(Source: ECI/ABP News/ABP Majha)
Navaratri vrat recipes: નવરાત્રિ દરમિયાન સ્વાદિષ્ટ ફરાળી ઢોંસાની આ રેસિપી ટ્રાય કરો
નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન પણ આપ ઢોંસાની લિજ્જત માણી શકો છો. નવરાત્રિમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. જેથી આ સમય દરમિયાન આપને કઇ ચટપટુ અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય તો આ ફરાળી ઢોંસાની રેસિપી સમજી લો
Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો
નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન પણ આપ ઢોંસાની લિજ્જત માણી શકો છો. નવરાત્રિમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. જેથી આ સમય દરમિયાન આપને કઇ ચટપટુ અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય તો આ ફરાળી ઢોંસાની રેસિપી સમજી લો માત્ર 20 મિનિટમાં તૈયાર થતી આ વાનગી સ્વાદની સાથે આપને ક્રેવિંગથી પણ બચાવશે કારણે તેના સંતોષ મળવતાથી લાંબા સમય સુધી ભૂખ નહિ લાગે. જાણીએ ફરાળી ઢોંસાની રેસીપી
આ સ્વાદિષ્ટ સાબુદાણા ઢોસા બનાવવા માટે વપરાતી સામગ્રીની વાત કરીએ તો તમારે ફક્ત 8 સામગ્રીની જરૂર પડે છે અને 20 મિનિટમાં સ્વાદિષ્ટ ફરાળી ઢોસા તૈયાર થઇ જશે.
સાબુદાણા તેને અંગ્રેજીમાં Sago અને Tapioca Pearls તરીકે પણ ઓળખવામાં આવે છે. ઢોસાનું બેટર બનાવવા માટે, તેને આખી રાત સાબુદાણાને પાણી પલાળીને રાખવા પડશે. પેસ્ટ બનાવવા માટે તેને ગ્રાઈન્ડ કરી દો.હા, સાબુદાણામાં સ્ટાર્ચ ભરપૂર માત્રામાં હોય છે જેથી બેટર ચીકણી બનશે પરંતુ ચિંતા કરશો નહીં, જ્યારે તમે બાકીના ઘટકો ઉમેરશો ત્યારે તે સારું થઇ જશે.
ફરાળી ઢોંસા બનાવવા માટેની સામગ્રી
રાજગીરાનો લોટ અને શિંગોળાનો લોટ : આ બેટરમાં ઉમેરવા માટે બે લોટનો જોઇશે સાબુદાણા અને શિગોળા.
દહીં: ઢોસામાં આથો લાવવા માટે દહીં ઉમેરવામાં આવે છે.
લીલા મરચાં અને કોથમીર, આદુ: આ સાથે તેમાં સ્વાદ માટે આ લીલી મરચા, કોથમીર અને આદુની પેસ્ટ ઉમેરવામાં આવે છે.
ફરાળી ઢોંસા બનાવવાની રીત
વધારાનો સ્ટાર્ચ દૂર કરવા માટે સાબુદાણાને સારી રીતે ધોઈ લો. સાબુદાણાને સ્ટ્રેનરમાં નાખો અને પાણી સાફ ન થાય ત્યાં સુધી વહેતા ઠંડા પાણીની નીચે રાખી ધોઇ લો. પછી 3-4 કલાક અથવા આખી રાત પાણીમાં પલાળી રાખો. પલાળ્યા પછી તેમાં પાણીથી ભરાઈ જાય છે અને તે કદમાં બમણા થઈ જાય છે. બાદ તેને એક ઓસામણિયામાં મૂકો અને વધારાનું પાણી કાઢી લો. હવે બ્લેન્ડરમાં સાબુદાણાની સ્મૂધ પેસ્ટ બનાવો. બાદ તેમાં શિગાળાનો લોટ અને રાજગરાનો લોટ ઉમેરો. બાદ તેમાં કાળા મરી પાવડર, સિંઘાલૂ, દહીં. કોથમરી મરચા ઉમેરો. સારી રીતે મિક્સ કરો, બેટર તૈયાર છે. હવે એક તવા પર તેલ લગાવી તે બેટરને પાથરીને ધીમી આંચ પર તેને શેકીને બનાવો. બાદ નારિયેળ અને ગ્રીન ચટણી સાથે તેને સર્વ કરો