શોધખોળ કરો

Mahashivratri 2022:મહાશિવરાત્રીએ કરો આ મહાઉપાય, મનોકામનાની પૂર્તિ સાથે સંતાન પ્રાપ્તિ માટે છે રામબાણ ઇલાજ

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનો નિયમ છે. ધાર્મિક માન્યતા છે કે, આ દિવસે શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે.

Mahashivratri 2022:મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનો નિયમ છે. ધાર્મિક માન્યતા છે કે, આ દિવસે શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે.

મહાશિવરાત્રી 2022 ના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું વિધાન  છે. ધાર્મિક માન્યતા છે કે, આ દિવસે શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રિ પર વિશેષ સંયોગ બની રહ્યો છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવી વિશેષ ફળદાયી છે. કહેવાય છે કે આ દિવસે શિવપુરાણનો પાઠ કરવાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે.

એવી પણ માન્યતા છે કે આ દિવસે સંતાન પ્રાપ્તિ માટે શિવપુરાણનો પાઠ કરવાથી લાભ થાય છે. પરંતુ શિવપુરાણનો પાઠ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

શિવપુરાણ પાઠમાં વર્તો સાવધાની

એક ધાર્મિક માન્યતા છે કે, શિવપુરાણના પાઠ અથવા શ્રવણ દ્વારા મન અને શરીરને શુદ્ધ કરવું જરૂરી છે. સ્નાન વગેરે પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને શિવમાં સાચી શ્રદ્ધા રાખો. કોઈના પ્રત્યે નફરત ન રાખો.

 એવું માનવામાં આવે છે કે, પાઠ દરમિયાન કોઈની ટીકા કે નિંદા કરવાથી પાઠનો પૂરો લાભ મળતો નથી. આ સમય દરમિયાન શુદ્ધ અને સાત્વિક ભોજન જ ખાઓ.

આ દરમિયાન તામસી ભોજનું સેવન ન કરો. પાપ કર્મથી બચો. એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે કોઇનું દીલ ન દુભવવું.

સંતાન પ્રાપ્તિની કામના થાય છે પૂર્ણ

શાસ્ત્રોમાં શિવપુરાણને પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. શિવ પુરાણમાં  શિવનો મહિમા ખૂબ જ સારી રીતે વર્ણવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, તેનો પાઠ કરવાથી કે સાંભળવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સાથે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર સાધકોની મનોકામના પણ પૂર્ણ થાય છે. દામ્પત્ય જીવનમાં આવતી પરેશાનીઓને દૂર કરવા માટે પણ શિવપુરાણનો પાઠ કરવામાં આવે છે. તેનાથી જીવનના તમામ પાપકર્મોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

Disclaimer:અહીં આપેલી જાણકારી માત્ર માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા માન્યતા કે જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇ પણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા નિષ્ણાતની સલાહ અવશ્ય લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget