શોધખોળ કરો
Advertisement
Shukra Gochar 2021: શુક્ર આજથી કરશે રાશિ પરિવર્તન, જાણો તમારા જીવન પર શું પડશે અસર
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ધન અને વૈભવનો કારક કહેવાય છે.
Shukra Gochar: આજથી શુક્ર રાશિ પરિવર્તન કરી રહ્યો છે. શુક્ર ગ્રહ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં ગોચર કરશે. જેનાથી અનેક રાશિને લાભ થશે તો અમુકને નુકસાન થવાની સંભાવના છે. આ ગોચર 21 ફેબ્રુઆરી સુધી રહેશે. 21 ફેબ્રુઆરીથી ફરી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ધન અને વૈભવનો કારક કહેવાય છે. જાણો, શુક્ર ધન રાશિમાંથી નીકળીને મકરમાં પ્રવેશ કરવાથી તમારા જીવન પર શું અસર પડશે.
મેષ (અ.લ.ઇ.) : તમારે આ સમય દરમિયાન વધારે સતર્ક રહેવાની જરૂર છે. કોઈ પણ કાર્યમાં બેદરકારી ન દાખવતાં. ક્રોધ પર કાબુ રાખજો, નહીંતર નુકસાન થશે.
વૃષભ (બ.વ.ઉ.) : આ સમય તમારા માટે લાભદાયી છે. તમારી મહેનતનું સારું ફળ મળશે. ઇમાનદારીથી તમારું કામ કરતા રહેજો, નિશ્ચિત સારું ફળ મળશે.
મિથુન (ક.છ.ઘ.) : ગોચરના સમયે તમે કોઇ ટ્રેનિંગ કે સેમિનારમાં ભાગ લેશો તો ચોક્કસ સારું પરિણામ મળશે. આ સમય તમારા માટે ઘણો સારો સાબિત થશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો.
કર્ક (ડ.હ.) : તમારે આ ગોચર કાળનો લાભ ઉઠાવવો જોઈએ. આ સમય તમારા માટે સારો સાબિત થઈ શકે છે. માનસિક તણાવથી બચજો.
સિંહ (મ.ટ.) : આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવાની જરૂર છે. શત્રુને લઇ મનમાં ડર ન રાખતાં. તમારી મહેનતનું સારું પરિણામ મળશે.
કન્યા (પ.ઠ.ણ.) : આ સમય દરમિયાન પ્લાનિંગ કરવાની જરૂર છે. તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સફળતા મળશે. ઉતાવળે કોઇ નિર્ણય ન લેતા, નહીંતર ભારે પડી શકે છે.
તુલા (ર.ત.) : આ દરમિયાન તમારા ઘરમાં ખુશીનો માહોલ રહેશે. ઘણા લાંબા સમયથી ચાલ્યા આવતા વિવાદનો અંત આવી શકે છે. વ્યર્થ ખર્ચથી બચજો.
વૃશ્ચિક (ન.ય.) : લોકો સાથે શાંતિથી વાત કરજો. કોઇ પણ પ્રકારના લેણ દેણથી બચજો. આ દરમિયાન કોઇ મોટી ડીલ ન કરતાં.
ધન (ભ.ધ.ફ.ઢ.) : તમારે ખર્ચા પર નિયંત્રણ રાખવાની જરૂર છે. તેની સાથે સ્વાસ્થ્યને પણ ખ્યાલ રાખજો. બહાર અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓ માટે સારો સમય સાબિત થશે.
મકર (ખ.જ.) : તમને સારું ફળ મળી શકે છે. માન સન્માનમાં વધારો થશે. ધન લાભ થવાનો યોગ બની રહ્યો છે.
કુંભ (ગ.શ.ષ.સ.) : આ સમય દરમિયાન તમારા ખર્ચ વધી શકે છે. જેના પર નિયંત્રણની જરૂર છે. ગોચર કાળમાં લડાઇ-ઝઘડાથી બચજો.
મીન (દ.ચ.ઝ.થ.) : તમારા માટે આ સમય શુભ સાબિત થશે. કાર્યમાં સફળતા મળશે. માન સન્માનમા પણ વધારો થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement