શોધખોળ કરો

Yearly Horoscope: મેષ, કન્યા સહિત આ રાશિના જાતક માટે આગામી વર્ષે રહેશે શાનદાર, જાણો વાર્ષિક રાશિફળ

Yearly Horoscope: વિક્રમ સંવત 2081 પ્રથમ 6રાશિના જાતક માટે કેવું નિવડશે. જાણીએ જાણીતા જ્યોતિષી ચેતન પટેલ દ્રારા મેષથી કન્યાનું વાર્ષિક રાશિફળ

Yearly Horoscope: વાર્ષિક  રાશિફળ દ્રારા તમામ રાશિઓના જીવનના વિવિધ પાસાઓ વિશે માહિતી મળે છે.  વર્ષ 2081  મેષથી કન્યા રાશિના જાતક માટે  કેવું નિવડશે. જાણીએ વાર્ષિક રાશિફળ.

મેષ રાશિ

 વિક્રમ.સવંસ  2081માં  વર્ષની શરૂઆતમાં ગુરૂ  ગોચર માં વૃષભ રાશિમાં તમારી રાશિથી બીજા  ધનમાં  ભ્રમણ કરશે   જે  વેપાર ધંધા નોકરીમાં મોટા ધન લાભ અપાવશે, યશ  નામ  અપાવશે.  પ્રગતિ કરાવશે, કૌટુંબિક ધન પ્રાપ્તિના યોગ પણ બની રહ્યાં છે.  

તા. 14-૦5-2025 થી  ગુરુ  મિથુન રાશિમાં આવતા  તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને રહે છે. જે  ભાઈ- બહેન  સાથે  મતભેદો ઊભા કરી શકે છે.  નાના મોટા પ્રવાસો કે નોકરી ધંધા ઘર  સ્થળાંતર ના યોગ બનશે.  વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં  હોવાથી તમારા અગિયારમાં લાભસ્થાને ભ્રમણ કરે છે. જે આર્થિક  સુખમાં વધારો કરાવે છે. વેપાર ધંધા   નોકરીમાં મોટા ધન લાભ આપશે.  સમાજમાં માન આપવે છે   દરેક કાર્યમાં સફળતા મળશે.

 તા. 29 -૦૩- 2025  થી શનિ મીન રાશિમાં આવતા તમારી રાશિ થી બારમાં વ્યય સ્થાનમાં આવશે. અહીં તમારે સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો લોઢાના પાથે  માથા પરથી  પસાર થાય  જે શારીરિક  માનસિક, આર્થિક  તકલીફ ઊભી કરી શકે છે.  દરેક જગ્યાએ અવરોધો ઉભા કરી શકે છે.  

 સ્રીઓ માટે : આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. વર્ષ  ની શરૂઆત માં દરેક જગ્યાએ લાભ રહે ત્યારબાદ  29  માર્ચ થી શનિ  મીન રાશિમાં આવતા દામ્પત્યજીવનમાં અણબનાવ ઊભા કરી શકે કૌટુંબિક  કે આર્થિક તકલીફો  વધી શકે છે.   પેટને લગતી  નાની મોટી તકલીફો પણ થઇ શકે છે.  

વિદ્યાર્થીઓ માટે :- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ  શરૂઆતમાં  સારું રહેશે મહેનત પ્રમાણે ફળ મળશે.  માર્ચ 2025થી  સ્થિતિ મધ્યમ રહેશે, વિદ્યા પ્રાપ્તિમાં અવરોધો આવશે. ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવાના પ્રયત્નમાં કઠિનાઈ આવશે.  જેથી વધુ મહેનત કરવી હિતાવણ છે.  

વૃષભ રાશિ

વૃષભ રાશિ , વિક્રમ સવંત 2081 ના વર્ષ ની શરૂઆતમાં ગુરુ વૃષભ રાશિનો  તમારી રાશિથી  પહેલા દેહ ભાવ માં રહેશે, જે  નોકરી ધંધા માં નાનો મોટો  આર્થિક અવરોધ કે, ભય ઉભો કરી શકે છે.   ખર્ચ પર કાબુ રાખો નોકરી ધંધામાં બહુ મોટા ફેરફાર કરવા હિતાવહ નથી.

તા. 14 -05- 2025થી  મિથુનનો ગુરૂ તમારી રાશિથી  બીજા ઘનભાવે રહેશે.  જે  આર્થિક બાબતો માટે શુભ બનતો જશે  રોકાયેલા કાર્યો પૂરા થશે કુટુંબમાં વડીલ તરફથી  ધન કે  સંપત્તિ મેળવવા યોગ બનતા  આવશ્યકતા માટે નાણાંની સગવડ સરળતાથી  થતી જશે. 

વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં  હોઈ તમારા દસમા કર્મ સ્થાને  રહેશે  જે    નોકરી વ્યવસાયમાં લાભ અપાવશે.  આવકની સ્થિરતા રહશે. મનની શાંતિ રહેશે પરંતુ  થોડી વધુ મહેનતના યોગ  બની રહ્યાં છે પરંતુ  મહેનતફળદાયી રહેશે.  તા. 29-03 -2025થી શનિ તમારી રાશિથી અગિયારમા લાભ ભાવે રહેશે, જેની  તમારા  સુખમાં વધારો થશે.  દરેક કામમાં થતો   વિલંબ દૂર થશે. સફળતા મળશે, શારીરિક નાની-મોટી તકલીફો હોય તે પણ દૂર થશે

સ્ત્રી ઓ માટે :  આ વર્ષ  શરૂઆતમાં મધ્યમ પસાર થશે. પણ  માર્ચ 2025 થી ખુબ સારો સમય શરૂ થાય જે દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે અને દરેક કર્યોમાં લાભ થશે.  

વિદ્યાર્થીઓ માટે :  આ વર્ષ શરૂઆતમાં કઠિન રહેશે,   ઈતર પ્રવૃત્તિ છોડી અભ્યાસ પરત્વે ધ્યાન કેન્દ્રિત કરશો તો લાભ થશે માર્ચ 2025થી સમય સુધરી જશે. પરિણામ સારું આવશે. ઉચ્ચ અભ્યાસના યોગ પણ સારા બની રહ્યાં છે.

મિથુન રાશિ:

મિથુન રાશિ: વિક્રમ સંવત ૨૦૮૧ વર્ષ ની શરૂઆતમાં વૃષભનો  ગુરુ તમારી રાશિથી  બારમાં વ્યય  સ્થાને રહે છે.  વ્યાધિ અને પીડાના યોગ બની રહ્યાં છે. જે નોકરી ધંધામાં સમસ્યા સર્જી શકે છે. આ સાથે ધન ખર્ચ પણ વધી શકે છે. ફિજૂલ ખર્ચ વધી શકે છે.  

તા 14-5-2025થી મિથુન નો ગુરુ પ્રથમ ભાવ માં  પસાર થશે  કોઈ ઉતાવળીયો નિર્ણય તકલીફ આપે. શારીરિક સમસ્યા પણ આવી શકે છે.  ભાઈ-ભાંડુ સાથે મનદુઃખના પ્રસંગો  બની શકે છે.

વર્ષની  શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં  તમારી રાશિથી નવમા ભાગ્યભાવે રહેશે. જે ભાગ્યમાં વિઘ્નો, રૂકાવટો તેમજ વિલંબ કરાવે વિદેશને લગતા કાર્યોમાં રૂકાવટ થાય   તમારી મહેનતનું ફળ વિલંબ  બાદ મળે વડીલવર્ગને બિમારીના યોગ બને   તમારી સહન શક્તિની કસોટી થાય

 તા. 29 ૦૩-2025થી શનિ  મીન રાશિનો તમારી રાશિથી દસમા  કર્મ ભાવે આવે છે. જે  રોકાયેલા કાર્યો પૂરા કરશે. ધન લાભ  મળવાના યોગ શરૂ થશે. જેથી મનને  શાંતિ થશે, થોડી વધુ મહેનતના યોગ બનાવે પણ લાભ થશે.  

 સ્ત્રીઓ માટે : આ વર્ષ શરૂઆતમાં મધ્યમ પસાર થાય માર્ચ 2025થી રોકાયેલા કાર્યો પૂરા થાય  આર્થિક લાભ મળી શકે છે.

વિદ્યાર્થીઓ માટે :- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય છે.  આળસના કારણે પરિણામ નબળું આવે મહેનત કરશો તો માર્ચ બાદ સારું પરિણામ મળશે.

કર્ક રાશિ

કર્ક રાશિ : વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં કર્કનો  ગુરુ તમારી રાશિથી અગિયારમાં લાભ ભાવ માં ભ્રમણ કરશે,  જે વેપાર ધંધા નોકરીમાં આર્થિક રીતે લાભદાયી નીવડશે અને  પ્રગતિ કરાવશે.સામાજિક પ્રતિષ્ઠા વધતી જણાય છે. કૌટબિક માન મોભો વધતો જણાય

14 -5-2025 બાદ ગુરૂ  મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરતા તમારી રાશિથી બારમા વ્યય ભાવે આવશે. આ બારમે  ગુરુ  કષ્ટ વ્યાધિ અને પીડા આપવશે.  શારીરિક તકલીફો વધતી જણાય.ભાગ્યમાં અડચણો આવે  રુકાવટો ઉભી થઇ શકે છે.  

વર્ષની શરૂઆતમાં કુંભનો  શનિ  તમારી રાશિથી આઠમા સ્થાનમાં ભ્રમણ કરશે. જે કષ્ટ પીડા અને શારીરિક નાની મોટી તકલીફો આપાવશે. . પડવા-વાગવાના યોગ બને આકસ્મિક  જવાબદારીઓ તમારી પરેશાની વધારે. સતત પ્રયત્નશીલ હોવા છતાં તમે યોગ્ય ફળ ન  મળે નુકશાની વધે  દગો ફટકો થાય   યાત્રા પ્રવાસ  કષ્ટદાથી નીવડે. સંયમથી સમય પૂર્ણ પસાર કરવો.  

તા 29--૩-2025થી શનિ  મીનનો થતાં તમારી રાશિથી નવમા  ભાગ્યભાવે રહેશે.  જે ભાગ્યવૃદ્ધિમાં   વિલંબ કરાવશે. નાણાંકીય અવરોધો ઊભા થાય. નોકરિયાત વર્ગને ઉપરી વર્ગ સાથે અણબનાવ બને નહીં તેની કાળજી રાખવી.

સ્ત્રીઓ માટે : આ વર્ષ મિશ્ર ફળદાથી ગણાય, આંતરિક - કૌટુંબિક તેમજ આર્થિક અનેક સમસ્યાઓ ઉદભવે. સંતાન સાથે  મતભેદો  ઉભા થઇ શકે  છે.

વિદ્યાર્થીઓ માટે : આ વર્ષ થોડું કઠિન કહી શકાય,  સારા પરિણામ  માટે તમારે કઠોર પરિશ્રમ કરવાની જરૂર જણાય, વિદેશ જવામાં વિલંબ થઈ શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિ : વિક્રમ સંવત 2081ની શરૂ આતથી વૃષભનો  ગુરૂ  તમારી રાશિથી દસમા ભાવે રહે છે. જે આજીવિકા સંબંધી કાર્યોમાં ફેરફાર કરાવે છે. મુસાફરી કે પ્રવાસ કરાવે છે.  નોકરિયાત વર્ગને નોકરીમાં  ફેરફાર કે બદલીના યોગ બની શકે છે.

તા. 14 -૦5-2025થી મિથુનનો  ગુરુ તમારી રાશિથી અગિયારમા લાભ ભાવે આવે છે. જે  વેપાર ધંધા નોકરીમાં વૃદ્ધિના  યોગ બનાવે છે સમાજમાં યશ નામ પ્રતિષ્ઠા વધારશે. આવક ના સાધનો ઊભા થાય ધન પ્રાપ્તિના યોગ બનશે.

વર્ષની શરૂઆતામાં કુંભનો શનિ તમારી રાશિથી  સાતમા સ્થાનમાં રહે છે, જે લગ્ન જીવન ભાગીદારી નોકરીમાં વાદવિવાદથી બચવું. લગ્નમાં વિલંબના યોગ બની રહ્યાં છે. .

તા.29-૦૩-2025થી મીન રાશિનો શનિ તમારી રાશિથી  આઠમા ભાવે ભ્રમણ કરશે, જે આરોગ્ય અંગે કષ્ટદાયી ગણાશે.   શારીરિક તકલીફો વધે આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધશે. નોકરિયાત વર્ગે નોકરીમાં સ્થિર રહેવું.

સ્ત્રી વર્ગ માટે:  એકંદરે આવકની દ્રષ્ટિએ   વર્ષ  સારું રહેશે,   વાદવિવાદથી દૂર રહેવું વર્ષની મધ્યથી કાર્ય સફળતાના યોગ બનશે  રોકાયેલા પ્રશ્નો પુરા થશે

વિદ્યાર્થીઓ માટે :  આ વર્ષે શરૂઆતથી જ લાભદાયી પુરવાર થશે. અભ્યાસમાં ધીમી ગતિએ સફળતાના યોગ બની રહ્યાં છે મહેનત થી ધાર્યું પરિણામ મળી શકે છે.

કન્યા રાશિ:

કન્યા રાશિ: વિક્રમ સવંત 2081 વૃષભનો ગુરુ વર્ષની શરૂઆતમાં તમારી રાશિથી નવમાં ભાવે ભ્રમણ કરશે,  જે નોકરી ધંધા વ્યવસાયમાં સફળતાના યોગ બનાવે છે, ભાગ્યોદય થઈ શકે છે. મોટો ધનલાભ  પણ થાય. વિદેશ જવાના યોગ ઊભા થશે. લગ્નના યોગ બનશે. સંતાન પ્રાપ્તિના પણ યોગ બનશે .

 તા. 14-5-2025થી મિથુન  ગુરૂ તમારી રાશિથી  દસમા કર્મભાવે આવશે.  જે નોકરી ધંધામાં નાના-મોટા ફેરફાર અને  પ્રવાસના યોગ ઊભા કરે છે. આવકનું પ્રમાણ વધશે.  જમીન મકાન પ્રોપર્ટી કે ગાડી પાછળ ખર્ચ થાય. વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારા છઠ્ઠા રોગ-શત્રુભાવે રહેશે. શનિ આ સ્થાનમાં અનુકૂળ છે. કોર્ટ કચેરી લડાઈ ઝઘડા હરીફાઈ વગેરેમાં જીત થાય. મોટા આર્થિક લાભ મળે. શત્રુ વિજય યોગના કારણે સફળતા મળશે. થાય  ધંધાકીય મુસાફરીના યોગ બનશે.  તા. 29-૦૩-2૦25થી  મીન રાશિનો શનિ તમારી રાશિથી સાતમા ભાગીદારી સ્થાનમાં ભ્રમણ કરશે. જેથી લગ્ન જીવન નોકરી વગેરેમાં ગેરસમજ ઊભી ન થાય તેની તકેદારી રાખવી પેટની ગરબડ કે સમસ્યા થઈ શકે છે.આરોગ્ય સાચવવું.

સ્ત્રીઓ માટે :-સ્ત્રીઓ માટે આ વર્ષ ફળદાયી રહેશે. વર્ષ ની મધ્ય થી આરોગ્ય સુધરતું જણાય નોકરી ધંધા વ્યવસાયમાં લાભ થાય આર્થિક તકલીફો દૂર થશે.  

વિદ્યાર્થીઓ માટે : વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું પસાર થશે. મહેનતના પ્રમાણમાં ધાર્યું  ફળ પ્રાપ્ત થશે. વિદેશ જવાના યોગ ઊભા થઈ શકે છે.   હરિફાઈમાં  જીતની પ્રાપ્તિ થશે.

- જ્યોતિષાચાર્ય ચેતન પટેલ 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Embed widget