Navratri Kalash Visarjan Muhurat 2025: નવરાત્રિના સમાપન સાથે જાણો કળશ વિસર્જનની વિધિ અને શુભ મુહૂર્ત
Navratri Kalash Visarjan Muhurat 2025:ચૈત્ર નવરાત્રી કલશ વિસર્જન માટેનો શુભ સમય 7મી એપ્રિલ 2025ના રોજ સવારે 11:58 થી 12:49 સુધીનો રહેશે. તમને જણાવી દઈએ કે નવરાત્રિ દરમિયાન સ્થાપિત કલશ અને બાકીની પૂજા સામગ્રીનું વિસર્જન દશમીના દિવસે કરવામાં આવે છે.

Navratri Kalash Visarjan Muhurat 2025: ધાર્મિક માન્યતાઓ અનુસાર, નવરાત્રિના પહેલા દિવસે જે રીતે શાસ્ત્રોક્ત રીતે કલશની સ્થાપના કરવામાં આવે છે. તેવી જ રીતે કલશનું વિસર્જન પણ સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરવું જોઇએ.
નવરાત્રીનો પવિત્ર તહેવાર 6 એપ્રિલના રોજ સમાપ્ત થઈ ગયો.. આવી સ્થિતિમાં, ભક્તો કલશના વિસર્જન માટેના શુભ મૂહૂર્ત સર્ચ કરી રહ્યાં છે. વાસ્તવમાં, નવરાત્રિના પ્રથમ દિવસે વિધિપૂર્વક જે કલશની સ્થાપના કરવામાં આવે છે તે પણ નવરાત્રિના અંત પછી વિસર્જન કરવામાં આવે છે. તો જ નવરાત્રિ વ્રતનું સંપૂર્ણ ફળ મળી શકે છે. તો આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે કલશની સ્થાપના ક્યારે, કયા સમયે અને કયા વિધિ વિધાનથી કરવી જોઈએ.
નવરાત્રિ કળશ વિસર્જન મૂહૂર્ત
ચૈત્ર નવરાત્રી કલશ વિસર્જન માટેનો શુભ સમય 7મી એપ્રિલ 2025ના રોજ સવારે 11:58 થી 12:49 સુધીનો રહેશે. તમને જણાવી દઈએ કે નવરાત્રિ દરમિયાન સ્થાપિત કલશ અને બાકીની પૂજા સામગ્રીનું વિસર્જન દશમીના દિવસે કરવામાં આવે છે.
હનુમાન જયંતિની પૂજા માટેનું શુભ મૂહૂર્ત
હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ છે. શુભ સમયે પૂજા કરવાથી બમણું ફળ મળે છે. આ વર્ષે 12 એપ્રિલે પૂજાનો શુભ સમય સવારે 6:45 થી 8:08 સુધીનો રહેશે.
કળશ વિસર્જન વિધિ
- વિધિવત પૂજન કરી થાળ આરતી કરી વિસર્જન કરવું
- વિસર્જન પહેલા ક્ષમા પ્રાર્થના કરવી અને બાદ વિસર્જન મંત્ર બોલી ફુલ ચોખાથી વિસર્જન કરવું
- કલશની ઉપર રાખેલ નાળિયેર દરેકને પ્રસાદ તરીકે વહેંચવું જોઈએ.
- કલશનું પાણી આખા ઘરમાં આંબાના પત્તાથી છાંટવું જોઈએ.
- આ સિવાય પરિવારના તમામ સભ્યો પર પણ આ પાણીનો છંટકાવ કરવો જોઈએ. બાકીનું પાણી પીપળના ઝાડ પર ચઢાવવું જોઈએ.
- પૂજામાં રાખેલા પૈસા તિજોરીમાં મૂકો
- નવરાત્રિની પૂજામાં ઉપયોગમાં લેવાતી પૂજા સામગ્રી પીપળના ઝાડના ક્યારે કે તુલસીના ક્યારે મુકવી



















