ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કરી સત્તાવાર જાહેરાત; દર્શનાબેન જરદોશ, ભાનુબેન બાબરીયા, ગૌતમ શાહ અને ઋત્વિજ પટેલ સહિતના દિગ્ગજોને નવી ટીમમાં મળ્યું સ્થાન.

Gujarat BJP New Organization Structure: ગુજરાતની રાજનીતિમાં આજે એક મોટી હલચલ જોવા મળી છે. શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP Gujarat) દ્વારા સંગઠનને વધુ મજબૂત અને વેગવંતું બનાવવાના ભાગરૂપે આજે, તારીખ 19.01.2026 ના રોજ પ્રદેશ સંગઠનના નવા માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ (State President) શ્રી જગદીશ વિશ્વકર્માએ પક્ષના બંધારણીય માળખા મુજબ પ્રદેશ કારોબારી સભ્યો અને વિશેષ આમંત્રિત સભ્યોની નિમણૂક કરી છે. આ નવી ટીમમાં રાજ્યભરમાંથી અનુભવી અને યુવા ચહેરાઓનો સમન્વય સાધવામાં આવ્યો છે, જેમાં કુલ 79 પ્રદેશ કારોબારી સભ્યો અને 26 વિશેષ આમંત્રિત સભ્યોનો સમાવેશ થાય છે.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી દ્વારા આજે પ્રદેશ કારોબારી સભ્યશ્રીઓની નિમણૂક કરવામાં આવી.
— BJP Gujarat (@BJP4Gujarat) January 19, 2026
સૌ પ્રદેશ કારોબારી સભ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. pic.twitter.com/uWmPbtaWH1
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી દ્વારા આજે પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યશ્રીઓની નિમણૂક કરવામાં આવી.
— BJP Gujarat (@BJP4Gujarat) January 19, 2026
સૌ પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યશ્રીઓને અભિનંદન સહ શુભકામનાઓ. pic.twitter.com/e76rcSuyCx
ભાજપના પ્રદેશ પ્રવક્તા ડો. અનિલ પટેલે આ અંગે માહિતી આપતા સ્પષ્ટ કર્યું હતું કે, પાર્ટીના બંધારણ અનુસાર પ્રદેશ અધ્યક્ષ અને હોદ્દેદારો સહિત કુલ 106 સભ્યોની પ્રદેશ કારોબારી (State Executive) રચવામાં આવી છે. અગાઉ પક્ષ દ્વારા હોદ્દેદારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા હતા, અને આજે બાકી રહેલા મહત્વપૂર્ણ સભ્યોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સામાજિક અને ભૌગોલિક સમીકરણોને ધ્યાનમાં રાખીને દરેક ઝોન અને જિલ્લાને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ થયો છે. ખાસ કરીને સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદ (કર્ણાવતી) જેવા મહાનગરોમાંથી પક્ષના વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.





જાહેર કરાયેલી યાદીમાં કેટલાક હાઈ-પ્રોફાઈલ નામો ધ્યાન ખેંચે છે. જેમાં સુરત શહેરમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ અને હેમાલીબેન બોઘાવાલાને સ્થાન મળ્યું છે. રાજકોટના રાજકારણમાં જેમનું મોટું નામ છે તેવા ભાનુબેન બાબરીયા અને ધનસુખભાઈ ભંડેરીને કારોબારીમાં સમાવાયા છે. જ્યારે કર્ણાવતી (Ahmedabad) માંથી યુવા નેતા ડૉ. ઋત્વિજ પટેલ, પૂર્વ મેયર ગૌતમભાઈ શાહ અને બિજલબેન પટેલ જેવા અનુભવી ચહેરાઓને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતમાંથી જયરાજસિંહ પરમાર અને નીતિનભાઈ પટેલ, જ્યારે મધ્ય-દક્ષિણ ગુજરાતમાંથી નિમીષાબેન સુથાર અને હર્ષદભાઈ વસાવા જેવા અગ્રણીઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ગાંધીનગરથી દુષ્યંતભાઈ પંડ્યા અને અનિતાબેન પરમારને પણ મહત્વની જવાબદારી સોંપાઈ છે. પક્ષે આ નવી ટીમ દ્વારા આગામી રાજકીય પડકારો અને ચૂંટણીલક્ષી રણનીતિને ધ્યાનમાં રાખીને સંગઠનને ચુસ્ત બનાવવાનો સંકેત આપ્યો છે.





















