શોધખોળ કરો

Feng shui Tips: ઘરમાં રાખેલી આ 5 વસ્તુઓ આપને કરી દેશે માલામાલ, સકારાત્મક ઊર્જાનો થશે સંચાર

Fengshui Tips:દાંપત્ય જીવનમાં ખુશીઓ જાળવી રાખવા માટે બેડરૂમમાં ડોલ્ફિનની તસવીર લગાવવી જોઈએ. તમારા બેડરૂમમાં ડોલ્ફિન ડાન્સ કરતી હોય અથવા ડોલ્ફિન રમતી હોય તેનું ચિત્ર મૂકો. ફેંગશુઈ અનુસાર, તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે.

Fengshui Tips:ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. આજકાલ તમને મોટાભાગના ઘરોમાં ફેંગશુઈ સંબંધિત ઘણી વસ્તુઓ જોવા મળે છે. ફેંગશુઈ સંબંધિત વસ્તુઓ સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે. સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. આ માટે ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. પરિવારમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારવા માટે ફેંગશુઈના ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ફેંગશુઈના નિષ્ણાતોના મતે, જો તમે તમારા વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમે તમારા ઘરમાં ફેંગશુઈ સંબંધિત કેટલીક વસ્તુઓ રાખી શકો છો. એવું માનવામાં આવે છે કે તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે. આવો જાણીએ ફેંગશુઈની આ વસ્તુઓ વિશે...

ગુલાબના ફુલો

દામ્પત્ય જીવનમાં પ્રેમ જાળવવા માટે ફૂલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ફેંગશુઈ અનુસાર બેડરૂમમાં લાલ ગુલાબ રાખવાથી સંબંધોમાં મધુરતા આવે છે. બીજી તરફ, જો તમે દરરોજ તાજા ગુલાબના ફૂલ ઘરમાં ન રાખી શકો તો ગુલાબના ફૂલની પેઇન્ટિંગ લગાવો.

બર્ડનું પેઇન્ટિંગ

ફેંગશુઈ અનુસાર, જો  જીવનસાથી સાથે અણબનાવ થઇ રહ્યાં છે. અથવા મતભેદ અને સંઘર્ષની સ્થિતિ છે, તો તમારે ઘરમાં પક્ષીઓના પોસ્ટર લગાવવા જોઈએ, પરંતુ ધ્યાનમાં રાખો કે પક્ષીઓ જોડીમાં હોવા જોઈએ. લવ બર્ડ આપ આપના બેડ રૂમમાં મૂકી શકો છો. તેનાથી સંબંધમાં મધુરતા આવે છે.

ડોલ્ફિન પેઇન્ટિંગ

દાંપત્ય જીવનમાં ખુશીઓ જાળવી રાખવા માટે બેડરૂમમાં ડોલ્ફિનની તસવીર લગાવવી જોઈએ. તમારા બેડરૂમમાં ડોલ્ફિન ડાન્સ કરતી હોય અથવા ડોલ્ફિન રમતી હોય તેનું ચિત્ર મૂકો. ફેંગશુઈ અનુસાર, તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે.

વ્હાઇટ હોર્સની પેઇન્ટિંગ

ઘોડાને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. ફેંગશુઈ અનુસાર સુખી દામ્પત્ય જીવન માટે તમે તમારા ઘરની દિવાલો પર સફેદ ઘોડાનું ચિત્રો પણ લગાવી શકો છો.

કપલની તસવીર

તમારા જીવનસાથી સાથે સારા સંબંધ જાળવી રાખવા માટે બેડરૂમમાં તમારી અને તમારા પાર્ટનરની તસવીર  અચૂક લગાવો. ફેંગશુઈ અનુસાર, આવું કરવાથી તમારું લગ્ન જીવન ખુશીઓથી ભરાઈ જશે. દિવાલ પર ચિત્ર લગાવતી વખતે ખાસ ધ્યાન રાખો કે તમે બંને હસતા હોવ અને ચિત્રમાં એકસાથે હોવ.આ માટે આપ આપના મેરેજની કોઇ સારી તસવીર પણ મૂકી શકો છો.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

ટોપ સ્ટોરી

Navratri 2026 : નવરાત્રિ દરમિયાન ઘટસ્થાપન બાદ આ નિયમ અનુસરવા જરૂર, જાણો વિધિ વિધાન
Navratri 2026 : નવરાત્રિ દરમિયાન ઘટસ્થાપન બાદ આ નિયમ અનુસરવા જરૂરી, જાણો વિધિ વિધાન
નવરાત્રિમાં કરેલી આ ભૂલ વાસ્તુ દોષને નોતરશે, આર્થિક સુખ સમૃદ્ધિ માટે નોરતામાં આ નિયમને અનુસરો
નવરાત્રિમાં કરેલી આ ભૂલ વાસ્તુ દોષને નોતરશે, આર્થિક સુખ સમૃદ્ધિ માટે નોરતામાં આ નિયમને અનુસરો
નવરાત્રિના ચોથા દિવસે કઈ વિધિથી કરવી મા કુષ્માંડાની પૂજા? અહીં જાણો સંપૂર્ણ પૂજાવિધિ, મંત્ર અને ભોગ
નવરાત્રિના ચોથા દિવસે કઈ વિધિથી કરવી મા કુષ્માંડાની પૂજા? અહીં જાણો સંપૂર્ણ પૂજાવિધિ, મંત્ર અને ભોગ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

વિડિઓઝ

Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
Embed widget