Surat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડ
સુરતની ગોડાદરા પોલીસનો સપાટો. ડિગ્રી વગર ડોક્ટર બનીને લોકોની જિંદગી સાથે ચેડા કરતાં સાત બોગસ તબીબોને ઝડપી પાડ્યા. ગોડાદરા વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન 34 તબીબોને તપાસવામાં આવ્યા હતા. જેમાંથી સાત બોગસ તબીબો મળી આવ્યા. પકડાયેલા પાસેથી પોલીસે દવા અને ઇન્જેક્શન મળી એક લાખ રૂપિયા નો મુદ્દામાલ કર્યો જપ્ત. સુરતના અલગ અલગ બે પોલીસ સ્ટેશન મળી પોલીસે 11 જેટલા બોગસ ડોક્ટર ઝડપ્યા.
સુરતમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો. આજે એક જ દિવસમાં પોલીસે 11 મુન્નાભાઈને દબોચી લીધા.. પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ઉન વિસ્તારમાં અલગ-અલગ ક્લિનિક પર દરોડો પાડ્યો. આ સમયે મેડિકલ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતાં 4 બોગસ તબીબો રંગેહાથ ઝડપાયા. પોલીસે દવાનો જથ્થો અને મેડિકલના સાધનો જપ્ત કરી. ચારેય બોગસ તબીબની ધરપકડ કરી છે. તો બપોર બાદ ગોડાદરા પોલીસ સમગ્ર વિસ્તારમાં ફરી વળી. પોલીસે ગોડાદરા વિસ્તારમાંથી વગર ડિગ્રીએ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા સાત બોગસ તબીબોને ઝડપી પાડ્યા. પોલીસે વિસ્તારમાં 34 ડૉક્ટર્સને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. ઝડપાયેસા બોગસ તબીબોને ત્યાંથી પોલીસે દવા,ઈન્જેક્શન સહિતનો સામાન જપ્ત કર્યો છે...