શોધખોળ કરો

Ganesh Chaturthi 2025: વિઘ્નહર્તાને અતિ પ્રિય છે આ 5 વસ્તુઓ, પૂજા દરમિયાન અચૂક ધરાવો

Ganesh Chaturthi 2025: હાલ દેશભરમાં ગણેશ ઉત્સવનો ચાલી રહ્યો છે. ગણેશ ભગવાનની પૂજામાં આ 5 વસ્તુને અચૂક કરો સામેલ કારણ કે આ તેની પ્રિય છે.

Ganesh Chaturthi 2025:ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ કાર્યની સફળતા માટે પહેલા મંગલાચરણ કે પૂજ્ય દેવોની વંદન કરવાની પરંપરા છે. કોઈપણ કાર્યને નિર્વિધ્ન સંપન્ન કરવાના હેતુથી સૌપ્રથમ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. તેમને બુદ્ધિદાતા પણ કહેવાય છે અને કોઈપણ કામની શુભ શરૂઆત તેમનું નામ લઈને જ કરવામાં આવે છે.

હાલ ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાય રહ્યો છે. ભાદરવા સુદ ચોથને ગણેશ ચતુર્થીથી ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે. ભાદરવા સુદ ચોથના દિવસે તેમનો જન્મ થયો હતો. ઉંદર ભગવાન ગણેશનું વાહન છે. ચાલુ વર્ષે ગણેશ ચતુર્થી તા. 27 ઓગસ્ટ બુધવારે હતી આ દિવસથી ગણેશત્સવની શરૂઆત થઇ.

હાથી જેવું માથું અને મોટું પેટ ગણપતિની ઓળખ છે. હિન્દુ શાસ્ત્રો મુજબ કાઈપણ કામની શરૂઆત કરતાં  પહેલા ગણેશજીનું નામ લેવામાં આવે છે. ગણપતિની નીચેની પાંચ વસ્તુઓ ખૂબ પ્રિય છે.

1.મોદકઃ ભગવાન ગણેશનું વાહન ઉંદર જોઈને જ ખ્યાલ આવી જાય કે તેમને સ્વાદિષ્ટ ભોજન અને મીઠાઈ ખૂબ પસંદ છે. જો તમારે ગણપતિની કૃપા મેળવવી હોય તો ગણેશ ચતુર્થીએ બાપ્પાને મોદક અર્પણ કરવાનું ન ભૂલતા. ગણેશ ચતુર્થી ચૂકી જવાય તો ગણેશોત્સવમાં ગમે ત્યારે કરી શકાય છે.

2ગલગોટાનું ફુલ ગણેશોત્સવ દરમિયાન ઘણા લોકો ગણેશ સ્થાપન બાદ તેમના ગળામાં લાલ કે પીળા રંગના ગલગોટાના ફૂલથી બનેલી માળા ચઢાવે છે. ગણેશજીને આ ફૂલ ખૂબ પ્રિય  છે. તેથી તેમના ગળામાં રહેલી માળા હમેશા હજારીના ફૂલની હોય છે.

3. ધરોઃઆ ઘાસને પસંદ કરવા પાછળની એક કથા છે. એકવાર દાનવ દેવતાને પરેશાન કરતા હતા. ત્યારે ભગવાન ગણેશ તે દાનવને સ્વાહા કરી ગયા, પરંતુ દાનવ પેટમાં જઈને હજમ થવાનું નામ નહોતો લેતો. તેના પરિણામે ભગવાન ગણેશને ખૂબ જ દર્દ થતું હતું. ત્યારે કેટલાક સંતોએ તેમના પર ધરો (દૂર્વા) ઘાસની વર્ષા કરી, જેના કારણે તેમના પેટમાં ઠંડક થઈ. આ ઘટના બાદ ભગવાન ગણેશજીને ધરો ધૉઘાસ અત્યંત પ્રિય થઈ ગયું

4.  શંખઃગણેશજીને ચાર હાથ છે. જેમાં એક હાથમાં શંખ છે. ગણેશજીને શંખનો અવાજ ખૂબ પસંદ છે. તેથી લોકો આરતી સમયે હંમેશા જોરજોરથી શંખ વગાડે છે. એવું કહેવાય છે કે શંખના અવાજથી દુષ્ટ આત્માઓ દુર થઈ જાય છે.

5 કેળા અને નાળિયેરઃભગવાન ગણેશનું માથું હાથીનું છે. તેથી તેમને હાથીને જેમ કેળા ખાવા ખૂબ પસંદ છે. તેમની મૂર્તિની ચારે બાજુ કેળાના પાન અને નાળિયેરની સજાવટ કરવામાં આવે છે.

ટોપ સ્ટોરી

તુલા સંક્રાંતિ 2026: સૂર્ય બદલશે પોતાની ચાલ, નોકરીથી અંગત જીવન સુધી તમામ 12 રાશિનું રાશિફળ
તુલા સંક્રાંતિ 2026: સૂર્ય બદલશે પોતાની ચાલ, નોકરીથી અંગત જીવન સુધી તમામ 12 રાશિનું રાશિફળ
Navratri 2026: નવરાત્રિમાં મહા અષ્ટમી પર જરૂર કરો આ ખાસ ઉપાય, મા દુર્ગાની વરસશે આસીમ કૃપા
Navratri 2026: નવરાત્રિમાં મહા અષ્ટમી પર જરૂર કરો આ ખાસ ઉપાય, મા દુર્ગાની વરસશે આસીમ કૃપા
Navaratri vrat recipes: નવરાત્રિના ઉપવાસ કરો છો તો ટ્રાય કરો આ સ્વાદિષ્ટ ફરાળી ઢોંસા, રેસિપી જાણી લો
Navaratri vrat recipes: નવરાત્રિના ઉપવાસ કરો છો તો ટ્રાય કરો આ સ્વાદિષ્ટ ફરાળી ઢોંસા, રેસિપી જાણી લો
Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની પૂજાનું વિધાન, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન
Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની પૂજાનું વિધાન, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget