શોધખોળ કરો

મોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર: ગેસ કટોકટી સર્જાતા એસોસિએશનનો 20 થી 25 દિવસના શટડાઉનનો નિર્ણય!

ઈરાન-ઇઝરાયલ યુદ્ધને કારણે 'સ્ટ્રેટ ઓફ હોર્મુસ' બંધ થતા ગેસ સપ્લાય ઠપ; કોરોના કાળ બાદ પહેલીવાર 400 થી વધુ સિરામિક એકમોએ સામૂહિક વેકેશન જાહેર કર્યું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ખાડી દેશોના યુદ્ધને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ પર માઠી અસર.
  • ઈરાન દ્વારા 'સ્ટ્રેટ ઓફ હોર્મુસ' બંધ થતાં ગેસ-તેલની કટોકટી.
  • 400 થી વધુ સિરામિક એકમોમાં 20-25 દિવસનું સામૂહિક શટડાઉન.
  • યુદ્ધ બાદ ગેસ પુરવઠો શરૂ થતાં નવા કોસ્ટિંગ સાથે ફરી શરૂ થશે.

ખાડી દેશોમાં ભડકેલા ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધની સીધી અને માઠી અસર હવે આપણા મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે. ઈરાને ગુસ્સામાં આવીને 'સ્ટ્રેટ ઓફ હોર્મુસ' બંધ કરી દેતા ગેસ અને તેલની ભારે કટોકટી સર્જાઈ છે. આ ગેસ કટોકટીના કારણે મોરબીમાં પ્રોપેન અને નેચરલ ગેસથી ચાલતા 400 થી વધુ સિરામિક એકમો તો ધીરે-ધીરે પહેલેથી જ બંધ થઈ ગયા હતા. હવે સ્થિતિ એટલી વણસી છે કે મોરબી સિરામિક એસોસિએશને મીટિંગ બોલાવીને તમામ સિરામિક એકમોમાં 20 થી 25 દિવસનું સળંગ 'શટડાઉન' (વેકેશન) રાખવાનો સર્વાનુમતે ઐતિહાસિક નિર્ણય લીધો છે. કોરોના કાળ પછી આ પહેલીવાર છે જ્યારે સિરામિક ઉદ્યોગને આ રીતે સામૂહિક બંધ પાળવાની નોબત આવી છે.

કોરોના પછી પહેલીવાર સામૂહિક બંધની નોબત

કોરોના કાળની એ ભયંકર મહામારી વખતે સિરામિક એસોસિએશને સામૂહિક રીતે ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારપછી આજદિન સુધી ક્યારેય એવી કટોકટી નહોતી આવી કે આખા એસોસિએશને ભેગા મળીને ફેક્ટરીઓ બંધ કરવી પડે. અત્યાર સુધી તો કારખાનેદારો પોતાની રીતે જ્યારે મશીનરીનું મેન્ટેનન્સ કરવાનું હોય ત્યારે જ એકમો બંધ રાખતા હતા. પણ હવે ખાડી દેશોના યુદ્ધે મોરબીના ઉદ્યોગપતિઓની ચિંતા વધારી દીધી છે.

યુદ્ધની અસર અને સરકારના મનામણા

ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે 'સ્ટ્રેટ ઓફ હોર્મુસ' બંધ થઈ જતા ગેસ અને તેલના સપ્લાય પર બ્રેક વાગી ગઈ છે. જોકે, ભારત સરકાર અત્યારે હરકતમાં આવી છે અને ઈરાન સાથે વાતચીત કરીને આપણા રોકાયેલા જહાજો (શિપ) રવાના કરવા માટે તેમને મનાવવાના પૂરા પ્રયાસો કરી રહી છે. પરંતુ જ્યાં સુધી ગેસનો પુરવઠો રાબેતા મુજબ ન થાય, ત્યાં સુધી સિરામિક ફેક્ટરીઓ ચલાવવી અશક્ય બની ગઈ છે. આ જ કારણસર 400 થી વધુ એકમોના મશીનો શાંત પડી ગયા છે.

એસોસિએશન પ્રમુખનું નિવેદન: શટડાઉનમાં શું થશે?

આ પરિસ્થિતિને પહોંચી વળવા આજે સિરામિક એસોસિએશનની એક અગત્યની મીટિંગ મળી હતી. આ અંગે માહિતી આપતા સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાએ જણાવ્યું હતું કે, "મીટિંગમાં અમે સર્વાનુમતે એવો નિર્ણય લીધો છે કે તમામ એકમો અત્યારે 20 થી 25 દિવસનું વેકેશન પાળશે અને સંપૂર્ણ શટડાઉન લેશે."

આ શટડાઉનના સમયગાળા દરમિયાન કારખાનેદારો નવરા બેસવાને બદલે પોતપોતાની મશીનરીનું જરૂરી મેન્ટેનન્સ કરાવી લેશે. ત્યારબાદ જ્યારે ગેસનો સપ્લાય ફરીથી શરૂ થશે, ત્યારે ગેસના નવા ભાવો મુજબ નવું કોસ્ટિંગ (ખર્ચનો હિસાબ) કાઢીને જ યુનિટો ફરીથી ધમધમતા કરવામાં આવશે.

Frequently Asked Questions

મોરબીના સિરામિક ઉદ્યોગ પર યુદ્ધની શું અસર થઈ રહી છે?

ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધને કારણે 'સ્ટ્રેટ ઓફ હોર્મુસ' બંધ થતાં ગેસ અને તેલની કટોકટી સર્જાઈ છે, જેની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે.

મોરબી સિરામિક ઉદ્યોગમાં કેટલા એકમો બંધ રાખવામાં આવ્યા છે?

ગેસ કટોકટીના કારણે મોરબીમાં પ્રોપેન અને નેચરલ ગેસથી ચાલતા 400 થી વધુ સિરામિક એકમો બંધ રાખવામાં આવ્યા છે.

સિરામિક એસોસિએશને કેટલા દિવસનું શટડાઉન જાહેર કર્યું છે?

મોરબી સિરામિક એસોસિએશને તમામ સિરામિક એકમોમાં 20 થી 25 દિવસનું સળંગ શટડાઉન (વેકેશન) રાખવાનો નિર્ણય લીધો છે.

શટડાઉન દરમિયાન કારખાનેદારો શું કરશે?

શટડાઉનના સમયગાળા દરમિયાન કારખાનેદારો પોતાની મશીનરીનું જરૂરી મેન્ટેનન્સ કરાવશે અને ગેસ પુરવઠો ફરી શરૂ થયા બાદ નવા ભાવો મુજબ કોસ્ટિંગ કાઢીને યુનિટો ફરી શરૂ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
Embed widget