શોધખોળ કરો

Navratri Colours 2022: નવરાત્રીમાં નવેય દિવસ આ રંગના પરિધાનમાં કરો મા દુર્ગાનું પૂજન, કામનાની થશે પૂર્તિ

નવરાત્રી એ હિન્દુ ધર્મનો ખૂબ જ વિશિષ્ટ મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર સમગ્ર દેશમાં વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે - ચૈત્ર (માર્ચ-એપ્રિલ) અને શારદા (ઓક્ટોબર-નવેમ્બર) મહિનામાં. નવરાત્રિમાં રંગોનું વિશેષ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે મા દુર્ગાના નવ સ્વરૂપોની વિવિધ રંગોથી પૂજા કરવાથી તેમના આશીર્વાદ મળે છે. આ રંગોને ધ્યાનમાં રાખીને પૂજા કરવાથી પરિવારમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે.

Navratri Colours 2022: નવરાત્રી એ હિન્દુ ધર્મનો ખૂબ જ વિશિષ્ટ મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર સમગ્ર દેશમાં વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે - ચૈત્ર (માર્ચ-એપ્રિલ) અને શારદા (ઓક્ટોબર-નવેમ્બર) મહિનામાં. નવરાત્રિમાં રંગોનું વિશેષ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે મા દુર્ગાના નવ સ્વરૂપોની વિવિધ રંગોથી પૂજા કરવાથી તેમના આશીર્વાદ મળે છે. આ રંગોને ધ્યાનમાં રાખીને પૂજા કરવાથી પરિવારમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે.

 શ્વેત રંગ ખૂબ જ  સુંદર રંગ છે. શાંતિનું પ્રતીક આ રંગ દરેકને ગમે છે. દેવી બ્રહ્મચારિણી શ્વેત વસ્ત્ર ઘારણ કરે છે. જે  પ્રેમ અને વફાદારીનું પ્રતીક છે. દેવીએ તેના જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કળશ અને  ફુલ  ધારણ કર્યો છે. તમે આ દિવસે તમારા ઘરને સજાવવા માટે જાસ્મિન અથવા સફેદ કમળ જેવા ફૂલોનો ઉપયોગ કરી શકો છો. શ્વેત વસ્ત્ર ધારણ કરીને બહ્રમચારીણીની પૂજા કરો.

બીજા નોરતે ચંદ્રઘટાની પૂજા કરવામાં આવે છે, ચંદ્રઘંટા લાલ પુષ્પ અને વસ્ત્ર ધારણ કરે છે. માનું પૂજન અર્ચન સાધકે પણ લાલ વસ્ત્ર ઘારણ કરીને કરવું જોઇએ. જેનાથી મા ચંદ્રઘંટા પ્રસન્ન થાય છે અને સુખ શાંતિનું વરદાન આપે છે.

નવરાત્રીના 9 રંગોમાં સૌથી પ્રિય રંગ રોયલ બ્લુ છે. આ રંગનો ઉપયોગ દેવી કુષ્માંડાને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે, જે તેના આઠ હાથને કારણે અષ્ટભુજા દેવી તરીકે પણ ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિના ત્રીજા દિવસે  વાદળી રંગના કપડાં પહેરવા અને આ દેવીની પૂજા કરવાથી સ્વાસ્થ્ય, સંપત્તિ અને શક્તિ પ્રાપ્ત થાય છે.

હિંદુ ધર્મમાં, પીળાને શિક્ષણ અને જ્ઞાનનો રંગ માનવામાં આવે છે, દેવી સ્કંદમાતાનો રંગ છે. આ દિવસે પીળા રંગનું પુષ્પ  માને અર્પણ કરો, હળદર અર્પણ કરો, આ પ્રયોગથી શીઘ્ર લગ્નના યોગ બને છે.

નવરાત્રિ દરમિયાન લીલો રંગ પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે નવી શરૂઆત અને સમૃદ્ધિનું પ્રતીક છે. લીલો રંગ કુદરત માતાનો રંગ છે અને દેવી કાત્યાયની પણ આ રંગ પહેરીને પૂજાય છે. તમને જણાવી દઈએ કે દેવી કાત્યાયનીએ મહિષાસુરન રાક્ષસને હરાવ્યો હતો. નવરાત્રિના પાંચમા દિવસે લીલા વસ્ત્રો પહેરીને તમે દેવીની પૂજા કરી શકો છો, તમને તેમના આશીર્વાદ ચોક્કસ મળશે.

નવરાત્રિમાં છ્ઠા નોરતે  ભૂરા રંગના પરિધાન  પહેરી શકો છો. આ એક સરસ અને ભવ્ય રંગ છે. તેમજ કાલરાત્રી દેવીની પૂજા માટે ભૂરા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. તે દેવી પાર્વતીનું સ્વરૂપ છે અને માનવામાં આવે છે કે તે વિશ્વની દરેક દુષ્ટતાનો નાશ કરે છે.  મા કાળીની કૃપાથી જીવનમાંથી  નકારાત્મક વસ્તુઓનો નાશ થાય.

નવરાત્રીના ખાસ રંગોમાં નારંગી રંગ સૌથી ખાસ છે (નવરાત્રી રંગો 2022). આ એક ખૂબ જ સુંદર રંગ છે. નારંગી રંગ ગરમી, અગ્નિ અને ઊર્જા સાથે સંબંધિત છે. નારંગી રંગના વસ્ત્રો પહેરીને દેવીનીપૂજા કરવાથી મા પ્રસન્ન થાય છે અમને મનોરથને પૂર્ણ કરે

ગુલાબી નવરાત્રિનો રંગ છે જેનો ઉપયોગ દેવી મહાગૌરીની પૂજા કરવા માટે થાય છે. દેવી મહાગૌરી દુર્ગાનો અવતાર છે, અને લોકો જીવનના તમામ કષ્ટોમાંથી મુક્તિ મેળવવા માટે તેમની પૂજા કરે છે. ગુલાબી રંગ શાંતિ અને શાણપણનો રંગ પણ છે. તેથી આ દિવસે ગુલાબી રંગના કપડાં પહેરો. દરરોજ નવરાત્રી 2022 ના રંગને અનુસરીને આ નવરાત્રીને આનંદકારક અને ખુશ ખુશાલ બનાવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Embed widget