![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bhavnagar: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલ પ્રથમવાર ભાવનગર આવ્યા, લોકસભા ચૂંટણી પહેલા કર્યું શક્તિ પ્રદર્શન
Shaktisinh Gohil: 2000 કરતાં વધુ કાર્યકર્તાઓ શક્તિસિંહ ગોહિલની રેલીમાં જોડાયા હતા અને લોકસભાની ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શન કર્યું હતું.
![Bhavnagar: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલ પ્રથમવાર ભાવનગર આવ્યા, લોકસભા ચૂંટણી પહેલા કર્યું શક્તિ પ્રદર્શન Bhavnagar: Shaktisinh Gohil came to Bhavnagar for the first time after becoming the state president of Gujarat Congress Bhavnagar: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલ પ્રથમવાર ભાવનગર આવ્યા, લોકસભા ચૂંટણી પહેલા કર્યું શક્તિ પ્રદર્શન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/11/757b012ccbedcfa0bfd19224a21bca8e169701753153676_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bhavnagar News: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલ પ્રથમવાર ભાવનગર આવ્યા હતા. જીતુ વાઘાણીના મતવિસ્તાર એવા કુંભારવાડા ખાતે કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કુંભારવાડા ખાતેથી રેલી સ્વરૂપે ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા. 2000 કરતાં વધુ કાર્યકર્તાઓ શક્તિસિંહ ગોહિલની રેલીમાં જોડાયા હતા અને લોકસભાની ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શન કર્યું હતું.
કોણ છે શક્તિસિંહ ગોહિલ?
કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960માં ભાવનગર જિલ્લાના લિમડા ગામમાં થયો હતો. શક્તિસિંહ લિમડાના શાહી પરિવારના તે મોટા પુત્ર છે. જો શક્તિસિંહના અભ્યાસની વાત કરીએ તો તેઓએ બીએસસી,એલએલએમ, કોમ્પ્યૂટરમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં ડિપ્લોમાં કર્યું છે.
શક્તિસિંહ ગોહિલની રાજકીય સફર
શક્તિસિંહ ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. ત્યાર બાદ શક્તિસિંહ ગોહિલે સ્થાનીક ચૂંટણી લડી ભાવનગર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બન્યા હતા. 1990માં તે AICCના સદસ્ય બન્યા અને અહીંથી જ તેમની રાજકીય કારર્કિર્દીની શરૂઆત થઇ હતી. નોંધનીય છે કે, કોંગ્રેસના બહુ ઓછા નેતા છે જે ટેકનિકલ વાતોના પણ માહિતગાર છે અને ભાષા પર પણ સારી પકડ હોય. શક્તિસિંહને આવા જ એક કોંગ્રેસી નેતા છે. ઘણી વખત શક્તિસિંહે કોંગ્રેસને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી છે.
શક્તિસિંહ ગોહિલ ભાવનગર દક્ષિણ બેઠક પરથી વર્ષ 1990, 1995 ઉપરાંત 2007ની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે, વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમને આ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, 2014ની પેટાચૂંટણીમાં શક્તિસિંહ કચ્છની અબડાસા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત મેળવી.
સૌથી નાની વયે બન્યા હતા મંત્રી
શક્તિસિંહ ગોહિલ ગુજરાતના મંત્રીમંડળના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરમાં એટલે કે 32 વર્ષની ઉંમરે મંત્રીપદ સંભાળનારા નેતા તરીકે જાણીતા છે. વર્ષ 1991થી 1995 દરમિયાન તેમણે શિક્ષણ,સ્વાસ્થ્ય અને નાણાં મંત્રાલય જેવા વિભાગો સંભાળી તેમની યોગ્યતા પૂરવાર કરી હતી. તેઓ ગુજરાત વિધાનસભામાં 2007થી 2012 સુધીમાં વિપક્ષી નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)