શોધખોળ કરો
Advertisement
રાશિફળ 3 માર્ચ: આ 5 રાશિના જાતકોની આવક કરતાં વધી શકે છે ખર્ચ, જાણો શું કહે છે તમારું રાશિફળ
Today Horoscope: આજે ચંદ્ર તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે અને સૂર્ય દેવ પણ કુંભ રાશિમાં વિરાજમાન છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે મહા વદ પાંચમની તિથિ છે. આજે ચંદ્ર તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે અને સૂર્ય દેવ પણ કુંભ રાશિમાં વિરાજમાન છે. આજે કેટલીક રાશિએ સ્વાસ્થ્ય અને કરિયરના મામલે વિશેષ સાવધાની રાખવીની જરૂર છે.
Today Horoscope
મેષ (અ.લ.ઇ.) : આજના દિવસે ટીમ વર્કની મદદથી કામ સફળતાપૂર્વક પૂરા થઈ જશે. પરિવારના સભ્યો વચ્ચે કોઇ વાતને લઇ અણબનાવ બની શકે છે.
વૃષભ (બ.વ.ઉ.) : આજે સમયનો સદુપયોગ કરજો. કર્મક્ષેત્રમાં વડીલોનું માર્ગદર્શન લેજો. પરિવારમાં મહેમાનોનું આગમન થઈ શકે છે.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે જૂના કામ સમયસર પૂરા કરી લેજો. કારોબોરીઓને સારો લાભ મળી શકે છે.
કર્ક (ડ.હ.) આજે ખુદને તણાવથી દૂર રાખજો. કાર્યસ્થળ પર તમે અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બની શકો છે. પરિવારની સમસ્યા માટે વડીલોનું માર્ગદર્શન લેવું જોઈએ.
સિંહ (મ.ટ.) આજના દિવસે કામકાજને તણાવથી દૂર રાખીને સ્વયંને થોડો સમય આપજો. ભાઈ બહેનનો સહકાર મળશે. ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે કાર્યોને પૂરા કરવા કોઇ પર ગુસ્સો ન કરતાં. પરિવાર સાથે સમય પસાર કરજો.
તુલા (ર.ત.) ભવિષ્ય માટે વિચારવાનો સમય આવી ગયો છે. ઓફિસમાં કામકાજ દરમિયાન મહિલા સહકર્મીઓ સાથે વિવાદમાં ન પડતાં. પરિવારમાં રોકાણ સંબંધી પ્લાનિંગ કરી રહ્યા હો તો જમીનને પ્રાથમિકતા આપજો.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે સંપર્કો મજબૂત બશે. જીવનસાથી સાથે સમય પસાર કરજો અને તેમની જરૂરિયાત પૂરી કરજો. વડીલોના સ્વાસ્થ્યને લઇ સતર્ક રહેજો.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજનો દિવસ તમારા માટે ખૂબ સારો છે. સરકારી વિભાગમાં કાર્યરત લોકોને પ્રમોશન મળી શકે છે. પૂરી સાવધાની અને ભવિષ્યની સંભાવનાને જોઈને નિર્ણય લેજો.
મકર (ખ.જ.) આજના દિવસે કેઈ પણ પ્રશ્નનો ઉત્તર ક્રોધમાં આવીને ન આપતાં. કાર્યસ્થળ પર ભાવુક થવાથી કામ બગડી શકે છે. પરિવારજનો ભેગા થઈને બહાર જમવા જઈ શકો છે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે તણાવ ન લો. ઓફિસમાં સારું પ્રદર્શન કરવું પડશે. પરિવારના નિર્ણયને લઇ ઉતાવળ ન કરતાં. ભૂલના કારણે માતા-પિતા નારાજ થઈ શકે છે.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે તમામ સાથે મધુર સંબંધ રહેશે. જેનો લાભ ભવિષ્યમાં મળી શકે છે. પરિવાર સાથે આનંદભર્યો દિવસ વીતાવી શકશો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement