શોધખોળ કરો

Horoscope Today 17 August 2022: આજે આ 3 રાશિ પર રહેશે ગણપતિની વિશેષ કૃપા, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Horoscope: આજે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે રાંધણ છઠ છે. આજે સૂર્યનું રાશિ પરિવર્તન થયું છે. આજે કેટલીક રાશિઓ પર ગણપતિની વિશેષ કૃપા થશે.

Horoscope Today 17 August 2022, Daily Rashifal : પંચાગ અનુસાર આજે 17 ઓગસ્ટ, 2022ને બુધવારનો દિવસ છે. આજે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે રાંધણ છઠ છે. આજે સૂર્યનું રાશિ પરિવર્તન થયું છે. આજે કેટલીક રાશિઓ પર ગણપતિની વિશેષ કૃપા થશે.

મેષઃ આ રાશિના જાતકોએ આજે કોઈ પણ નિર્ણય સાવધાનીથી લેવો. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જુના રોકાણોમાંથી ફાયદો થતો જણાય. પત્નિ સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિતિ ઉલટી થતાં સાવધાની રાખવી જરૂરી. કાર્ય સ્થળે મન મુજબ કામ મળતાં જૂનિયર્સને ખોટું લાગી શકે છે.

વૃષભઃ આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. બપોર સુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી-ખાંસીની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. આવક વધે. જીવનસાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય. સામાજિક ક્ષેત્રે સંકળાયેલા લોકોની પ્રશંસા થશે.

મિથુનઃ મિથુન રાશિના જાતકો માટે આજે દિવસ ખાસ રહેશે. વ્યસ્ત હોવા છતાં પરિવાર માટે સમય કાઢી શકશો. આવકનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઈ-બહેનની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર-જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારું રહે. નોકરી-ધંધામાં મિશ્રફળ મળતું જણાય. પ્રોપર્ટી ખરીદતાં પહેલા દસ્તાવેજોની ચકાસણી કરજો.

કર્કઃ આજનો દિવસ શુભત્વનો સંદેશ આવ્યું છે. નાણાંની વૃદ્ધિ થતી જણાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળ પ્રાપ્‍ત થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાપ્રાપ્તિ માટે સારો દિવસ. પત્નિ સાથે આનંદ. આરોગ્ય જળવાય.

સિંહઃ આ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે. થોડી માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેશે. નાણાંકીય ક્ષેત્રે ફાયદાકારક બનશે. નવા રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બનશે. નવા વાહનની ખરીદી શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે. સુખ સુવિધાની ચીજોની ખરીદી થઈ શકે છે.

કન્યાઃ આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવક વધારનારો રહેશે. વેપારી વર્ગના લોકોને લાભ થશે. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં સુખ-શાંતિ અને સ્નેહ વધે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતાની તબિયતની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલાઃ આ રાશિના જાતકોનો દિવસ મિશ્ર રહેશે. મોજશોખમાં ખર્ચ વધારે થાય. નવા કપડામાં ખર્ચ થાય. બપોર સુધી આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોર બાદ સાવધાનીથી કાર્ય કરવું. માતૃસુખમાં ‌વૃદ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.

વૃશ્ચિકઃ  આ રાશિના જાતકોનો દિવસ પ્રગતિકારક રહેશે. હોંશિયારી અને કાબેલિયતથી સફળતા મળશે. અધિકારનો દૂરૂપયોગ ન કરવો. પ્રપંચથી દૂર રહેવું. કરિયાણા, શાકભાજીના વેપારી, ધાતુનો ધંધો કરવાવાળા માટે લાભ. વિજાતિય પાત્રનું આકર્ષણ વધી શકે છે.

ધનઃ આ રાશિના જાતકો માટે દિવસ ખુશખુશાલ રહેશે. વિચારવાયુંનું પ્રમાણ વધે. પાણીથી દૂર રહેવાની સલાહ છે. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધા માટે બપોર સુધી સારું`ની તૈયારી રાખવી. જીવનસાથી ગિફ્ટ આપી શકે છે.

મકરઃ આ રાશિના જાતકો માટે મિશ્ર દિવસ રહેશે. મિત્રો તરફથી લાભ મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવાની સલાહ છે. કોસ્મેટીક્સ, સ્ત્રી શણગારના ધંધાર્થીઓને લાભ.

કુંભઃ આ રાશિના જાતકો માટે દિવસ મિશ્ર ફળદાયી રહેશે. નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઈચ્છુકને સફળતા મળતી જણાય. આત્મ વિશ્વાસમાં વધારો થાય. યોગ્ય નિર્ણય લઈ શકાય. આવક જળવાય. કાર્યમાં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતિથી કામ લેવું.

મીનઃ મીન રાશિના જાતકો મોજ મસ્તીમાં વ્યસ્ત રહેશે. આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે. પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી. માનહાનિના યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા-પ્રવાસના યોગ બની શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : કોના પાપે અસલામત જિંદગી?Hun To Bolish: હું તો બોલીશ : પુત્રોના હાથમાં હથિયાર, મંત્રીના મોઢે રામBhikhusinh Parmar Son Scuffle : મંત્રી ભીખુસિંહના પુત્રોની મારામારી મામલે સૌથી મોટા સમાચારGujarat Assembly : વિધાનસભામાં ગુંજ્યો પાટીદાર દીકરીના અપમાનનો મુદ્દો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Mahashivratri 2025: મહાશિવરાત્રીની રાત્રે કેમ જાગવું જોઇએ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
Mahashivratri 2025: મહાશિવરાત્રીની રાત્રે કેમ જાગવું જોઇએ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
Embed widget