આજનું રાશિફળઃ ગુરુનું થઈ ચૂક્યું છે રાશિ પરિવર્તન, જાણો શું પડશે તમારા પર અસર
Today Horoscope: પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ વદ દસની તિથિ છે. આજનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન થઈ ચુક્યું છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ વદ દસની તિથિ છે. આજનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન થઈ ચુક્યું છે. આજે શ્રવણ નક્ષત્ર છે અને ચંદ્ર મકર રાશિમાં વિરાજમાન છે.
Today Horoscope (આજનું રાશિફળ)
મેષ (અ.લ.ઇ.) આજના દિવસે જે લોકો વિદેશી કંપનીમાં નોકરી કરે છે તેમના માટે સારો રહેશે. પરિવારના સભ્યોને આર્થિક રીતે કોઈ યોજનામાં મદદ કરવી પડી શકે છે.
વૃષભ (બ.વ.ઉ.) : આજના દિવસે જેટલું વધારે નેટવર્ક મજબૂત હશે તેટલું જ ઓફિશિયલ રીતે મદદ થશે. ગ્રહોનો પ્રભાવ નેટવર્ક પર છે. લોખંડના વેપારીઓને લાભ થશે.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે સજાગ રહીને ગુપ્ત વાતો કોઇ સાથે શેર ન કરતાં. સારા પ્રદર્શનના કારણે બોસ પ્રસન્ન રહેશે. પરિવારમાં પિતા સાથે તણાવ રહી શકે છે.
કર્ક (ડ.હ.) આજના દિવસે ગ્રહોની સ્થિતિ જોતાં ઓફિસમાં કોઈપણ બાબતે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મહિલાઓ વિવાદથી દૂર રહે. યુવા વર્ગ વડીલોનો આદર કર.
સિંહ (મ.ટ.) આજના દિવસે ગ્રહોની સ્થિતિ અને મન ઘણું સકારાત્મક રહેશે. મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સારો દિવસ છે. કેટલીક ભવિષ્યની યોજનાઓ બની શકે છે.
કન્યા (પ.ઠ.ણ.) આજનો દિવસ પ્રસન્નતા સાથે પસાર થશે. કોઈ મોટી યોજનામાં સફળતા મળી શકે છે. યુવાનો ભાગ દોડ કરતી વખતે ધ્યાન રાખે.
તુલા (ર.ત.) આજના દિવસે અણગમતી યાત્રા કરવી પડી શકે છે. ઓફિસના કામકાજ સંદર્ભે બહાર જવું પડી શકે છે. ઘરેલુ વાતાવરણને હળવું રાખજો.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે ધીરજ અને શાંતિથી કામ કરજો. આજે તણાવના કારણે તબિયત થોડી લથડી શકે છે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે ઈર્ષ્યા કરતાં લોકોની સંખ્યા વધશે. પરંતુ તેની બિલકુલ ચિંતા ન કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમામ સંકટ દૂર થશે. સામાજિક સ્તરે તમામ સાથે વિનમ્રતાથી વર્તન કરજો.
મકર (ખ.જ.) આજના દિવસે ક્રોધ પણ નિયંત્રણ રાખજો. નહીંતર વિવાદ થવાની આશંકા છે. નવો વેપાર શરૂ કરવાનો યોગ્ય સમય છે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે મનમાં અજ્ઞાત ભય રહી શકે છે અને મનમાં કોઇ પ્રકારની શંકા ઉભી થઈ શકે છે. વાહન ચલાવતી વખતે કોઇપણ બેદરકારી ન દાખવતાં.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે ભાગ્ય તમારી સાથે છે. તમારા અટકેલા કાર્યો પૂરા કરવાની સલાહ છે. ઓફિસમાં દિવસ સામાન્ય રહેશે.