Pitru Paksha Niyam: પૂર્વજોનું શ્રાદ્ધ કરતા પહેલા આ નિયમ જાણી લો, આ ભૂલ દોહરાવશો તો પિતૃના આશિષથી રહેશો વંચિત
Pitru Paksha 2024: હાલ પિતૃપક્ષ ચાલી રહ્યો છે, કહેવાય છે કે આ સમયે પિતૃ પૃથ્વી પર આવે છે અને તેથી લોકો પિતૃને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ કરે છે. જો કે શ્રાદ્ધના કેટલાક નિયમો છે, તેને અનુસરવામાં આવે તો પિતૃને ખરા અર્થમાં તેનાથી સંતુષ્ટી મળે છે અને પિતૃ પ્રસન્ન થાય છે.
Pitru Paksha 2024: પિતૃપક્ષના 16 દિવસ પિત્તૃને સમર્પિત છે. આ દિવસોમાં લોકો તેના પૂર્વજોને શ્રદ્ધાથી યાદ કરીને શ્રાદ્ધ કરે છે.જો કે શ્રાદ્ધ કરવાના કેટલાક નિયમો છે. જેને જો ન અનુસરવામાં આવે તો શ્રાદ્ધ પિત્તૃને સંતૂષ્ટી આપતું નથી અને તેનું ફળ મળતું નથી. પિત્તૃની સંતુષ્ટી અને તેના આશિષ મેળવવવા માટે નિયમોથી શ્રાદ્ધ કરવુ જોઇએ. જાણીએ શાસ્ત્રમાં શ્રાદ્ધના શું છે નિયમો. જ્યોતિષાચાર્ય તુષાર જોષીએ કેટલાક નિયમોનો અહીં ઉલ્લેખ કર્યો છે. જાણીએ પિત્તૃ પક્ષમાાં શ્રાદ્ધ કરવાના નિયમો.
શાસ્ત્રો કહે છે કે એકાદશીના દિવસે શ્રાદ્ધ ન કરવું જોઈએ. પુષ્કર ખંડમાં ભગવાન શંકરે પાર્વતીજીને સ્પષ્ટપણે કહ્યું છે કે, જે એકાદશીના દિવસે શ્રાદ્ધ કરે છે, જે શ્રાદ્ધ કરે છે, શ્રાદ્ધને ભોજન કરાવે છે અને જેમના માટે શ્રાદ્ધ કરવામાં આવે છે તે ત્રણેય નર્કગામી બને છે. એકદશીના બદવે દ્વાદશી પર શ્રાદ્ધ કરવું ઉત્તમ રહે છે.
આ મુદ્દે આપણા મહાપુરુષોએ એક સમાધાન આપ્યું છે જો આપ એકાદશીએ શ્રાદ્ધ કરવા ઇચ્છો છો તો એકાદશીના દિવસે પહેલા પિતૃઓની પૂજા કરો. પજા કર્યાં બાદ બ્રાહ્મણને ફળાહાર આપો, બ્રાહ્મણે એકાદશીનું વ્રત ન કર્યું હોય તો પણ બ્રાહ્ણણને માત્ર ફળાહાર અર્પણ કરો.
એક એવું પણ વિધાન છે કે, શ્રાદ્ધ દરમિયાન સ્ત્રીને ક્યારેય શ્રાદ્ધ નથી ખવડાવાનું આવતું. આજકાલ એક ચણલ જોવા મળી રહ્યું છે કે જો જો પિતાનું શ્રાદ્ધ હોય તો બ્રાહ્મણ પંડિતજીને ભોજન કરાવવામાં આવે છે અને જો માતાનું શ્રાદ્ધ હોય તો બ્રાહ્મણ સ્ત્રીને ભોજન કરાવવામાં આવે છે. જો કે આ શાસ્ત્રો વિરુદ્ધ છે. શાસ્ત્ર્માં સ્ત્રીને શ્રાદ્ધ ભોજનની મંજૂરી નથી, કારણ કે સ્ત્રીઓ જનોઇ નથી પહેરતી. બ્રાહ્રણ સાથે તેમની પત્ની અને બાળકોને આમંત્રણ આપવામાં આવે તો કંઇ વર્જિત નથી પરંતુ એકલી મહિલાને શ્રાદ્ધનું ભોજન કરાવવું શાસ્ત્ર વિરૂદ્ધ છે.
પહેલા પિત્તૃને થાળી ન આપો.
પિતૃઓની પૂજામાં ક્યારેય પણ પિતૃઓને થાળી સીધી ન આપવી જોઈએ. વૈષ્ણવ ધર્મમાં, સૌપ્રથમ ભોજન તૈયાર કરીને પ્રથમ ઠાકુર જીને અર્પણ કરવું જોઈએ, અને પછી પિતૃને પ્રસાદ આપવો જોઈએ, તેનું કારણ એ છે કે, વૈષ્ણવો ક્યારેય કોઈને કોઈ અમાનિયા વસ્તુ આપતા નથી. માત્ર ભગવાનનો પ્રસાદ ચઢાવવામાં આવશે અને પિતૃઓને ભગવાનનો પ્રસાદ આપવાથી તેઓ તૃપ્ત થશે અને આશિષ આપશે.
માત્ર શ્રાદ્ધ જ નહીં, પિતૃ માટે ગીતાનો પાઠ કરવો જોઈએ, શ્રી વિષ્ણુ સહસ્ત્રનમ, મહામંત્રનો જાપ કરવો જોઈએ અને પૂર્વજોના નામનું સ્મરણ કરવું જોઈએ. જ્યાં સુધી આપણી પાસે આ પાંચ ભૌતિક શરીર છે ત્યાં સુધી પિતૃ સંસ્કાર કરવાની જવાબદારી આપણી છે, આપણે આ સંબંધમાં આપેલા શાસ્ત્રો અને સૂચનાઓનું પાલન કરવું પડશે.
ગયા જી કર્યા પછી પણ શ્રાદ્ધ કરવું જોઈએ. ગયાજીનું શ્રાદ્ધ એ એક વિશેષ વિધિ છે, અને દર વર્ષની પિતૃતિથિ પર શ્રાદ્ધ એ આપણી દૈનિક વિધિ છે. તેથી ગયા જી પછી પણ શ્રાદ્ધ કરવું એ ગરુડ પુરાણ પ્રમાણે ધાર્મિક છે. આ તમામ કાર્યો આપણા ઋષિમુનિઓએ સનાતન હિંદુ ધર્મના અનુયાયીઓ માટે સૂચવ્યા છે. આની વિગતવાર સમજૂતી છે, અહીં અમે ફક્ત ટૂંકમાં આપી રહ્યા છીએ.
દરેક ધર્મમાં તેના પૂર્વજો માટે મોક્ષ મેળવવાની અલગ અલગ પ્રક્રિયા હોય છે. જેનું તેઓ પાલન કરે છે. નાસ્તિકો માટે અહીં કોઈ સ્થાન નથી. કારણ કે કહેવાય છે કે નાસ્તિક પણ મૃત્યુ પછી ભૂતાવસ્થામાં જાય છે.
-જ્યોતિષાચાર્ય તુષાર જોશી