શોધખોળ કરો

Today's Horoscope: આ રાશિના જાતકે રહેવું સાવધાન, જાણો 12 રાશિનું 7 જાન્યુઆરીનું રાશિફળ

Today's Horoscope: આજે 7 જાન્યુઆરી મંગળવારનો દિવસ, મેષથી મીન રાશિના જાતક માટે કેવો નિવડશે. જાણીએ આજનું રાશિફળ

Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે  7 જાન્યુઆરી મંગળવારનો દિવસ  દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે મંગળવનાર  શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર જાણીએ આજનું રાશિફળ.

મેષ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે. આજે તમે જે પણ કામ શરૂ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. સરકારી નોકરી સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો રહેશે. પ્રમોશનમાં લાંબા સમયથી ચાલી રહેલી અડચણો આજે દૂર થઈ શકે છે.

વૃષભ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. આજે તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. ખાસ કરીને તમારા પ્રત્યે વડીલોનો પ્રેમ જળવાઈ રહેશે. બાળકો પણ તમારાથી ખુશ રહેશે. આજે તમે નવો બિઝનેસ શરૂ કરવા વિશે વિચારી શકો છો.

મિથુન

આજે તમારો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમને તમારી મહેનત પ્રમાણે ઓછું પરિણામ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ બમણી મહેનત કરવાની જરૂર છે. એક નિશ્ચિત ટાઈમ ટેબલ બનાવીને અભ્યાસ કરો, તેનાથી તમારી સફળતાની તકો વધી જશે. નવા પરિણીત લોકો માટે દિવસ સારો રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમ અને સહયોગ મળશે. તમે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો. ગાયને રોટલી ખવડાવો, તમને તમારી મહેનતનું ફળ મળશે.

કર્ક

આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. જે વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન લેવાની તૈયારી કરી રહ્યા છે તેઓ ટૂંક સમયમાં પોતાની તૈયારીઓ પૂર્ણ કરશે. તમને શિક્ષકોનો સંપૂર્ણ સહયોગ મળશે. પરંતુ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓએ થોડી રાહ જોવી પડી શકે છે.

સિંહ

આજનો દિવસ મિશ્ર પ્રતિસાદનો રહેશે. કોઈ પણ મોટું કામ શરૂ કરતા પહેલા તે ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો અભિપ્રાય અવશ્ય લો, નહીં તો ધંધામાં ઓછો ફાયદો થવાના સંકેત છે. જથ્થાબંધ વેપાર ધરાવતા લોકો કામની ગતિ સામાન્ય રાખશે. તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે

કન્યા

કન્યા આજે તમે એવી વસ્તુ પ્રાપ્ત કરી શકશો જેની તમને ઓછી અપેક્ષા હતી. આજે તમારા મગજમાં નવા સર્જનાત્મક વિચારો આવશે, જેનો તમે સારી રીતે ઉપયોગ કરશો. ઓફિસમાં બધા તમારા કામથી ખુશ રહેશે. તમારા જુનિયર પણ તમારી પાસેથી કામ શીખવા આવશે.

તુલા

આજે તમારો દિવસ પહેલા કરતા થોડો સારો રહેશે. કોઈના પર તરત વિશ્વાસ ન કરો, આ તમારા માટે થોડી પરેશાનીપૂર્ણ બની શકે છે. વેપારમાં લેવડ-દેવડનું ધ્યાન રાખો, કોઈ પણ મોટો સોદો કરતા પહેલા દરેક વસ્તુને કાળજીપૂર્વક તપાસો. જે મહિલાઓ ગૃહઉદ્યોગ શરૂ કરવા માંગે છે તેમના પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે..

વૃશ્ચિક

આજે તમારો દિવસ સારો રહેશે. તમારે ફક્ત તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. એક ખોટી વાત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે તમારા ઘરે કોઈ સંબંધી પણ આવી શકે છે. તમારે તેમની સાથે સારો વ્યવહાર રાખવો જોઈએ. જે લોકો પોતાનું ઘર શિફ્ટ કરવા માગે છે તેઓ આજે જ શિફ્ટિંગનું કામ શરૂ કરી શકે છે

ધન

આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. આજે તમે કોઈ ખાસ પૂજાનો ભાગ બની શકો છો. ઘણા સમયથી અટવાયેલા પૈસા આજે તમને પાછા મળી શકે છે. સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમને તમારા ઇચ્છિત સ્થાન પર ટ્રાન્સફર ઓફર મળી શકે છે.

મકર

આજે તમારા જીવનમાં કેટલાક બદલાવ આવી શકે છે. કેટલાક કામ પૂરા કરવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે. જે લોકો હોટલ કે રેસ્ટોરન્ટ જેવા વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના માટે દિવસ પહેલા કરતા થોડો સારો રહેશે. જે લોકો પોતાનો બિઝનેસ શિફ્ટ કરવા માગે છે અથવા બીજી બ્રાન્ચ ખોલવા માગે છે તેઓ આજે તેના માટે પ્લાન કરી શકે છે.

કુંભ

આજે તમારો દિવસ પહેલા કરતા વધુ લાભદાયક રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઈપણ યોજના આજે પૂર્ણ થશે. તમે કોઈ નવું કામ શરૂ કરવા વિશે પણ વિચારી શકો છો, દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. વાહનનો ઉપયોગ કરતી વખતે તમારે મહત્વપૂર્ણ દસ્તાવેજો તમારી સાથે રાખવા જોઈએ, તમને તેમની જરૂર પડી શકે છે.

મીન

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. તમે તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને બધું પ્રાપ્ત કરી શકો છો. આજે બધા તમારા વખાણ કરશે. પરંતુ યાદ રાખો કે કોઈના પર બિનજરૂરી શંકા ન કરો, આ તમારા સંબંધોમાં ખટાશ લાવી શકે છે. પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Embed widget