Horoscope Today 2 August: આજે છે શ્રાવણ મહિનાનો પ્રથમ અને ગણપતિને પ્રિય મંગળવાર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Horoscope 2 August 2022: આ જન્માક્ષર દ્વારા તમે તમારા રોજિંદા કામ, નોકરી, ધંધો, લેવડ-દેવડ, પરિવાર અને મિત્રો સાથેના સંબંધો, સ્વાસ્થ્ય અને શુભ અને અશુભ ઘટનાઓનું અનુમાન જાણી શકો છો.
Today Horoscope 2 August 2022: દૈનિક રાશિફળ ગ્રહ-નક્ષત્રની ચાલ પર આધારિત છે. આ જન્માક્ષર દ્વારા તમે તમારા રોજિંદા કામ, નોકરી, ધંધો, લેવડ-દેવડ, પરિવાર અને મિત્રો સાથેના સંબંધો, સ્વાસ્થ્ય અને શુભ અને અશુભ ઘટનાઓનું અનુમાન જાણી શકો છો. ચાલો જાણીએ કે આજનો દિવસ બધી રાશિઓ માટે કેવો રહેશે.
મેષ : આ રાશિના જાતકોએ ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી-ખાંસી થાક લાગવાની તકલીફો સહન કરવી પડે. માન સન્માનમાં વધારો થાય.
વૃષભ : આ રાશિનાજ કરોએ આજે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં કોઈ માંગલિક કાર્ય સંપન્ન થવાથી આનંદનો માહોલ રહે.
મિથુન : આજે આ રાશિના જાતકોનું વલણ સિદ્ધાંતવાદી રહેશે. કોઈ તીર્થસ્થળનો યોગ બની રહ્યો છે. વાહનસુખ મકાન-મિલકતના સુખમાં વૃધ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય.
કર્ક : આ રાશિના જાતકો માટે સારો સમય છે. આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિત શત્રુઓથી સાવધ રહેવું. વાતને ગંભીરતાથી લેવાના બદલે ખુલીને વાત કરજો.
સિંહ : આઝના દિવસની શરૂઆત સકારાત્મક દ્રષ્ટિકોણથી થશે. આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાંની ખરીદી શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારૂં જળવાય. નવા લોકોના સંપર્ક બનશે, જેથી પદ પ્રતિષ્ઠાને પણ લાભ થશે.
કન્યા : આ રાશિના જાતકો પોતાની માટે પૂરતો સમય કાઢવાની કોશિશ કરશે. મૂડ સારો રહેશે. માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉષ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગ્રેન થી પરેશાની વધે. બીજાને પ્રભાવિત કરવામાં સફળ રહેશો.
તુલા : આ રાશિના જાતકોની નિરાશા પ્રગતિને અવરોધી શકે છે. સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે, ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે.
વૃશ્ચિક : સ્વાસ્થ્યને લઈ બેદરકારી ભારે પડી શકે છે. ખરાબ આદતોને શક્ય તેટલી દૂર રાખો. આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ સમૃધ્ધિ જળવાય. કેટલીક વાતોની વૈવાહિક જીવનમાં તણાવ સંભવ છે.
ધન : આ રાશિના જાતકોને આજે નાની નાની વાતો પરેશાનીમાં નાંખી શકે છે. આજે કોઈ શુભ સમાચાર મળી શકે છે.નોકરી ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ.
મકર : આજે આ રાશિના જાતકો ખુદને પહેલા કરતાં વધારે ઉર્જાવાન મહેસૂસ કરશે. કામમાં મન લાગશે. આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય.
કુંભ : આજે આ રાશિના જાતકો વધારે દબાણ અનુભવશે. દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય.અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો. નાની યાત્રા થઈ શકે છે.
મીન : આજે તમારું સ્વાસ્થ્ય પહેલા કરતા વધારે સારું રહેશે. જૂના મિત્રો સાથે બહાર જવાની યોજના બનાવી શકો છો. વાણિજ્ય, દુર સંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી, રબ્બરના વેપાર વાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે. સમય બરબાદ કરવાના બદલે રચનાત્મક કાર્યમાં મન લગાવજો.