શોધખોળ કરો

12 વર્ષ બાદ ગુરુનું કર્કમાં મહાગોચર: 2026ના ઓક્ટોબર સુધી આ 4 રાશિઓને થશે મોટો લાભ

Jupiter Transit 2026: 2 જૂને દેવગુરુ ગુરુએ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કર્યો છે. 31 ઓક્ટોબર 2026 સુધી ગુરુ આ જ રાશિમાં રહેશે, જેનાથી મેષ, કર્ક, કન્યા અને મીન રાશિના લોકો માટે સુવર્ણ કાળ શરૂ થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેવગુરુ ગુરુ 12 વર્ષ બાદ કર્ક રાશિમાં બિરાજમાન થયા છે.
  • આ ગોચર 31 ઓક્ટોબર 2026 સુધી ચાલશે.
  • મેષ, કર્ક, કન્યા અને મીન રાશિઓ માટે આ સમય લાભદાયી.
  • ભાગ્યશાળી રાશિઓને આર્થિક, કારકિર્દી અને પારિવારિક સુખ મળશે.

jupiter transit cancer 2026: જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 2 જૂનની વહેલી સવારે 2:25 વાગ્યે દેવગુરુ ગુરુએ પોતાની ઉચ્ચ રાશિ એટલે કે કર્કમાં પ્રવેશ કરી લીધો છે. પૂરા 12 વર્ષ બાદ બનેલી આ ઘટનાને ગુરુનું 'મહાગોચર' કહેવામાં આવી રહ્યું છે. ગુરુ હવે 31 ઓક્ટોબર 2026 સુધી કર્ક રાશિમાં જ બિરાજમાન રહેશે અને ત્યારબાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુના આ ગોચરની દેશ અને દુનિયા સહિત તમામ રાશિઓ પર મોટી અસર જોવા મળશે, પરંતુ ખાસ કરીને 4 રાશિઓ માટે આ સમયગાળો કોઈ વરદાનથી કમ નહીં હોય. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે અને તેમને શું ફાયદો થશે.

મેષ:

ગુરુ તમારી રાશિથી ચોથા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ ભાવ સુખ, માતા અને વાહનનો કારક છે. ઉચ્ચના ગુરુની અસરથી તમારા કૌટુંબિક સુખમાં જબરદસ્ત વધારો થશે. આ સમય દરમિયાન તમે નવું ઘર કે ગાડી ખરીદી શકો છો. સાથે જ કરિયરમાં પણ સારી એવી પ્રગતિ જોવા મળશે.

કર્ક:

ગુરુએ તમારી જ રાશિના પ્રથમ ભાવ એટલે કે લગ્ન ભાવમાં ગોચર કર્યું છે. આનાથી શાનદાર "હંસ પંચમહાપુરુષ રાજયોગ" બની રહ્યો છે. એટલે એમ સમજી લો કે કર્ક રાશિવાળા લોકો માટે આ એકદમ સુવર્ણ કાળ છે! તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે અને કરિયરમાં નવી ઊંચાઈઓ સર કરશો.

આ પણ વાંચોઃ ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર

કન્યા:

તમારી રાશિથી અગિયારમા ભાવમાં ગુરુનું ગોચર થયું છે, જે લાભ અને આવકનું સ્થાન છે. આનાથી તમારી આવકના નવા રસ્તાઓ ખુલશે. જો તમે ક્યાંક રોકાણ કર્યું હશે તો તેમાં મોટો નફો મળી શકે છે. નોકરીયાત વર્ગને પ્રમોશન મળવાના પણ પૂરેપૂરા ચાન્સ છે.

મીન:

ગુરુ તમારી રાશિથી પાંચમા ભાવમાં ગોચર કરી ચૂક્યો છે, જે સંતાન, શિક્ષણ અને પ્રેમનું સ્થાન છે. ગુરુના આ ગોચરથી મીન રાશિના વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય શરૂ થયો છે. તમારા પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે. એટલું જ નહીં, શેરબજાર, લોટરી કે પછી કોઈ પૈતૃક સંપત્તિમાંથી અચાનક મોટો આર્થિક લાભ પણ થઈ શકે છે.

આ પણ વાંચોઃ જૂન 2026માં 5 મોટા ગ્રહો બદલશે ચાલ: ગજલક્ષ્મી સહિત 3 રાજયોગથી આ રાશિઓ થશે માલામાલ

Frequently Asked Questions

કર્ક રાશિમાં ગુરુનું ગોચર ક્યારે થયું?

ગુરુ ગ્રહે 2 જૂનની વહેલી સવારે 2:25 વાગ્યે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે.

ગુરુ કર્ક રાશિમાં ક્યાં સુધી રહેશે?

ગુરુ 31 ઓક્ટોબર 2026 સુધી કર્ક રાશિમાં બિરાજમાન રહેશે.

કઈ રાશિઓ માટે ગુરુનું ગોચર ફાયદાકારક રહેશે?

મેષ, કર્ક, કન્યા અને મીન રાશિઓ માટે આ સમયગાળો ખૂબ જ ફાયદાકારક રહેશે.

મેષ રાશિના જાતકોને ગુરુના ગોચરથી શું લાભ થશે?

મેષ રાશિના જાતકોને કૌટુંબિક સુખમાં વધારો થશે, નવી ગાડી કે ઘર ખરીદી શકશે અને કરિયરમાં પ્રગતિ કરશે.

મીન રાશિના જાતકો માટે ગુરુનું ગોચર કેવું રહેશે?

મીન રાશિના વિદ્યાર્થીઓ માટે સારો સમય શરૂ થશે, પ્રેમ સંબંધો મજબૂત બનશે અને શેરબજાર કે પૈતૃક સંપત્તિમાંથી આર્થિક લાભ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Shrawan 2026: શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર
Shrawan 2026: શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર
Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget