રાશિફળ 17 માર્ચ: આજે શુક્ર મીન રાશિમાં કરશે પ્રભાવ, જાણો આજે કેવો રહેશે તમારો દિવસ
Today Horoscope: પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ સુદ ચોથની તિથિ છે. આજના દિવસને વિનાયક ચતુર્થી પણ કહે છે. આ દિવસ ભગવાન ગણેશજીને સમર્પિત છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ સુદ ચોથની તિથિ છે. આજના દિવસને વિનાયક ચતુર્થી પણ કહે છે. આ દિવસ ભગવાન ગણેશજીને સમર્પિત છે. ચંદ્ર મેષ રાશિમાં વિરાજમાન છે. શુક્ર ગ્રહ આજે કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. ગ્રહોની ચાલ આજે તમામ રાશિ પર વિશેષ પ્રભાવ નાંખી રહી છે. આવો જાણીએ તમામ 12 રાશિનું રાશિફળ.
Today Horoscope (આજનું રાશિફળ)
મેષ (અ.લ.ઇ.): આજે થોડો સહયોગ મળશે પરંતુ સતર્કતા સાથે ઓછું બોલવું હિતાવહ રહેશે. ખુદને સકારાત્મક કાર્યોમાં લગાવી રાખજો. પરિવારમાં ધાર્મિક યાત્રાનો વિચાર આવી રહ્યો હોય તો સમગ્ર પરિવાર જવાનો પ્રયાસ કરજો.
વૃષભ (બ.વ.ઉ.) : આજના દિવસે પરિશ્રમ અને પ્રયાસમાં કોઈ કમી ન રાખતાં નહીંતર ધારેલા કાર્યો પૂરા નહીં થાય. નોકરીયાત વર્ગે ટીમવર્ક સાથે કામ કરવાની જરૂર છે.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે કારણવગરનું ચિડાવું માનસિક તણાવને આમંત્રણ આપી શકે છે. ખુદને પરિસ્થિતિ મુજબ સંયમિત રાખવાનો પ્રયાસ કરજો. ઘર-પરિવારમાં કોઈ તમારાથી દૂર જવાથી મન દુખી થઈ શકે છે.
કર્ક (ડ.હ.) આજના દિવસે વિધિવત કાર્યોને પૂરા કરવાથી લાભ મળશે. બીજાની મદદ માટે તત્પર રહેજો. ઘર-પરિવારની આસપાસ કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિ સહયોગની અપેક્ષા લઈને આવ્યા હોય તો તનમનથી તેની મદદ કરજો.
સિંહ (મ.ટ.) આજનો દિવસ તમારા માટે સફળતાથી ભરપૂર રહેશે. પ્રમોશન કે સેલરીમાં વધારો થવાની શક્યતા છે. જમીન અને સંપત્તિ સંબંધિત મામલામાં સફળતા મળશે. પરિવારમાં તમામનો સહયોગ અને સન્માન મળશે.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે નવા સંપર્ક સાથે તાલમેલ વધારજો. નોકરીને લઈ સારી ઓફ મળી શકે છે. મહિલા કર્મચારી સાથે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખજો. પોતાના કટુ શબ્દથી બીજાને ઠેસ પહોંચી શકે છે.
તુલા (ર.ત.) આજના દિવસે કોઈને કોઈ માધ્યમમાં ભૌતિક સુવિધાઓમાં વધારો થશે. ઓફિશિયલ કામકાજમાં પણ પ્રદર્શન સારું રહેશે. ઘરની જરૂરિયાતનો સામાન ખરીદવા માટે શુભ દિવસ છે.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે રોકાણ સંબંધિત યોજના બનાવવી જોઈએ. હિસાબ-કિતાબમાં ચૂકથી નુકસાન થઈ શકે છે. ઓફિશિયલ કાર્યભાર વધશે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે ગ્રહોની સ્થિતિને જોતાં વગર માંગે કોઈ મુદ્દા પર સલાહ આપવાથી બચજો. આર્થિક રીતે થોડો તણાવ રહી શકે છે. પરિવારજનો સાથે ફરવા જવાનું પ્લાનિંગ થઈ શકે છે.
મકર (ખ.જ.) આજના દિવસે જો કોઈ કામ ન થાય તો નિરાશ થતાં નહીં. કોઈ મદદ માંગવા આવે તો શક્ય તેટલી મદદ કરજો. વ્યાપારિક મામલામાં બિન અનુભવી વ્યક્તિની સલાહ વગર મોટું રોકાણ ન કરો.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે તમારા વ્યવહારથી કોઈને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખજો. ઓફિસમાં સહયોગીની મદદ કરવી પડી શકે છે. મોસાળ પક્ષમાંથી કોઈ અશુભ સમાચાર મળવાની આશંકા છે.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે નક્કર પ્લાનિંગની જરૂરિયાત રહેશે. કોઈ મોટી ઈવેન્ટ હોય તો જરૂરી તથ્યોને જાણવા ખૂબ જરૂરી છે. પારિવારિક સભ્યો પર પ્રેમ અને મીઠી વાણીનો ઉંડો પ્રભાવ પડશે. પોતાના દિલની વાત નજીકના વ્યક્તિ સાથે શેર કરી શકો છો.