Astro Tips: નિષ્ફળતા પીછો નથી છોડતી તો આ ઉપાય અપનાવી જુઓ, જાણો કારગર જ્યોતિષી ઉપાય
Astro Tips: તમામ પ્રયાસો છતાં ઘણી વખત સફળતા મળતી નથી. જ્યારે ચારેબાજુથી નિરાશા છવાઈ જાય છે, ત્યારે શાસ્ત્રો અનુસાર, ઘર મંદિર અથવા તો બહારના મંદિરમાં કેટલાક ઈ ચોક્કસ ઉપાયથી ભાગ્ય બદલી શકે છે.

Astro Tips: તમામ પ્રયાસો છતાં ઘણી વખત સફળતા મળતી નથી. જ્યારે ચારેબાજુથી નિરાશા છવાઈ જાય છે, ત્યારે શાસ્ત્રો અનુસાર, ઘર મંદિર અથવા તો બહારના મંદિરમાં કેટલાક ઈ ચોક્કસ ઉપાયથી ભાગ્ય બદલી શકે છે.
જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો, તો એક રૂપિયાનો સિક્કો, કપાસ, ચાંદીનો ચોરસ ટુકડો, સફેદ રૂમાલ અને તાંબાનો કલશ લો.
આમાંથી કોઈપણ એક સામગ્રીને ચોખાની સાથે લો અને તેને ઘરના મંદિરમાં અથવા કોઈ નજીકના મંદિરમાં રાખો, તમારી સમસ્યાઓના નિવારણ માટે પ્રાર્થના કરો. જો કે આ ઉપાય ગુપ્ત રીતે કરવાનો છે.
જો રૂમાલ લઇ રહ્યાં છો તો 1 મૂઠ્ઠી ચોખા તેમાં બાંધી દો. એક સોપારી સાથે મંદિરમાં ગુપ્ત રીતે રાખો. જેનાથી કાર્ય સિદ્ધિ થશે.
જો કપાસનો ઉપયોગ કરો છો તો ચોખા સાથે ખાંડ લો અને જેને મંદિરમાં એ સમયે રાખો જ્યારે મંદિરમાં કોઇ ન હોય. માન્યતા છે કે તેનાથી જીવન ખુશીઓથી સભર થઇ જશે.
શક્ય હોય તો ચાંદીનો ટૂકડો ચોખામાં છુપાવીને મંદિરમાં ગુપ્ત રીતે રાખી દો. આ પ્રયોગથી આપની મહેનત રંગ લાવશે. જે કામ માટે પરેશાન થઇ રહ્યાં છો વિઘ્ન વિના પરિપૂર્ણ થશે.
કાર્ય સિદ્ધિ માટે વિઘ્નહર્તાની આરાધના પણ સિદ્ધ થાય છે. આ માટે બુધવારે ગણેશજીની પૂજા કરીને દુર્વા અર્પણ કરવો અને આપના મનોરથને દોહરાવો. વિઘ્નહર્તા આપના કામનાની પૂર્તિ કરશે.
સોમવાર શિવજીને સમર્પિત છે. સોમવારના દિવસે મહાદેવને જલ અર્પણ કરીને બે જુદા જુદા ફળ અર્પણ કરો. જેનાથી આપને પણ આપના કાર્યનું ફળ મળશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો




















