Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન NA કરવાના કૌભાંડમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા. ઠીક તેના બીજા જ દિવસે જિલ્લાના તત્કાલિન કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલની ધરપકડ થઈ હતી. એનો મતલબ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ઓફિસમાં જમીન NA-NOCને લઈને કૌભાંડ ચાલતું હોવાના ઈડીને પુરાવા હાથ લાગ્યા છે. રાજેન્દ્ર પટેલને આજે અદાલત સમક્ષ હાજર કરી તેમના 10 દિવસના રિમાન્ડ મંગાયા. રિમાન્ડ દરમિયાન ઈડી તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું કે, લાંચની રકમ 10 કરોડથી વધુ હોવાનું પ્રાથમિક તબક્કે ધ્યાનમાં આવ્યું છે. ચેતન નામના એક વ્યક્તિએ 65 લાખ આપ્યા હોવાનું નિવેદન આપ્યું હોવાનું રિમાન્ડ દરમિયાન ઈડીએ અદાલતમાં રજૂઆત કરી છે કેમ કે, જમીનની મંજૂરી આપવી કે ન આપવી તેની તમામ વ્યવસ્થા સરકારી પોર્ટલ પર હોય છે અને તેમા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા કે નહીં તે નક્કી કરવામાં આવતું. સાથે જ જે અરજદારો અરજી કરે તેના બેકગ્રાઉન્ડની તપાસ કરવામાં આવતી હતી ત્યારે 800 જેટલી અરજીઓ એવી ધ્યાને આવી છે જે ડાઉનલોડ કરવામાં આવી હોય. ઈડીએ અદાલતને એ પણ કહ્યું કે, આરોપી એવા તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલ પાસે અનેક ઈલેક્ટ્રોનિક ડિવાઈસ છે તેની તપાસ કરવી જરૂરી છે. તેમજ વ્હોટ્સએપ, આઈપેડ અને એપલના કોમ્પ્યુટરની તપાસ કરવાની પણ બાકી છે.





















