Shrawan Jalabhishek : શ્રાવણ માસમાં આ આ નિયમથી કરો જલાભિષેક,મળશે શીઘ્ર પૂજાનું ફળ, કામનાની થશે પૂર્તિ
હાલ મહાદેવને સમર્પિત શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ માસમાં મહાદેવની સાધના ઉપાસનાથી ધાર્યુ ફળ મળે છે. જો વિધિ વિધાન સાથે મહાદેવને માત્ર જળનો કળશ પણ ચઢાવવમાં આવે તો શીઘ્ર મનોકામનાની પૂર્તિ થાય છે.
Shrawan Jalabhishek :જે ભક્ત ભગવાન શિવને સાચા હૃદયથી જળથી અભિષેક કરે છે. ભગવાન તેના બધા દુ:ખ દૂર કરે છે. આ સાથે તેમને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ મળશે. શિવલિંગનો જલાભિષેક કરતી વખતે દિશાનું ધ્યાન રાખવું જરૂરી છે.એવું માનવામાં આવે છે કે પૂજા સમયે શિવલિંગને જળ ચઢાવવાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ જળ ચઢાવતી વખતે દિશાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. તો જ પૂજાનું પૂર્ણ ફળ મળે છે.
આ દિશા તરફ ન રાખો મુખ
શાસ્ત્રો અનુસાર દક્ષિણ દિશામાં ઉભા રહીને શિવલિંગને જળ અર્પણ કરવું જોઈએ. તમારે ક્યારેય ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ તરફ મુખ ન કરવું જોઈએ. તેને શુભ માનવામાં આવતું નથી. કારણ કે શાસ્ત્રો અનુસાર શિવજીની પીઠ, ખભા વગેરે આ દિશાઓમાં છે.
દક્ષિણ દિશામાં ઉભા રહીને એવી રીતે જળ ચઢાવો કે શિવલિંગ પર જળ ઉત્તર દિશામાં પડે. આનાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે ભગવાન શિવને ઝડપથી પાણીની ધારા ન ચઢાવવી જોઈએ પરંતુ ધીમે ધીમે જ જલાભિષેક કરવો જોઇએ.
પરિક્રમા દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો
શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે, શિવલિંગ પર ચઢાવેલું જળ ક્રોસ ન કરવુ જોઈએ. એટલા માટે શિવલિંગ પર જળ ચઢાવ્યા પછી ક્યારેય પણ પૂર્ણ પરિક્રમા ન કરવી. જલાભિષેક કરતી વખતે સ્ટીલની જગ્યાએ તાંબા કે પિત્તળના વાસણનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
તાંબાના વાસણમાંથી દૂધ ન ચઢાવો
જો તમે શિવલિંગ પર દૂધ ચઢાવતા હોવ તો તાંબાના વાસણનો ઉપયોગ ન કરવો જોઈએ. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે પૂજા કર્યા પછી ધૂપ અથવા અગરબત્તી શિવલિંગની ઉપર ન રાખવી જોઈએ, પરંતુ નીચે રાખવી જોઈએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો