Pitru Paksha 2023: અકસ્માતથી મૃત્યુ પામેલા સ્વજનનું શ્રાદ્ધ આ દિવસે કરવાનું છે ખાસ વિધાન, જાણો જ્યોતિષના મતે શું છે મહત્વ
હાલ પિતૃપક્ષ ચાલી રહ્યો છે. આ સમયમાં પૂર્વજોની તૃપ્તિ માટે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. 16 શ્રાદ્ધમાં અંતિમ ત્રણ દિવસ ખૂબ જ મહત્વના હોય છે.
Pitru Paksha 2023:હિન્દુ ઘર્મમાં શ્રાદ્ધનું મહત્વ છે. મૃતકના આત્માની શાંતિ, તૃપ્તિ અને સદગતિ માટે તેમને શ્રદ્ધાથી યાદ કરતા તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. 16 દિવસના શ્રાદ્ધમાં અંતિમ ત્રણ દિવસના શ્રાદ્ધ ખૂબ જ મહત્વના મનાય છે. ખાસ કરીને સર્વ પિતૃ અમાસ એટલે કે અંતિમ શ્રાદ્ધનું પણ ખૂબ જ મહત્વ છે. જો આ સમય દરમિયાન કોઇ પૂર્વજોના શ્રાદ્ધની તિથિ યાદ ન હોય તો અંતિમ દિવસ સર્વ પિતૃને યાદ કરીને શ્રાદ્ધ કરવાથી દરેક પૂર્વજને આ શ્રાદ્ધ પહોંચી જાય છે અને પિતૃ પ્રસન્ન થઇને સુખી સંપન્ન જીવનના આશિષ આપે છે. જ્યોતિષાચાર્ય ચેતન પટેલે ગરુડ પુરાણના સંદર્ભ સાથે આ દિવસનો મહિમા સમજાવ્યો છે.
પિતૃપક્ષએ શ્રાદ્ધના 16 દિવસની અવિધી છે. આ દિવસો દરમિયાન લોકો પોતાના પૂર્વજોની તૃપ્તિ માટે શ્રાદ્ધ તેમજ પિતૃ તર્પણ શાંતિ પૂજા, નારાયણ બલિ વગેરે કરે છે, તેમજ અન્ય વિધિ વિધાન બાકી રહી ગયા હોય તો તે પણ કરવામાં છે, આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે,શ્રાદ્ધ પક્ષમાં છેલ્લા 3 દિવસ ખૂબ મહત્વ ના માનવામાં આવે છે, જે અનુસાર તેરસનું શ્રાદ્ધ જેને બાળકોનું શ્રાદ્ધ માનવામાં આવે છે, જે 12 ઓક્ટોબર ગુરૂવાર છે, તો 13 ઓક્ટોબર શુક્રવાર ચૌદશનું શ્રાદ્ધ કહેવાય છે. ગરૂડ પુરાણ પ્રમાણે જો કોઇ સ્વજન અપમૃત્યુ પામ્યા હોય, અસ્ત્ર-શસ્ત્રથી અથવા અકસ્માત થી કે ઝેરથી મૃત્યુ પામ્યા હોય તો તેવા સ્વજન નું શ્રાદ્ધ ચૌદશનું ના રોજ કરવુ જોઇએ.
-જ્યોતિષાચાર્ય ચેતન પટેલ
આ પણ વાંચો
ક્રિકેટ વર્લ્ડકપને કારણે સુરતના કાપડના વેપારીઓને થયો ફાયદો, જાણો કેવી રીતે