શોધખોળ કરો

Jyotish Upay: કામમાં વારંવાર આવે છે રૂકાવટ, જ્યોતિષના આ અચૂક ઉપાય કરી જુઓ, મળશે કાર્ય સિદ્ધિ

Jyotish Upay: જ્યોતિષમાં આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે સૌભાગ્ય વધારવાનું કામ કરે છે. આ સરળ જ્યોતિષીય ઉપાયો કરવાથી ભાગ્ય ચમકે છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.

Jyotish Upay: જ્યોતિષમાં આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે સૌભાગ્ય વધારવાનું કામ કરે છે. આ સરળ જ્યોતિષીય ઉપાયો કરવાથી ભાગ્ય ચમકે છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.

 ઘણા લોકો સાથે  એવું બનતું હોય છે કે, લાખો પ્રયત્નો કરવા છતાં તેમનું કોઈ કામ આસાનીથી થતું નથી. તેમના દરેક કામમાં વારંવાર અડચણો આવે છે. જીવનમાં દુર્ભાગ્ય રહે છે અને કેટલીક પરેશાનીઓ આવતી જ રહે છે. જ્યોતિષમાં આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જે સૌભાગ્ય વધારવાનું કામ કરે છે. આ સરળ જ્યોતિષીય ઉપાયો કરવાથી ભાગ્ય ચમકે છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.

સૂર્યના ઉપાયથી સફળતા મળશે
જો આપને  સુખ અને સમૃદ્ધિ જોઈતી હોય તો સૂર્યોદય પહેલા ઉઠો. સૂર્યોદય પછી સુવાથી નકારાત્મક ઉર્જા મળે છે. દરરોજ સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન કરો. આ પછી ઉગતા સૂર્યને જળ ચઢાવો. આ ઉપાય કરવાથી તમને સૌભાગ્ય અને સ્વાસ્થ્ય મળશે. સૂર્યદેવની કૃપાથી વ્યક્તિને માન-સન્માન પણ મળે છે.

 મા લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ઉપાયો
જો પ્રગતિમાં અડચણ આવી રહી હોય અથવા વેપારમાં સતત નુકસાન થતું હોય તો ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઉપાય કરો.ગુરુવારે પીળા કપડામાં પીળા ફૂલ, પીળા રંગની મીઠાઈઓ રાખી લક્ષ્મી-નારાયણને અર્પણ કરો. આ ઉપાય કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને ભાગ્યોદય થશે.

 ગણપતિ તમામ અવરોધો દૂર કરશે
ગણપતિ વિઘ્નકર્તા માનવામાં આવે છે. કરિયર અને બિઝનેસમાં આવનારી સમસ્યાઓને દૂર કરવા માટે દરરોજ ગણપતિની પૂજા કરો. પૂજામાં ભગવાન ગણેશને દુર્વા ચઢાવો. તેનાથી તેઓ પ્રસન્ન થાય છે અને શુભ અને ધનલાભના આશીર્વાદ આપે છે. ગણપતિજીની કૃપાથી કાર્યમાં કોઈ અવરોધ નથી આવતો

Shakun Apshakun: કાગડા સાથે જોડાયેલા આ સંકેતોને નજરઅંદાજ ન કરો, તેને  માનવામાં આવે છે અશુભ 

શકુન શાસ્ત્રમાં કાગડા સાથે જોડાયેલા ઘણા સંકેતો જણાવવામાં આવ્યા છે જે અશુભ પરિણામ આપે છે. કાગડાઓના આ સંકેતોને બિલકુલ અવગણવા જોઈએ નહીં.

આપણા જીવનમાં બનતી ઘણી ઘટનાઓને શુકન અને અપશુકન  સાથે જોડીને જોવામાં આવે છે. શકુન શાસ્ત્રમાં કેટલીક એવી વાતો કહેવામાં આવી છે, જે શુભ અને અશુભ સૂચવે છે. હિન્દુ ધર્મમાં કાગડાને યમનો દૂત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કાગડો એક એવું પક્ષી છે જેને કોઈપણ ઘટનાનો અગાઉથી ખ્યાલ આવી જાય છે. શકુન શાસ્ત્રમાં કાગડા સાથે જોડાયેલા ઘણા સંકેતો જણાવવામાં આવ્યા છે જે અશુભ પરિણામ આપે છે. કાગડાઓના આ સંકેતોને બિલકુલ અવગણવા જોઈએ નહીં. ચાલો જાણીએ કાગડા સાથે જોડાયેલા શુકન અને અશુભ શુકન વિશે.

કાગડાઓ તરફથી મળતાં અપશુકનના સંકેતો
જો કાગડો દક્ષિણ દિશા તરફ મુખ રાખીને બોલે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ રીતે કાગડો ઘરના કોઈપણ સભ્યને કોઈ મોટી બીમારી વિશે અગાઉથી જાણકારી આપી દે છે. તે ઘરના સભ્ય સાથે મોટી દુર્ઘટનાનો અશુભ સંકેત પણ દર્શાવે છે.ઘરના ધાબા પર કાગડાના ટોળા આવવા અને તેનું બોલવું પણ ખૂબ જ અશુભ છે. તે સંકટ આવવાની નિશાની છે. આવી સ્થિતિમાં ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ.

જો કાગડો તમને મારતો હોય તો તેને પણ અશુભ માનવામાં આવે છે. તે સૂચવે છે કે તમે કોઈ રીતે  મુશ્કેલીમાં આવી શકો છો. મુશ્કેલી  ભૌતિક કે આર્થિક પણ હોઈ શકે છે. કાગડાનું માથું અડવું પણ અશુભ છે. એવું માનવામાં આવે છે કે તમે અચાનક કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો અને તમારે સાવચેત રહેવાની જરૂર છે.

કાગડો પણ શુભ સંકેત આપે છે
જો વહેલી સવારે ઘર, બાલ્કની કે ટેરેસ પર કાગડો આવે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. તે ઘરમાં મહેમાનના આગમનનો સંકેત આપે છે. જો રોટલીનો ટુકડો મોંમાં દબાવીને કાગડો ઉડતો જોવા મળે તો તે તમારી મોટી ઈચ્છા પૂર્ણ થવાનો શુભ સંકેત છે. શકુન શાસ્ત્રમાં કાગડા માટે મધ્યાહ્ન સમયે ઉત્તર દિશામાં બોલવું પણ સારું માનવામાં આવે છે. કાગડો પાણી પીતો જોવાનો અર્થ છે કે તમને  ખૂબજ ઝડપથી ધન પ્રાપ્તિ થશે. 

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
Embed widget