રાશિફળ 11 માર્ચ: આજે છે મહાશિવરાત્રિનું પર્વ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Today Horoscope: પંચાગ અનુસાર આજના દિવસે મહાશિવરાત્રિનું પર્વ છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવી છે. મહાશિવરાત્રિ પર શિવયોગનું નિર્માણ થઈ રહ્યું છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે મહાશિવરાત્રિનું પર્વ છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવી છે. મહાશિવરાત્રિ પર શિવયોગનું નિર્માણ થઈ રહ્યું છે. ગ્રહોની ચાલ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે.
Today Horoscope
મેષ (અ.લ.ઇ.) : આજના દિવસે તમારા આત્મવિશ્વાસ અને મનોબળમાં વૃદ્ધિ થશે. કાર્યસ્થળ પર ઢીલાશ ન દાખવતાં. આકસ્મિક લડાઈ ઝઘડો થઈ શકે છે.
વૃષભ (બ.વ.ઉ.) : આજે બાકી રહેલા તમામ કાર્યો વહેલાસર પૂરા કરી લેજો. બેદરકારી નુકસાનકારક સાબિત થઈ શકે છે. કોર્ટ કચેરીના મામલામાં સફળતા મળી શકે છે.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે કોઇ પણ કામ પ્લાનિંગ વગર ન કરતાં, નહીંતર નુકસાન થશે. વેપારી વર્ગ માટે દિવસ થોડો મુશ્કેલ રહી શકે છે. સ્વાસ્થ્યના હિસાબે દિવસ સામાન્ય છે.
કર્ક (ડ.હ.) આજના દિવસે મન એકાગ્ર કરીને કામ કરજો. બેદરકારી મોટી સમસ્યા બની શકે છે. ઓફિસમાં ટીમ પર કારણ વગર ગુસ્સે ન થતાં.
સિંહ (મ.ટ.) આજના દિવસે કઠોર ફેંસલા બીજાની ભાવનાને ઠેસ પહોંચાડી શકે છે. તેમ છતાં નિષ્પક્ષ રહીને નિર્ણય લેવાનો છે. ઓફિસના કાર્યોને લઈ સતર્ક રહેજો. પરિવારની સાથે તમારા સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખજો.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે માન સન્માનમાં વૃદ્ધિ થશે. સામાજિક અને રાજકીય કાર્યોમાં સક્રિયતા વધારજો. મનમાં નકારાત્મક વિચાર આ શકે છે.
તુલા (ર.ત.) આજે વેપાર અને માન સન્માનમાં વધારો થશે. ઘરમાં સારું વાતાવરણ રહેશે. મિત્રો તમારી કોઇ વાતથી નારાજ થઈ શકે છે. વિવાદિત વાતને લઈ તૂ તૂ મૈ મૈ ન થાય તેનું ધ્યાન રાખજો.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે બીજાની મદદ કરવામાં પીછેહઢ ન કરતાં. તમારી કમાણીનો એક હિસ્સો દાન કરજો. કાર્યસ્થળ પર પરશ્રિમ છતાં સોંપવામાં આવેલી જવાબદારી પૂરી નહીં થઈ શકે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે આત્મવિશ્વાસની ઉણપ રહેશે. જેની અસર તમારા પ્રદર્શન પર જોવા મળી શકે છે. કાર્યસ્તળ પર સહોયોગીને પૂરો સહકાર આપજો. પરિવારના લોકોમાં કોઈ વાતને લઈ વિવાદ થઈ શકે છે.
મકર (ખ.જ.) આજના દિવસે લાભ પર ધ્યાન કેન્દ્રીત કરજો. નોકરીયાત વર્ગને જૂની કંપનીમાં ફરીથી નોકરીની ઓફર મળી શકે છે. પરિવાર કે સમાજમાં કોઇ વ્યક્તિ સાથે અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરતાં.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસની શરૂઆત શ્રી વિષ્ણુની આરાધનાથી કરવી લાભદાયી રહેશે. મન પ્રસન્ન રહેશે અને સકારાત્મક ઉર્જાથી તમામ કાર્યો સફળતાપૂર્વક પૂરા કરી શકશો. પરિવારમાં કોઇ મુદ્દે વાદ વિવાદ થઈ શકે છે.
મીન (દ.ચ.ઝ.થ) આજે ઉદ્દેશને પૂરા કરવામાં સફળતા મળશે તેથી પરિશ્રમમાં કોઇ પ્રકારની કમી ન લાવતાં. ઓફિસમાં મિત્રો સાથે નાની નાની વાતમાં તૂ તૂ મૈ મૈથી બચજો. કારોબારીઓ માટે અચાનક કોઈ સુખદ સંદેશ મનને પ્રસન્ન રાખશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
