Chaitra Navratri : આજે અષ્ટમીમાં કન્યાપૂજનનું વિશેષ મહત્વ,આ 8 વિધાનનું નહિ રાખો ધ્યાન તો નહિ મળે ફળ
Chaitra Navratri Kanya Pujan 2025: ચૈત્ર નવરાત્રિમાં કન્યા પૂજા અષ્ટમી અને નવી તિથિએ કરવામાં આવે છે. જાણો કન્યા પૂજા દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, અહીં વાંચો.

Chaitra Navratri 2025: નવરાત્રિમાં કન્યા પૂજનનું અનેરૂ મહત્વ આપવામાં આવ્યું છે. વર્ષ 2025ની ચૈત્ર નવરાત્રી 30 માર્ચથી શરૂ થઈ છે. આજે એટલે કે 5મી એપ્રિલ 2025, શનિવારે ચૈત્ર માસની અષ્ટમી તિથિ ઉજવવામાં આવી રહી છે. અષ્ટમી અને નવમી પર કન્યા પૂજા કરવામાં આવે છે. કન્યા પૂજાના દિવસે ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે, જો આ મહત્વપૂર્ણ બાબતોને નજરઅંદાજ કરવામાં આવે તો માતાના આશીર્વાદ અને ફળ પ્રાપ્ત થતા નથી. એટલા માટે શુભ પરિણામ મેળવવા માટે તેમની વિશેષ કાળજી લેવી જરૂરી છે. જાણો કન્યા પૂજા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો.
કન્યા પૂજાના દિવસે છોકરીઓને તમારા ઘરે આદરપૂર્વક આમંત્રણ આપો તેમનું સ્વાગત કરો. કન્યાને મા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. બાળકીઓને ઘરે બોલાવો અને કોઈપણ સ્વચ્છ અને સુઘડ જગ્યાએ બેસાડો.
કન્યા પૂજા દરમિયાન છોકરીઓના પગ ધોઈને તેમના પર કુમકુમથી તિલક લગાવો.
કન્યા પૂજા હંમેશા શુભ સમયે કરો, આમ કરવાથી તમને દેવી દુર્ગાના આશીર્વાદ મળે છે. પૂજા બાદ તેમને આસન આપો.નવ રાત્રિમાં નવદુર્ગા જમાડવાનું વિધાન છે.
કન્યા પૂજામાં કન્યાઓને ભેટ આપતી વખતે તેમની મનપસંદ વસ્તુઓ આપો. છોકરીઓને ભેટ આપતી વખતે કાળો રંગ લેવાનું ટાળો. તમારી ક્ષમતા અનુસાર તેમને ભેટ આપો.
કન્યા પૂજા દરમિયાન, તેમને પ્રણામ કરો આતેમના આશિષ લો. તેમના પગ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો અને પછી તેમને વિદાય આપો.
ખાસ ધ્યાન રાખો કે છોકરીઓની ઉંમર 2 વર્ષથી 10 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
છોકરીઓને આદર અને સ્નેહ આપો. કન્યા પૂજા એ માત્ર એક ધાર્મિક વિધિ નથી પણ દેવી દેવીઓ પ્રત્યેની આદરનું પ્રતીક છે. તેમની સાથે આદરપૂર્વક વર્તન કરો અને પ્રેમથી વિદાય આપો.




















