દોડ લગાવી હતી. રાજ્યના પોલીસ વિભાગમાં 12,472 જગ્યા પર ભરતી કરવા માટે આજથી રાજ્યના 15 પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) પર 10 લાખથી વધુ ઉમેદવારોની પ્રેકટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજ્યના પોલીસ વિભાગમાં ભરતી કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બૉર્ડની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ બોર્ડ પોલીસની 12,472 જગ્યાઓની ભરતી માટે 16 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. જોકે, બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરમાં 10,73,786 ઉમેદવાર કન્ફર્મ થયા છે.
ગોધરામાં પરીક્ષા આપવા આવેલા અનેક ઉમેદવારો એવા હતા કે જે અસામાન્ય સ્થિતિ વચ્ચે પરીક્ષાની તૈયારી કરી હતી અને આજે પાસ થતા ખુશ જોવા મળ્યા હતા. જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં શારીરિક કસોટી માટે 700 ઉમેદવારો ઉમટ્યા હતા. જેમાં એક બેચમાં 200 યુવાનો એક સાથે શારીરિક પરીક્ષા આપી હતી, જ્યારે 385 મીટરના રનીંગ ટ્રેક ઉપર 13 રાઉન્ડ મારી પાંચ હજાર મિટરનની દોડ પૂર્ણ કરશે. પોલીસ હેડ ક્વોટર ખાતે એસ.પી. પ્રેમસુખ ડેલુ, કોમલ વ્યાસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો
Gujarat Weather: નલિયા 6 ડિગ્રી સાથે ફરી ઠંડુગાર બન્યું, અમદાવાદ-રાજકોટમાં પણ ઠંડા પવનો ફૂંકાયા