Patan University : HNGU કેમ્પસના તળાવ અને ગાર્ડનમાંથી મળી ખાલી દારૂની બોટલો
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરીઆવી વિવાદમાં. કેમ્પસના તળાવ ગાર્ડન આસપાસ વિસ્તારમાંથી મળી ખાલી દારૂની બોટલો.
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફરી દારૂની મહેફિલ થઈ હોવાનું આવ્યુ સામે. યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા તળાવ ગાર્ડનના ગટર તેમજ પાણીની નેકમાંથી ગાંજો પીવા માટે વપરાતી સામગ્રી તેમજ દારૂની ખાલી બોટલ મળી આવી. વિદ્યાના ધામમાં દારૂની મહેફિલ થતી હોવાને લઈ ઉઠ્યા સવાલ.
દારૂકાંડ નો હજુ એક મહિનોજ થયો છે ત્યાં ફરીવાર વિદ્યાના ધામને શર્મસાર કરનારા દ્રશ્યો આવ્યા સામે. HNGUના કેમ્પસમાં આવેલ તળાવ ગાર્ડનમા નશાની મહેફિલ માણવામાં આવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. HNGU ના કેમ્પસમાં આવેલ તળાવ-ગાર્ડન ના ગટર તેમજ પાણી જવાની નેક માંથી ગાંજો પીવા માટે વપરાતી સામગ્રી તેમજ દારૂની ખાલી બોટલો મળી આવી . એક મહિના પહેલા જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે HNGU મા દારૂકાંડ મુદ્દે કર્યું હતું આંદોલન . હજુ એક મહિના પહેલા HNGU મા થયેલ દારૂકાંડની તપાસ પૂર્ણ નથી થઇ તે પહેલા જ HNGU ની બેદરકારી આવી સામે. HNGU મોટી સંખ્યામા CCTV લગાવવામાં આવેલા હોવા છતાં આજદિન સુધી યુનિવર્સીટીમા દારૂની મહેફિલ માણનારાઓ પર ક્યારેય એક્શન લેવામાં આવી નથી.